શિયાળામાં પુરુષો માટે શક્તિવર્ધક 5 ભોજન.. દરેક પુરુષમિત્ર સાથે શેર કરો…

શિયાળામાં કરવામાં આવેલા સારા ભોજનથી શરીરને આખા વર્ષ દરમિયાન શક્તિ મળતી રહે છે. તેવામાં જરૂરી છે કે આપણે શિયાળાનો ભરપૂર ફાયદો ઉઠાવીએ અને એવા ખોરાકનો આપણે આપણા ભોજનમાં સમાવેશ કરીએ જેની અસરથી યુવાન તેમજ 50 વર્ષથી ઉપરના વૃદ્ધો પણ ભરપુર યુવાની અનુભવી શકે. તો આજે અમે તમને જણાવીશું એવા ખોરાક વિષે જેને આહારમાં લેવાથી બળ, વીર્ય, બુદ્ધિ, પુરુષ બળ અને આખું વર્ષ યુવાનીનો અનુભવ થતો રહેશે. ચાલો જાણીએ આ ખોરાક વિષે.

1. ચણા

રાત્રે એક મુઠ્ઠી ચણાને પાણીમાં પલાળી દો. સવારે ચણા કાઢી બચેલા પાણીમાં એક ચમચી મધ ભેળવી પી લેવું. અને ચણા પણ ચાવીને ખાઈ લેવા. આ પ્રયોગ તમે ઉનાળામાં પણ ચાલુ રાખી શખો છો. આપણા ગુજરાતમાં કહેવાય છે કે ચણા ખાઓ ઘોડા જેવા બનો. એટલે કે ચણા ખાવાથી હંમેશા ઘોડા જેવા તેજીલા રહેવાય છે.

2. અડદ

જે લોકોની પાચનશક્તિ સારી હોય તેમણે શિયાળામાં નિયમિત અડદની દાળ છાલ સહીત ખાવી જોઈએ. તમે અડદને પણ એક મુઠ્ઠી આખી રાત પલાળી સવારે નાશ્તામાં તેને વાટી તેમાં એક ચમચી મધ ભેળવી ખાઈ શકો છો. ત્યાર બાદ એક ગ્લાસ દૂધ પી લેવું. તેનાથી શરીર બળવાન પણ બનશે અને પૌરુષ બળ પણ મળશે.

3. અંજીર અને દૂધ

રાત્રે 4 અંજીર પાણીમાં પલાળી દેવા. પાણી અંજીર ડૂબે તેટલું જ નાખવું. સવારે નાશ્તામાં આ અંજીર ખાવા અને તેના પર દૂધ પીવું. તમે તેને અડદ સાથે પણ ખાઈ શકો છો અને એકલા પણ. તેની અસરથી 50 વર્ષથી ઉપરની વૃદ્ધ વ્યક્તિ પણ યુવાનીનો અનુભવ કરશે.

4. ખારેક

રોજ 2 ખારેક અથવા 5 ખજૂર દૂધમાં ઉકાળી રોજ રાત્રે સૂતી વખતે ખાઓ અને બચેલું દૂધ પી જવું. તેનાથી શરીર રુષ્ટ પુષ્ટ થાય છે, પુરુષ બળ મળશે, અને શરદી પણ નહીં થાય. આ તમે બાળકોને પણ આપી શકો છો, તેનાથી બાળકો પથારીમાં પેશાબ નહીં કરે અને શરદી, ઉધરસ નહીં થાય.

5. કીસમીસ (સૂકી દ્રાક્ષ)

દૂધમાં 10 કીસમીસ ઉકાળવી, કીસમીસ ચાવીને ખાઈ જવી અને બચેલુ દૂધ પણ પી જવું, આવું તમે ખારેક સાથે પણ કરી શકો છો. તેનાથી શરીરમાં ગરમી વધે છે અને જે લોકોને વધારે ઠંડી લાગે છે તેમને ઠંડી નહીં લાગે. અને બળ વીર્ય પણ વધશે.

સંકલન : દીપેન પટેલ

શેર કરો આ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા દરેક મિત્રો સથે.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block