30 નવેમ્બરે મંગળનું રાશિ પરિવર્તન, આ 9 રાશિઓના જાતકો માટે સમય હશે કષ્ટદાયી

મંગળ ગ્રહ 30 નવેમ્બર 2017ના રોજ પ્રાત:કાળ 5:44 કલાકે કન્યા રાશિમાંથી પરિવર્તન કરી તુલા રાશિમાં પ્રવેશ કરશે. મંગળ ગ્રહ નવગ્રહોમાં સેનાપતિ તરીકે પણ ઓળખાય છે. મંગળ જ્યારે રાશિ પરિવર્તન કરે છે ત્યારે તે રાશિમાં અંદાજે 57 દિવસ સુધી રહે છે. મંગળ જ્યારે રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેની અસર દરેક રાશિ પર થાય છે.
મંગળના સ્થાન અને ગોરચ અનુસાર આ અસર સકારાત્મક તેમજ નકારાત્મક હોય શકે છે. મંગળની નકારાત્મક અસર જો જાતક પર પડતી હોય તો તે જાતકના લગ્નજીવનમાં સમસ્યાઓ ઉત્પન્ન કરે છે. મંગળ દોષના કારણે વ્યક્તિને દરિદ્રતા પણ સહન કરવી પડે છે. આગામી 30 તારીખ અને ગુરુવારે મંગળ તુલા રાશિમાં પ્રવેશ કરશે ત્યારે જાણી લો આ પરિવર્તનની કેવી અસર કઈ રાશિ પર થશે. આ સાથે જ જાણો મંગળની નકારાત્મક અસરથી કયા ઉપાયો કરી બચી શકાય છે.

મેષ

આ રાશિના જાતકોના દાંપત્ય સુખ પર મંગળના ગોચરની નકારાત્મક અસર થશે. પતિ-પત્ની વચ્ચે મતભેદ થઈ શકે છે. દાંપત્યસુખમાં ઘટાડો થઈ શકે છે. ભાઈ-બહેનના સંબંધ પણ મતભેદ ભર્યા રહે. માનસિક તેમજ શારીરિક કષ્ટ ભોગવવું પડે.

વૃષભ

વૃષભ રાશિના જાતકો માટે આ સમય ઉત્તમ બની રહેશે. આ સમયમાં શત્રુઓનો પરાજય થશે અને મંગળના ગોચરના પરિણામે આપના સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. આ સમયમાં આવકના સ્ત્રોત પણ વધશે. આર્થિક લાભ થવાના સંકેત મળે છે.

મિથુન

આ સમય મિથુન રાશિના જાતકો માટે કષ્ટદાયી સાબિત થઈ શકે છે. સંતાનથી કષ્ટ થાય અને ધન હાનિના પણ યોગ સર્જાશે. તેથી હિતાવહ છે બિનજરૂરી ખર્ચ કરવાથી બચવું. આ સમય દરમિયાન રોકાણ કરવાથી પણ બચવું અન્યથા નુકસાન થઈ શકે છે. શત્રુઓના કારણ સમસ્યાઓમાં વધારો થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી અન્યથા ગંભીર પરિણામ ભોગવવું પડશે.

કર્ક

મંગળના રાશિ પરિવર્તનની કર્ક રાશિ પર પણ નકારાત્મક અસરો જોવા મળશે. જમીન-મકાન-સંપત્તિમાં નુકસાની સહન કરવી પડે. માતાને કષ્ટ થઈ શકે છે. આ સમયમાં વાહન દુર્ઘટના થવાની સંભાવના હોવાથી વાહન ધીમે ચલાવવું. પારિવારિક સુખ ઘટશે અને માનસિક અશાંતિ વધે. હૃદય સંબંધિત સમસ્યાઓ સતાવી શકે છે. વાણી અને ક્રોધ પર કાબૂ રાખવો નહીં તો જાહેર જીવનમાં અપમાન સહન કરવું પડશે.

સિંહ

મંગળનું રાશિ પરિવર્તન સિંહ રાશિના જાતકો માટે શુભ ફળદાયી નીવડશે. મંગળના આ ગોચરથી સિંહ રાશિના જાતકોના પરાક્રમમાં વૃદ્ધિ થશે. શત્રુઓ પર વિજયી થશો. કાર્યસ્થળ પર અધિકારીઓનો સહકાર પ્રાપ્ત થશે.

કન્યા

કન્યા રાશિના જાતકો પર મંગળના ગોચરની નકારાત્મક અસર જોવા મળે છે. કન્યા રાશિના જાતકોના સાહસમાં ઘટાડો થશે. ધન હાનિના યોગ સર્જાશે. નવા કાર્યો આ સમયમાં શરૂ ન કરવા. આ સમય અસફળતાઓ સૂચવી રહ્યો છે. ચોરીથી નુકસાન થવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

તુલા

તુલા રાશિના જાતકો માટે મંગળ અશુભ ફળદાયી છે. આ સમયમાં વાહન દુર્ઘટનાથી સાવધાન રહેવું. અગ્નિથી સાવધાન રહેવું. સ્વાસ્થ્ય પણ બગડી શકે છે રક્ત સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. નવા શરૂ કરેલા કાર્યોમાં નિષ્ફળતા મળે તેવી સંભાવના વર્તાઈ રહી છે.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકોને મંગળ આર્થિક કષ્ટ આપશે. આ સમય દરમિયાન આવક કરતાં ખર્ચમાં વધારો થશે. જો કે આ સમયમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે પ્રવાસના યોગ સર્જાશે. આંખ સંબંધિત સમસ્યાઓ સતાવી શકે છે. ભાઈ-બહેન સાથે વિવાદ થઈ શકે છે. દાંપત્યજીવનમાં પત્ન તરફથી ક્લેશ વધી શકે છે.

ધન

આ રાશિના જાતકોને મંગળના રાશિ પરિવર્તનથી લાભ પ્રાપ્ત થશે. આવકમાં વૃદ્ધિ થશે અને કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. ભાઈ-બહેનો તરફથી પણ લાભ થાય. સંપત્તિમાં વધારો થાય. શત્રુઓનો પરાજય થશે.

મકર

મકર રાશિના જાતકો માટે પણ મંગળનું ગોચર કષ્ટદાયી હશે. આ સમયમાં વાહન દુર્ઘટનાથી સંભાળવું. ધનહાનિ થવાના યોગ સર્જાશે. કાર્યક્ષેત્રમાં પણ સમસ્યાઓ વધી શકે છે.

કુંભ

કુંભ રાશિના જાતકોની સમસ્યાઓમાં મંગળ વધારો કરશે. આ રાશિના જાતકોના આત્મવિશ્વાસ અને સાહસમાં ઘટાડો થાય તેવી ઘટના બને. કાર્યક્ષેત્રમાં અધિકારીવર્ગ તરફથી સહકાર પ્રાપ્ત ન થાય. ભાઈ-બહેનો તરફથી કષ્ટ થાય. શત્રુઓ પણ આ સમય પર દરમિયાન તમારા પર હાવિ થઈ શકે છે.

મીન

મીન રાશિના જાતકો માટે મંગળનું ગોચર અશુભ રહેશે. આ સમયમાં ધન હાનિ થઈ શકે છે. પ્રવાસ પાછળ ખર્ચ વધશે. કાર્યોમાં પણ અસફળતા પ્રાપ્ત થાય. ઘરમાં વિવાદના કારણે અશાંતિ વધે.

મંગળના અશુભ પ્રભાવથી બચવા કરો આ ઉપાય

• દર મંગળવારે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરવું. આ ઉપાયથી બજરંગબલી પ્રસન્ન થાય છે અને મંગળના દોષનું શમન થશે.
• મંગળવારે લાલ મસૂરની દાળનું દાન કરવું, આ ઉપાયથી મંગળ દોષની શાંતિ ઝડપથી થાય છે.
• નિયમિત રીતે શિવલિંગ પર જળ ચઢાવવું અને લાલ ફૂલ અર્પણ કરવું.
• રોજ હનુમાનજી સમક્ષ તેલનો દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાના પાઠ કરવો.
• માછલીઓને લોટ અને ગોળની ગોળીઓ ખવડાવવી. આ ઉપાય રોજ કરી શકાય તેમ ન હોય તો દર મંગળવારે અચૂક કરવો.

સંકલન : દીપેન પટેલ

શેર કરો આ માહિતી તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ…

ટીપ્પણી