દરેક ભારતીયને ગર્વ લેવા જેવી વાત છે, આપણા ભારતીય ડોક્ટરોની ટીમે કરી કમાલ…

આપણે અવારનવાર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કે અન્ય કોઈ અંગનું ટ્રાન્સપ્લાન્ટ દ્વારા કોઈનો જીવ બચ્યો હોય તેવું સાંભળ્યું છે પણ આપણે કોઈના હાથના ટ્રાન્સપ્લાન્ટ વિષે ભાગ્યે જ સાંભળ્યું હશે. એમ્સના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં માત્ર આંઠ હાથ ટ્રાન્સપ્લાન્ટના સફળ ઓપરેશન થઈ શક્યા છે.

આ 19 વર્ષની છોકરી તે આંઠ લોકોમાંની છે જેમના હાથને સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન કરવામાં આવ્યા છે અને તેમને પોતાનો હાથ પાછો મળી ગયો છે. એક ભયાનક દુર્ઘટનામાં તેણીએ પોતાનો હાથ ગુમાવી દીધો હતો. શ્રેયા સિદ્ધનગૌડાને જીવનની સૌથી કપરી સ્થિતિમાંથી ત્યારે પસાર થવું પડ્યું જ્યારે તેણીએ એક દુર્ઘટનામાં પોતાના બન્ને હાથ ગુમાવી દીધા.

શ્રેયા 27 સપ્ટેમ્બર 2016ના રોજ મણિપાલ યુનિવર્સિટી જવા માટે પૂણેથી બસમાં મુસાફી કરી રહી હતી, ત્યારે જ તેમના જીવનની ભયાનક દૂર્ઘટના ઘટી. તેણીની બસનું એક્સિડેન્ટ થઈ ગયું અને તેણે પોતાની જાતને બચાવવા માટે બસમાંથી બહાર નીકળવા પ્રયાસ કર્યો. જ્યારે તેણી બહાર આવી ત્યારે તેણીને ભાન થયું કે તેના હાથમાં કોઈ જ સંવેદના નહોતી થઈ રહી.

શ્રેયાને પૂણેની હોસ્પિટલમાં લાવવામાં આવી. પહેલા દિવસે તેણીને આઈસીયુમાં રાખવામાં આવી અને તેના માતિપતાની રાહ જોવામાં આવી. જ્યારે તેણીના માતાપિતા આવ્યા ત્યારે ડોક્ટરે તેમને કડવું સત્ય જણાવ્યું. તેમણે શ્રેયાના માતાપિતાને જણાવ્યું કે તેમણે શ્રેયાનો એક હાથ કાપી નાખ્યો છે. શ્રેયાને લાગ્યું કે તેનું જીવન તો એક હાથમાં પણ સરસ રીતે પસાર થઈ જશે પણ ત્યારે તેને બીજો આઘાત લાગ્યો જ્યારે ડોક્ટરે તેનો બીજો હાથ પણ કાપવાનું કહ્યું.

એક છોકરી જે હંમેશા જીવનમાં ખુશ રહેતી હતી, આજે અચાનક તેણે પોતાના હાથ ખોવાનો વારો આવ્યો હતો. તેણીનું જીવન એવી અંધારી ગુફા જેવું હતું જેનો બીજો કોઈ છેડો નહોતો. શ્રેયાએ કૃત્રિમ હાથ લગાવવાનો પ્રયાસ કર્યો પણ તેનાથી તે પોતાના સામાન્ય કામકાજ પણ નહોતી કરી શકતી. તેણીએ પોતાની જાતને નસીબના ભરોસે છોડી દીધી. એક વર્ષ બાદ તેણીને હાથનો દાતા મળી ગયો. એક 20 વર્ષનો છોકરો હતો, સચિન, જેનો મોટરસાઇકલ દ્વારા અકસ્માત થઈ ગયો હતો અને ડોક્ટરોએ તેને બ્રેઇન ડેડ જાહેર કરી દીધો હતો.

આસર્જરી દ્વારા શ્રેયા પોતાના જુના જીવનમાં સકારાત્મક રીતે પાછી ફરી છે. તે પોતાના જીવનની દરેક ક્ષણને સરસ રીતે જીવવા માગે છે. એ તો સ્પષ્ટ જ છે કે રંગ તેમજ સંરચનામાં અંતર હોવાથી થોડી તકલીફ ભોગવવી પડે છે પણ નસીબમાં હંમેશા કંઈ મેચિંગનું નથી મળતું. તે તેનું નસીબ જ હતું કે તેના હાથ ગુમાવ્યાના એક જ વર્ષમાં તેને પોતાનો હાથ મળી ગયો.

જો શ્રેયાને કોઈ ડોનર ના મળત અથવા તો સર્જરીના સમયે કોઈ સમસ્યા ઉભી થઈ હોત તો તેના માટે તે ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ રહેત. તેણીને પોતા હાથનો સામાન્ય ઉપયોગ કરવામાં 2 વર્ષ લાગ્યા. આટલી બધી તકલીફો સહન કર્યા બાદ પણ તેણીને પોતાના જીવનથી કોઈ જ ફરિયાદ નથી અને તે પોતાના નવા જીવન સાથે સુખી છે.

એમ્સના હેડ પ્લાસ્ટિક અને રિકંસ્ટ્રક્ટિવ સર્જન સુબ્રમનિયન ઐયરનું કહેવું છે “ઉપરના હાથનું ટ્રાન્સપ્લાન કરવું ખુબ જ પડકારજનકગ હોય છે કારણ કે તેમાં ઘણીબધી નસો, મસલ્સ અને આર્ટરીઝ જોડાયેલી હોય છે.”

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

શેર કરો આ ગર્વની વાત દરેક ભારતીય મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી