આ 21 વર્ષના યુવાન પર છે રાજકોટમાં CM રૂપાણીને જીતાડવાની જવાબદારી, કોણ છે જાણવા કરો ક્લિક

રાજકોટ (પૂર્વ)ના વિધાનસભ્ય અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી હાલ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવાના પ્રયાસોમાં દિવસરાત એક કરી રહ્યા છે ત્યારે તેમને ચૂંટણીમાં જીતાડવાની જવાબદારી ઉપાડી છે 21 વર્ષના યુવાને. આ યુવાનનું નામ છે રુષભ અને તે વિજય રૂપાણીનો દીકરો છે. રુષભ હાલમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહ્યો છે અને તેની આગેવાની હેઠળ જ વિજય રૂપાણીના ચૂંટણી પ્રચારની કામગીરી ચાલી રહી છે.

હાલમાં વિજય રુપાણી ચૂંટણીમાં વ્યસ્ત હોવાના કારણે તેમને પોતાની બેઠક પર જ પ્રચાર કરવાનો સમય નથી. તેમના વિરોધી અને કોંગ્રેસના વિધાનસભ્ય અને ગુજરાત કોંગ્રેસના મજબૂત ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરુએ વિજય રૂપાણી સામે લડવાની તૈયારી છેલ્લા છ મહિનાથી શરૂ કરી દીધી હોવાથી સ્વાભાવિક રીતે ઇન્દ્રનીલ રાજગુરુનું અત્યારે પલડું ભારે લાગે છે.

રાજકોટ પશ્ચિમ બેઠક પર મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપમાંથી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરે છે. ત્યારે ‘આપ’ દ્વારા આ બેઠક માટે રાજેશ ભૂતનું નામ જાહેર કરાયું છે. ગોપાલે જણાવ્યું હતું કે રાજકોટ પશ્ચિમ પરના ઉમેદવારોમાં એક પાસે રૂપિયા છે અને એક પાસે ખુરશી છે. માટે તેની સામે ‘આપ’ના ઉમેદવાર ડોર ટુ ડોર પ્રચાર કરી લોકોની સાથે રહેશે.

સૌજન્યઃ સંદેશ

ટીપ્પણી