વરસાદી માહોલમાં આ પાંચ વાનગીમાંથી 2 તો તમે બનાવશો જ ! બટાકા ચીઝ પૂરી, મારી ફેવરીટ…

૧. હાંડવા બાઇટ્સ:

સામગ્રી:
મિશ્રણ માટે:
ચોખા: ૧ કપ
તુવેર ની દાળ: ૧/૪ કપ
ચણા ની દાળ: ૧/૨ કપ
અડદ ની દાળ: ૨ ચમચી
દહીં: ૧/૨ કપ
મીઠું: સ્વાદ મુજબ
પાણી: જરૂર મુજબ

હાંડવા માટે શાકભાજી:
બટાકા: ૧/૨ કપ, છીણેલા
દૂધી: ૧/૨ કપ, છીણેલી
લીલા વટાણા: ૧/૨ કપ
ગાજર: ૧/૨ કપ, છીણેલું
ડુંગળી: ૧/૩ કપ, છીણેલી
લસણ: ૨ કળી, છીણેલું
લીલું મરચું: ૧ બારીક સમારેલું
હળદર પાવડર: ૧/૨ ચમચી
આદુ: ૧ ચમચી છીણેલું
સોડા બાઈ કાર્બોનેટ (ખાવાનો સોડા): ૧/૨ ચમચી
મીઠું: ૨ ચમચી અથવા સ્વાદ પ્રમાણે
ગોળ: જરૂર મુજબ

હાંડવા ને વઘારવા માટે:
રાઈ: ૨ ચમચી
હિંગ: ચપટી
મીઠો લીમડો: ૧૦-૧૨ પત્તા
તેલ: ૫ ચમચા

રીત:
હાંડવા ના મિશ્રણ માટે:
– ચોખા, ચણા ની દાળ, અડદ ની દાળ અને તુવેર ની દાળ ને ધોઈ ને ૪ કલાક માટે પલાળો.
– પછી તેમાંથી પાણી કાઢી લઇ તેને મિક્સર જાર માં લો, તેમાં દહીં, મીઠું અને જરૂર મુજબ પાણી નાખી ને સ્મૂથ પેસ્ટ બનાવી લો.
– હાંડવા ના મિશ્રણ ને આથો લાવા માટે ગરમ જગ્યા ઉપર 8 થી 9 કલાક માટે મુકો.

હાંડવા મિશ્રણ ના શાકભાજી:
– હાંડવા ના મિશ્રણ માં છીણેલા દુધી, બટાકા, ડુંગળી, ગાજર નાખી ને હલાવી લો. લીલા વટાણા ઉમેરો અને મિક્સ કરો.
– હવે બારીક સમારેલું આદુ, લસણ, લીલું મરચું અને હળદર, મીઠું નાખી ને હાંડવા ના મિશ્રણ ને સારી રીતે હલાવી લો. જો ગોળ નાખતા હો તો તેને ઝીણો સમારી ને નાખો અને જરૂર મુજબ પાણી નાખી ને હાંડવા ના મિશ્રણ ને પાતળું કરો. છેલ્લે ખાવાનો સોડા નાખી ને મિશ્રણ ને બરાબર મિક્સ કરી લો.
– હાંડવા નું મિશ્રણ તૈયાર છે.
– હવે એક કડાઈ માં તેલ લઇ ને તેમાં રાઈ, હિંગ અને લીમડો નાખી ને વઘાર કરો. તેને હાંડવા ના મિશ્રણ માં ઉમેરો, મિક્સ કરો.
– હવે અપ્પમ પાત્ર ને ગરમ કરો, તેમાં દરેક ખાના માં ૧-૧ ટીપું તેલ ઉમેરો, પછી તેમાં થોડું-થોડું હાંડવા નું મિશ્રણ ઉમેરો, ઢાંકણ બંધ કરો અને તેને ૩ મિનિટ સુધી શેકાવા દો.
– એક બાજુ સોનેરી કલર ના થાય એટલે તેને પલટાવી દો, અને બીજી બાજુ ૨ મિનિટ માટે શેકો.
– બંને બાજુ થી સોનેરી કલર ના થાય એટલે તેને એક પ્લેટ માં કાઢી લો.
– તો તૈયાર છે યમ્મી અને ટેસ્ટી હાંડવા બાઇટ્સ…!!
– તેને ગરમા ગરમ ચા, ટોમેટો સોસ અથવા ફુદીના ની ચટણી સાથે પીરસો.

૨. ચોળી નું દખ્ખડીયું (ચોળી ની કઢી)

સામગ્રી:
ચોળી સમારેલી – ૨૫૦ ગ્રામ
જીરું – વઘાર માટે
રાઈ – વઘાર માટે
હિંગ – ચપટી
લસણ ક્રશ કરેલું – ૪-૫ કળી
મીઠું – સ્વાદ પ્રમાણે
મરચું – ૧ ચમચી
હળદર – ચપટી
ચણા નો લોટ – ૨ ચમચી
દહીં – ૧ કપ
પાણી – જરૂર મુજબ
તેલ – જરૂર મુજબ (વઘાર માટે)

રીત:
– સૌ પ્રથમ એક કડાઈ માં તેલ લઇ ને ગરમ કરો, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું નાખો, પછી હિંગ, લસણ નાખી તે સંતળાય એટલે ચોળી વધારો.
– તેમાં મીઠું નાખી ને ચોળી ને ચઢવા દો. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો, જેથી સરળતા થી ચઢી જાય.
– બીજી બાજુ એક બાઉલ માં ચણા નો લોટ અને દહીં ભેગું કરો, અને જરૂર મુજબ પાણી ઉમેરી ને મિશ્રણ તૈયાર કરો.
– ચોળી ચઢી જાય પછી તેમાં મરચું, હળદર નાખો, હલાવો અને પછી તેમાં તૈયાર કરેલ ચણા ના લોટ નું મિશ્રણ ઉમેરો.
– હવે બધું જ એકરસ મિક્સ થઇ જાય પછી તેને ઉકળવા દો.
– વચ્ચે- વચ્ચે કઢી ને હલાવતા રહો જેથી તે નીચે ચોંટી ના જાય.
– જરૂર પ્રમાણે થીક રાખો.
– તો તૈયાર છે ચોળી નું દખ્ખડીયું…!! તેને બાજરી ના રોટલા કે રોટલી સાથે સર્વ કરો.

૩. ગાજરની ખીર

સામગ્રી:
– ગાજર – ૧/૨ કિલો
– દૂધ – ૧ લિટર
– ખાંડ – ૧/૨ કપ
– કન્ડેન્સડ મિલ્ક – ૨ ટીસ્પૂન
– પિસ્તાની કતરણ સજાવટ માટે

રીત:
– સૌપ્રથમ ગાજરની છાલ કાઢીને તેના મોટા કટકા કરી લો. ત્યાર બાદ તેને કૂકરમાં એક કપ દૂધ સાથે બાફી લો. લગભગ 4થી 5 સીટી વગાડો. ત્યાર બાદ કૂકરને ઠંડુ થવા દો. ગાજરમાં જે દૂધ વધ્યું હોય તેને નીતારીને કાઢી લો.
– બાફેલા ગાજર અને ખાંડને મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને ક્રશ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો.
– હવે બાકીના વધેલા દૂધને 15થી 20 મિનિટ માટે ઉકાળી લો. ત્યાર બાદ તેમાં કન્ડેન્સડ મિલ્ક ઉમેરીને બરાબર મિક્સ કરીને, ગેસ બંધ કરી દો.
– જ્યારે દૂધ થોડું હુંફાળું બને એટલે તેમાં ગાજરની પેસ્ટ અને ગાજર બાફ્યા બાદ વધેલું દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તેને ફ્રીઝ માં ઠંડી થવા મુકો.
– છેલ્લે જ્યારે તમે સર્વ કરવા જાવ ત્યારે પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીને સર્વ કરો.
– તો તૈયાર છે યમ્મી અને હેલ્ધી ગાજર ની ખીર..!!

૪. રાજમા કબાબ:

સામગ્રી:
– અઢી સો ગ્રામ રાજમા
– પાંચ બટાકા બાફેલા
– એક નંગ ઝીણી સમારેલું ટામેટું
– એક નંગ ઝીણી સમારેલી ડુંગળી
– એક નંગ બારીક સમારેલા લીલા મરચાં
– અડધા લીંબુનો રસ
– અડધી ચમચી મરચું પાઉડર
– મીઠું સ્વાદ અનુસાર
– ચપટી હળદર
– એક ચમચી ગરમ મસાલો
– તેલ શેકવા કરવા માટે

રીત

– રાજમાને આખી રાત પલાળી બાફીને ગ્રાઈન્ડરમાં નાખી દાણાદાર ક્રશ કરી લો.
– એક પેન માં ૨ ચમચા તેલ લો, તેમાં લીલા મરચાં, ડુંગળી અને ટામેટું નાખો.
– તેને સાંતળો, સંતળાઈ જાય પછી તેમાં રાજમા અને બાફેલા બટાકા નો માવો ઉમેરો.
– તેમાં જરૂર મુજબ મીઠું, મરચું, હળદર અને ગરમ મસાલો નાખો અને બધું બરાબર મિક્સ કરી લો. છેલ્લે તેમાં લીંબુ નો રસ ઉમેરી ને મિક્સ કરો.
– હવે મિશ્રણ ઠંડુ પડવા દો. પછી તેમાંથી ગમતા આકાર ના કબાબ બનાવો.
– એક તવી માં થોડું તેલ લો અને કબાબ ને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી શેકો.
– તો તૈયાર છે મસ્ત મસ્ત રાજમા કબાબ..!!
– તેને ટામેટા સોસ કે લીલી ચટણી સાથે સર્વ કરો.

૫. બટાકા ચીઝ પુરી:

સામગ્રી:
– 2 બટાકા બાફેલા
– 8 મોટી ચમચી મેંદો
– 100 ગ્રામ છીણેલુ ચીઝ
– એક નાની ચમચી મીઠુ
– અડધી ચમચી હળદર
– 2 ઝીણા સમારેલા લીલા મરચા
– 2 મોટી ચમચી ઝીણા સમારેલી કોથમીર
– અડધી નાની ચમચી ગરમ મસાલો
– તળવા માટે તેલ.

રીત:
– એક વાસણમાં મેંદો, ચીઝ, બટાકા, મીઠુ, હળદર, લીલા મરચા, કોથમીર અને ગરમ મસાલો નાખીને સારી રીતે ગૂંથી લો. (ધ્યાન રહે કે પાણી બિલકુલ પણ ન નાખો)
– ગૂંથેલા લોટમાંથી 10 નાના નાના લૂઆ બનાવી લો.
– હવે ગેસ પર મીડિયમ તાપમાં એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.
– તેલના ગરમ થતા જ લૂઆમાંથી પૂરીઓ વણી લો અને તેને એક એક કરીને તળી લો.
– તો તૈયાર છે યુનિક અને યમ્મી બટાકા ચીઝ પુરી..!!
– તેને દહીં, અથાણું કે સોસ સાથે સર્વ કરો..

રસોઈની રાણી : સુકેતા મહેતા (અમદાવાદ)

આપ સૌને આ મારી વાનગીઓ કેવી લાગી અચૂક જણાવજો !

ટીપ્પણી