50 વર્ષ પહેલા ડિવોર્સ પામેલા પતિપત્ની ફરી લગ્ન કરવા જઈ રહ્યા છે…

આ કપલ 50 વર્ષ પછી ફરી લગ્ન કરવા જઈ રહ્યું છે.

50 વર્ષ પહેલા ડિવોર્સ પામેલા પતિપત્ની ફરી લગ્ન કરવા જઈ રહ્યા છે
જેમ પહેલો વરસાદ અનેરો હોય છે તેવી જ રીતે પહોલો પ્રેમ પણ વિશિષ્ટ હોય છે. તે વ્યક્તિના કાળજામાં કંડારાઈ જાય છે. અને તેણે આજીવન હૃદયમાં એક હુંફાળી જગ્યા બનાવી લીધી હોય છે.
વાત આપણા ભારતની નથી પણ પ્રેમ તો અહીં કે વિદેશમાં સરખો જ હોય છે.
વાત છે હોલેન્ડ અને બાર્નેસની. બન્ને 12 વર્ષના લગ્નજીવન બાદ છુટ્ટાછેડા લઈ લીધા અને ફરી બીજા કોઈ જીવનસાથી સાથે લગ્ન કરી લીધા. પણ જેમ વિધાતાના લેખ નક્કી હોય છે તેમ તેમણે તો આ જ જીવનમાં ફરી એકવાર એક થવાનું લખાયું જ હશે.બન્નેના ડિવોર્સ બાદ પણ બન્ને એકબીજાના સતત સંપર્કમાં રહેતા હતા. તેનું કારણ હતું તેમના બાળકો.
હેરોલ્ડ હોલેન્ડ અને લિલિયન બાર્નેસ જ્યારે પ્રથમવાર મળ્યા અને પ્રેમમાં પડ્યા ત્યારે કિશોરાવસ્થામાં હતા. તેઓ કેન્ચુકીના ગ્રામિણ પ્રદેશમા રહેતા હતા. તેમના 12 વર્ષના લગ્નજીવનમાં તેઓ 5 સંતાનોના માતાપિતા બન્યા પણ 12 વર્ષના સંબંધ બાદ તેમના સંબંધનો અંત આવ્યો અને 1968માં તેમણે છુટ્ટાછેડા લઈ લીધા.
હવે, 50 વર્ષ બાદ તેમણે સાબિત કર્યું છે કે પ્રેમ ક્યારેય મરતો નથી. કારણ કે હવે ફરી એકવાર તેઓ લગ્ન સંબંધમાં બંધાવા જઈ રહ્યા છે. હોલેન્ડ આજે 83ના છે અને બાર્નેસ 79ના છે.

“મેં તેમને એક કપલ તરીકે મહિના પહેલા જોયા હતા અને જાણે વર્ષો જુના પ્રેમી જેવા લાગતા હતા. તેઓ એકબીજાને હની, બેબી, વહાલી વિગેરેના હુલામણા નામે બોલાવતા હતા.” તેમના 34 વર્ષીય પૌત્ર જોશુઆનું આ નિવેદન છે. વધારામાં તેઓ જણાવે છે, “તેઓ જ્યારે પણ એકબીજાને મળે છે ત્યારે ઉર્જામય બની જાય છે. જાણે કોઈ ટીનએજર્સ પ્રેમમાં ન હોય ! તેઓ એકબીજાના હાથમાં હાથ નાખીને ફરે છે. એકબીજા સાથે મસ્તી કરે છે.”

હોલેન્ડ અને બાર્નેસ બન્નેએ ડીવોર્સ બાદ અલગ અલગ જીવનસાથી સાથે લગ્ન કર્યા હતા. પણ તેઓ હંમેશા એકબીજાના સંપર્કમાં રહ્યા હતા. ખાસ કરીને તેમના બાળકો માટે. તેઓ બાળકોના ગ્રેજ્યુએશન, બર્થડેઝ અને લગ્નોમાં હંમેશા સાથે રહેતા.

“હું અમને નજીકના મિત્રો તો નહીં કહું, પણ અમે સાથે સાથે જ આગળ વધ્યા છીએ,”હોલેન્ડે કહ્યું. તે ફેમિલિના ફ્લોર કવરિંગ બિઝનેસના સ્થાપક પણ છે. “ખાસ કરીને અમે હંમેશા અમારા બાળકો માટે જ એકબીજાના સંપર્કમાં રહ્યા છીએ.”સંજોગો જુઓ તો બન્નેના જીવનસાથીઓ વર્ષ 2015માં મૃત્યુ પામ્યા.

ગયા ઉનાળામાં દર વખતની જેમ હોલેન્ડે ફેમિલિ રીયુનિયનનું આયોજન કર્યું હતું. પણ આ વખતે બાર્નેસે પણ તેમાં હાજરી આપી હતી. તે બન્ને વચ્ચેની કેમેસ્ટ્રી આજે પણ પહેલા જેવી જ હતી.
“બસ આમ આગળ વધતું રહ્યું અને તે દિવસે અમે બન્નેએ સાંજનું ભોજન સાથે લીધું,”હોલેન્ડે કહ્યું, “અમે જ્યારે એકલા હોઈએ છીએ ત્યારે વધારે મૈત્રી પૂર્ણ હોઈએ છીએ.”

હોલેન્ડે કહ્યું જ્યારે તેની ભૂતપૂર્વ પત્નીએ તેને એક બીજો અવસર આપ્યો ત્યારે તેને આશ્ચર્ય થયું. તેણે પોતાના પ્રથમ લગ્નના નિષ્ફળ જવાની જવાબદારી લીધી. તે કહે છે કે, તે અઠવાડિયાના સાતે સાત દિવસ ઓફિસમાં જ રહેતો અને બીજી પણ કેટલીક સમસ્યાઓ હતી જેને તે અંગત જ રાખવા માગતા હતા. પણ તેઓ કહે છે કે એમની ભૂતપૂર્વ પત્નીએ તેમને માફ કરી દીધા.

“મને લાગ્યું કે જે દિવસે અમે ડિવોર્સ લીધા ત્યાર બાદ તે ક્યારેય મારી સામે નહીં જુએ,” તેમણે કહ્યું. “હું હંમેશા કહેતો રહ્યો કે બધી મારી જ ભૂલ હતી.”

ફરીવાર એક થવું એ ખુબ જ સારું છે, ઘણા વર્ષો બાદ તેઓ ફરી એક થઈ રહ્યા છે, “પ્રથમ પ્રેમને ભૂલવો ખુબ અઘરો હોય છે.

“તે આ 50 વર્ષમાં જરા પણ બદલાઈ નથી.” તેમણે બાર્નેસના વખાણમાં કહ્યું હતું. “તે કાળા વાળ ધરાવતી એક સુંદર છોકરી હતી. આજે પણ તેવી જ છે, પણ એના વાળ આજે ધોળા થઈ ગયા છે. અને મારા પણ.”
તે પોતાના ફેમિલિ વિષે જણાવતા કહે છે. તેમના 10 બાળકો, 20 કરતા પણ વધારે પૌત્ર-પૌત્રીઓ અને 30 કરતા પણ વધારે પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ છે. જો કે તેમને હજુ પાક્કો આંકડો ખબર નથી.

તેઓ તે બધાને આ સમાચાર જણાવવા આતુર છે.
“બાળકો અને તેમના પણ બાળકોને તો જાણે ઉત્સવ જેવી લાગણી થઈ રહી છે,”હોલેન્ડે જણાવ્યું, “દાદા દાદી સાથે લગ્ન કરી રહ્યા છે. થોડું વિચિત્ર લાગે છે.”

તેઓના પૌત્ર, જોશુઆ હોલેન્ડ તેમના લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છે. તે ન્યુ ઓર્લિયન્સમાં પાદરી છે.

“જ્યારે તમે તમારા કુટુંબમાં એક પાદરી હોય, ત્યારે તમારે જ બધા લગ્ન તેમજ મૃત્યુની વિધીઓ કરાવવાની હોય છે.” તેણે કહ્યું. “મારા જીવનના આ લગ્ન જે હું કરાવવા જઈ રહ્યો છું તે ખરેખર ખુબ જ યાદગાર સાબિત થવાના છે.”
હેરોલ્ડ હોલેન્ડે જણાવ્યું કે લગ્ન ખુબ જ સાદા હશે. માત્ર કુટુંબના લોકો જ હાજર રહેશે. જો કે તેમને ખબર નથી કે તેમના લગ્નમાં કેટલા લોકો હાજર રહેશે પણ તેમના અંદાજા પ્રમાણે લગભગ 300 લોકો હશે.

“લોકો કહે છે કે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હોય કે નહીં પણ તેઓ લગ્નમાં આવશે જ.” તેમણે ખડખડાટ હસતા હસતા કહ્યું હતું.

જોશુઆ હોલેન્ડે જણાવ્યું કે તેણે આ વૃદ્ધ જોડી પોતાના લગ્ન વખતે શું બોલશે તેનો થોડો ખ્યાલ આવે છે. તે કદાચ તેમના જ શબ્દોનો ઉપયોગ કરે. “આપણે પ્રથમ સીડી પણ સાથે જ ચડ્યા અને હવે આ અંતિમ સીડી પણ સાથે જ ચડીશું.”

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક જાણી અજાણી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી