દુનિયાની સૌથી નાની અને સૌથી ઈમોશનલ સ્ટોરી ! તમને રડાવી શકે…

૧. તિક્ષ્ણ ગોળી

તેણે તેની નાજુક નમણી આંગળી તેના ચંદ્રકોથી ભરેલા ગળામાં ફેરવવાની શરુ કરી કારણકે તેણે તેને આવજો કેવાનું હતું.
તે ફરી તેને મળશે તે ખાતરી સાથે તેના કપાળ પર ચુંબન કર્યું અને અચાનક જ બારણા તરફ ચાલવા લાગ્યો.
તેની દિકરીના આંસુ જેટલી કોઈ જ ગોળી (Bullet) તેને હાની પહોંચાડી શકે તેમ ન હતી.

૨. ચુંબન

“મિટીંગ માટે મોડું થાય છે, ભાગવું પડશે.” તે તેના ખભા પર કોટ ભરાવતા બોલ્યો અને ઘર ની બહાર નીકળ્યો. તે કાર ચલાવીને નીકળ્યો ત્યારે તે એક સાથે બે પગથિયા કુદતી નીચે આવી, “ઉભો રે, ઉભો રે.” તેણે કહ્યું પણ તે નીકળી ચુક્યો હતો.

તેનું મોઢું ચીમળાઈ ગયેલા કાગળ જેવું થઇ ગયું. “તે મને ગુડબાય ચુંબન આપવાનું ભૂલી ગયો.” તે દુખી અવાજ માં બોલી. તેણે તેને ફોન કર્યો, “ તું મને ગુડબાય ચુંબન આપવાનું ભૂલી ગયો.” તે દુઃખી અવાજ માં બોલી. “ મને માફ કરી દે સ્વીટહાર્ટ”, તે મજબુત અવાજ માં બોલ્યો. “ઠીક છે.”તેણીએ કહ્યું,તેણે પોતાને સંભાળતા ફોન કાપી નાખ્યો.
તેણીએ તેનો નાસ્તો કોઈ જ મૂડ વગર કર્યો, તેના બુટ પહેર્યા અને સ્કુલ બેગ લઈને દરવાજા બાજુ ચાલવાનું શરુ કર્યું, તેના ખભાનો ઢગલો થઇ ગયો જયારે તે ઘર ના પગથિયા ઉતરી, ઘર ની બહાર એક કાર ઉભી હતી.તે કાર માંથી બહાર ઉતર્યો, તેણીનો ચહેરો ક્રિસમસ ટ્રીની જેમ ખીલી ઉઠયો.

“મને માફ કરી દે હું ભૂલી ગયો.” તેણે તેને તેડીને ભેટીને કહ્યું. તે કઈ જ બોલી નહિ અને ફકત હાસ્ય વેરતી રહી.

પંદર વર્ષ પછી કોઈને યાદ નહોતુકે તે મિટિંગ માટે મોડા હતા પણ નાનકડી છોકરી ક્યારેય ના ભૂલી કે તેના પિતા પાછા કાર ચલાવીને તેને ગૂડબાય ચુંબન કરવા આવ્યા હતા.

૩. દરેકજણ માટે બોધપાઠ :

એકવાર એક દિકરો તેના પિતાને સાંજે જમવા માટે રેસ્ટોરન્ટમાં લઇ ગયો. ખુબ જ ઉંમર અને નબળાઈને લીધે જમતી વખતે ભોજન તેના શર્ટ અને ટ્રાઉઝર પર પડી રહ્યું હતું. અન્ય લોકો તેમની સામે સુગની રીતે જોતા હતા પણ તેમનો દિકરો એક્દમ શાંત હતો.

તેમના જમી લીધા પછી તેમનો દિકરો સહેજપણ ભોઠો પડ્યા વગર તેમને બાથરૂમમાં લઇ ગયો અને કપડા પર થી ભોજનના ડાઘા અને ભોજન સાફ કર્યું.તેમના વાળ ઓળ્યા. તેઓ જયારે બહાર આવ્યા ત્યારે આખી રેસ્ટોરન્ટ તેમને નિરવ શાંતિથી જોઈ રહી, તે બધા પબ્લિક સામે ભોઠા મહેસુસ કરી રહ્યા હતા.

દિકરાએ બિલ આપી ને પિતા સાથે ચાલવા માંડ્યું.
તે સમયે ભીડમાંથી એક વૃદ્ધ માણસ આવ્યા અને તેમણે દિકરા ને પૂછ્યું, “ તને નથી લાગતું કે તું પાછળ કઇક મુકીને જાય છે.?”

દિકરા એ જવાબ આપ્યો, “ના સર, કઈ જ નહિ.” વૃદ્ધ માણસ બોલ્યા, “ હા તમે દરેક દિકરા માટે પાઠ અને દરેક પિતા માટે એક આશા મુકીને જાઓ છો.”

૪. મીઠું સફરજન

એક સુંદર છોકરીના હાથમાં ૨ સફરજન હતા. તેણીની મમ્મી આવી અને પ્રેમાળ અવાજ થી હાસ્ય સાથે તેની દીકરીને પૂછ્યું, “ મારી સ્વીટી, શું તું તારી મમ્મીને આ બે માંથી એક સફરજન આપીશ.?”

છોકરી થોડી વાર માટે તેની મમ્મી સામું જોઈ રહી અને અચાનક એક સફરજન માંથી બટકું ભર્યું અને તરત જ બીજા સફરજનમાંથી બટકું ભર્યું.

મમ્મી ના ચહેરા પરનું સ્મિત થોડી વાર માટે થીજી ગયું પણ તેણે તેની નિરાશા જાહેર ના કરી. અને તે દીકરીએ ચાખેલા સફરજનમાંથી એક સફરજન આપી ને કહ્યું, “આ લે મમ્મી, આ સફરજન વધારે મીઠું છે.”

૫.તારા પ્રેમ વગર હું નહિ જીવી શકું.

એક દિવસ એક છોકરો અને છોકરી ફિલ્મ જોઈ ને ઘરે પાછા જઈ રહ્યા હતા. છોકરાને લાગ્યું કે ગઈ કાલની રાત પછી કશુંક ઊંધું છે અને તેણે પીડાદાયક શાંતિ અનુભવી.

પછી છોકરીએ છોકરાને ખેચ્યો કારણ કે તે વાત કરવા માંગતી હતી. તેણીએ કહ્યું કે તેની લાગણીઓ બદલાઈ ગઈ છે અને હવે આગળ વધવાનો સમય છે. તેના ગાલ પર એક શાંત આંસુનું ટીપું પડ્યું અને તેણે તેણીના ખિસ્સામાં એક વાળેલી ચિઠ્ઠી મુકી.

તે જ ક્ષણે તે ગલી માં એક દારૂ પીધેલો ડ્રાઈવર ઓવરસ્પીડમાં આવતો હતો અને તે છોકરની બાજુ નો ભાગ અથડાવીને છોકરાને મારી ને જતો રહ્યો. સંજોગોવસાત,છોકરી બચી ગઈ. અચાનક જ ચિટ્ઠી યાદ આવતા તેણે વાળેલી ચિઠ્ઠી ખોલી એ વાચ્યું, “તારા પ્રેમ વગર હું મરી જઈશ.”

સંકલન : દીપેન ભાઈ પટેલ

ટીપ્પણી