ખુબ ઉપયોગી રસોઈ ટીપ્સ જે દરેક નારીને બનાવશે “રસોઈની રાણી”

 

35 ખુબ ઉપયોગી રસોઈ ટીપ્સ :

 

1. કારેલાને ચીરી મીઠું લગાડવાથી તેની કળવાશ ઓછી થઈ જશે.

2. બટેટાના છીલ્કા/છાલ કાઢી અને તેમાં કાંટાથી (Fork) કાણાં પાડી અને મીઠાંવાળા પાણીમાં બોળી ઉપયોગ કરવાથી દમ આલું સારા બનશે.

3. સુક્કા આદુની છાલ ઉતારવી હોઇતો થોડી વખત (અડધો કલાક ) ઠંડા પાણીમાં રાખવાથી ચાલ ઉતરી જશે.

4. લસણને થોડું ગરમ કરવાથી તેની છાલ સહેલાઈથી ઉતરી જશે.

5. ખાંડમાં કીડી ન આવે તે માટે તેની બરણીમાં લવિંગ ૪-૫ રાખવા.

 

6. તાવિમાંથી (તવી) ડુંગળીની સુગંધ કાઢવી હોઇ તો કાચું બટાકુ (બટેટા) કાપી તાવીમાં લગાડવું.

7. રોટલીના લોટમાં દહીં નાખવાથી રોટલીનો સ્વાદ સારો આવશે અને રોટલી નરમ બનશે.

8. ભીંડા બનાવતી સમયે તેમાં એક ચમચો દહીં નાખવાથી ભીંડા ચોંટશે નહિ.

9. કસુરી મેથીનો વારંવાર ઉપયોગ ન કરવો હોઇતો, મેથીની ભાજીને પેનમાં થોડી ગરમ કરી, ઠંડી કરી ઉપયોગ કારી શકાય.

10. ઈન્સ્ટન્ટ ઢોકળા બનાવવા સુઝી થોડી નાખવાથી ઢોકળા પોચા બનશે.

 

11. કોથમીર તાઝી રાખવા તેના મૂળિયા પાણીના ગ્લાસમાં બોળી રાખવાથી તે તાઝી રેહશે.

12. સંભારની દાળ બનાવી હોઇતો, તુવેરની દાળ અને ચણાની દાળ સાથે મીઠું અને હળદર નાખીને બાફવી.

13. અથાણું બનાવતી સમયે તેલ ગરમ કારી નાખવું.

14. બેસન / ચણાના લોટના ઢોકળા બનાવવા માટે Fruit salt નો ઉપયોગ કરવાથી ઢોકળા સારા બનશે

15. કેકમાં Nuts નાખતા પેહલા તેને મેંદામાં બોળી નાખવાથી, તે કેકમાં અલગ અલગ રેહશે, ભેગી નહિ થઈ જાય.

 

16. લીંબુ સુકાઈ ગયેલ હોય કે બહુ કઠણ –સખત હોય તો તે ગરમ પાણીમાં રાખવાથી તેમાંથી ખૂબ સરળતાથી વધુ રસ નીકળી શકે છે.

17. મહિનામાં એક વખત મિક્સર – ગ્રાઈન્ડરમાં મીઠું નાંખી અને તે ચલાવી લેવું. જેથી બ્લેડની ધાર તેજ થશે.

18. નૂડલ્સને બાફી લીધા બાદ તેમાં ઠંડું પાણી નાખવામાં આવે તો નૂડલ્સ આપસમાં એકબીજાને ચોંટી /ચિપકી નહિ જાય.

19. નૂડલ્સણે બાફતી સમયે તેમાં ૨ ચમચી તેલ નાંખવાથી નૂડલ્સ એક બીજાં સાથે ચિપકી નહિ જાય.

20. પનીરને બ્લોટિંગ પેપરમાં લપેટીને ફ્રીઝમાં રાખવાથી તે લાંબો સમય સુધી તાજું રહે છે.

 

21. મેથીમાંથી કડવાશ દૂર/ઓછી કરવા, તેમાં મીઠું નાખી અને થોડો સમય અલગ રાખી દેવાથી કડવાશ ઓછી થઇ જશે.

22. એક નાની ચમચી ખાંડ ણે કથાઈ કલર/રંગ થાય ત્યાં સુધી ગરમ કરી અને કેકના મિશ્રણમાં ભેળવી દેવાથી કેકનો રંગ સારો આવશે.

23. બટેટાના સ્ટફ્ડ પરોઠા બનાવો ત્યારે તેના માવામાં થોડી કસૂરી મેથી નાંખવાથી તેનો સ્વાદ જ કંઈક અલગથી આવશે અને જે બધા તેણે વધુ પસંદ કરશે.

24. ફ્લાવરને બાફવાથી તેના રંગમાં ફેરફાર થઇ જાય છે., ટ ન થવાં દેવું હોય તો ફલાવરના શાકમાં એક ચમચી દૂધ અથવા સિરકો નાંખવાથી તમે જોઈ શકશો કે ફલાવરના રંગમાં કોઇ જ ફેરફાર ન થતા મૂળ રંગ જળવાઈ રહેશે.

25. રોટલીનો લોટ કે પરોઠાનો લોટ બાંધતી વખતે પાણી સાથે થોડું દૂધ પણ ઉમેરવું. તેનાથી રોટલી અથવા પરોઠાનો સ્વાદ બદલાઈ જશે.

 

26. લોટના ડબામાં તેજ પત્તા રાખવાથી ભેજ લાગશે નહિ અને લોટ લાંબા સમય સુધી સારો રહેશે.

27. ઘરે રૂમાલી રોટી બનાવવા રોટલીને પાતળી વણવી. કઢાઈને ઊલ્ટી મૂકી ગરમ કરવી અને રોટલીને તેના પર શેકવી.

28. મગની દાળના મિશ્રણમાં એક ચમચી ચોખાનો લોટ મિક્સ કરી પૂડલા બનાવવાથી તે વઘુ કરકરા બનશે.

29. ભીંડાને ક્રિસ્પી બનાવવા બે ચમચા છાશ અથવા થોડું દહીં નાંખીને તેજ આંચ પર રાંધવા.

30. દેશી ઘીને લાંબો સમય તાજુ રાખવા તેમાં ગોળ અને સિંધવ લુણનો ૧-૧ ટુકડો નાંખવો.

 

31. શાક અથવા દાળમાં નમક વઘુ પડી ગયું હોય તો કાચા બટેટાની સ્લાઈસ નાંખીને થોડીવાર ઉકાળવું. ખારાશ ઘટી જશે.

32. વડા બનાવતી વખતે ખીરું પાતળું બની ગયું હોય અને તળવામાં તકલીફ થતી હોય તો તેલમાં એક ચમચો ઘી મિક્સ કરવું.

33. બટાકાની સૂકી ભાજી કે રસાવાળું શાક બનાવી રહ્યાં છો તો તેમાં મોટી ઇલાયચી નાંખી દો. નવો જ સ્વાદ બનશે.

34. શાકનો વઘાર કરતી વખતે તેલમાં પહેલા હળદર નાંખો, તેલના છાંટા ઓછા ઉડશે.

35. કોઇપણ રસાવાળું શાક ઘટ્ટ કરવું હોય તો ઘીમાં શેકેલી ડબલરોટીનો ભૂક્કો તેમાં મિક્સ કરી દો. આનાથી શાક ઘટ્ટ તો થશે જ સાથે સ્વાદિષ્ટ પણ બનશે.

ટીપ્પણી