આ 4 ચીજ તમારા શરીરના રંગને વધુ ડાર્ક બનાવે છે, આજથી જ ખાવાનું બંધ કરો

રંગ તો બધા જ સારા હોય છે, પછી તે કાળો હોય કે ગોરો. માણસ પોતાના રંગથી નહિ, પણ ગુણથી ઓળખાય છે. તેમ છતા લોકો પોતાના ચહેરાના રંગને બહુ જ મહત્ત્વ આપે છે અને કોઈ પણ વ્યક્તિ ક્યારેય કાળા અને સાંવળા રંગની ઈચ્છા નથી ધરાવતી, તે હંમેશા જ ગોરા દેખાવા માગે છે. પોતાના ગોરા થવાની ચાહતને પૂરી કરવા માટે લોકો મોંઘી ક્રીમ અને સાબુ તો લગાવે જ છે, પરંતુ તેઓ એ નથી જાણતા કે આપણા ખાવામાં રહેલી કેટલીક વસ્તુઓ માણસને સાંવળા બનાવે છે. તો જો તમને ગોરા દેખાવાનું છે, તો આજથી જ બંધ કરી દો આ વસ્તુઓ.

વ્હાઈટ બ્રેડ
વ્હાઈટ બ્રેટ હેલ્થ માટે સારી નથી. તેમજ તેનાથી ઈન્સ્યુલિનનું સ્તર વધે છે અને સ્કીનમાં રહેલું ઓઈલ પ્રોડક્શન વધી જાય છે. આ ઉપરાંત મેંદાવાળી બ્રેડમાં ગ્લૂટેન વધુ માત્રામાં મળી આવે છે, જેનાથી ચહેરા પર ડાઘ દેખાવા લાગે છે. જો તમે સ્વસ્થ ત્વચા મેળવવા માગો છો, તો વ્હાઈટ બ્રેડનું સેવન બંધ કરી દો. તેના બદલે બ્રાઉન બ્રેડ ખાવાની શરૂઆત કરી દો.

કોફી
તમારા દિવસભરનો થાક દૂર કરવા માટે એક કપ કોફી પૂરતી હોય છે. પંરતુ તેને પીવાથી તમારી ત્વચામાં રુક્ષપણું આવવા લાગે છે. સૂકી ત્વચા પર દાણાં, પિંપલ્સ અને કરચલીઓ જલ્દી પડી જાય છે. આ ઉપરાંત તેમાં રહેલું કેફીન સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલનું સ્તર વધારી દે છે. તેનાથી સ્કીન ડેમેજ થવા લાગે છે અને ચહેર પર કાળાપણુ આવવાનું શરૂ થાય છે. જો તમને કોફીને આદત છે, તો તેને છોડી દો. તેમજ દિવસમાં એક કપ કોફીથી વધુ ન પીઓ.

ખાંડ
ખાંડ હેલ્થની સાથે ત્વચા માટે પણ નુકશાનકારક હોય છે. ખાંડ આપણું બ્લડશુગર વધારે દે છે અને સ્કીનના કેટલાક ટિશ્યુ ડેમેજ થવા લાગે છે, જેનાથી ત્વચાની રંગત ડાર્ક થવા લાગે છે. આ ઉપરાંત ખાંડ કોલેજનને નષ્ટ કરી દે છે અને ત્વચામાં શિથિલતા લાવી દે છે. ખાંડના વધુ સેવનથી ત્વચા સૂકી અને બેજાન બની જાય છે. તેથી ખાંડ આજથી જ ઓછી ખાઓ.

ફાસ્ટ અને સ્પાઈસી ફૂડ્સ
મોટાભાગના ફાસ્ટ ફૂડમાં હાઈડ્રોજનેટેડ વેજિટેબલ ઓઈલનો ઉપયોગ થાય છે. જે રોમછિદ્રોને બંધ કરીને ફ્રી રેડિકલ્સ વધારે છે. સાથે જ પ્રોસેસ્ડ ફુડથી પણ બચીને રહેવું જોઈએ. કેમ કે તેમાં પ્રિઝર્વેટિવ્સ અને શુગરની માત્રા વધુ હોય છે. જે તમારી ત્વચાને નુકશાન પહોંચાડે છે. આ ઉપરાંત સ્પાઈસી ફુડથી તમારી રંગત બગડવા લાગે છે. કેમ કે તેનાથી શરીરનું તાપમાન વધે છે અને તેનાથી બ્લડ વેસલ્સ ફેલીને રંગતને વધુ ગાઢો કરે છે.

તેથી હવે, જો તમે ત્વચાને નિખારવા માટે પાર્લર અને બ્યુટી પ્રોડક્ટ પર હજારો રૂપિયા ખર્ચ કરો છો, તો સૌથી પહેલા તો તમારા આ બધુ ખાવાનું બંધ કરવું જોઈએ. પછી જુઓ તમારા ચહેરાનો રંગ કેવી રીતે નિખરે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી