તમારી ફર્ટીલીટી બૂસ્ટ કરવાના 19 ઉપાય, આ 19 ઉપાય અપનાવી વધારો તમારી ફળદ્રુપતા

તમે જ્યારે કોઈ નાનકડા બાળકને રમતું જુઓ, તેને બાબા ગાડીમાં પગ પછાડતું જોઓ, તેની માતાને વળગેલું જુઓ ત્યારે તમારું મન દુઃખી થઈ જતું હશે કેમ.  તમે તમારી બહેનપણી કે તમારી બહેનના નવજાત બાળકને છાતીએ વળગાડી રડો છો. ટુંકમાં તમે જ્યારે કોઈના પણ નવજાત કે પછી નાનકડા ભુલકાને જુઓ છો ત્યારે તમારું મન કકળી ઉઠે છે કે મારે પણ તેના જેવું બાળક કેમ નથી ! એક સ્ત્રી હોવું તે તો ભાગ્યની વાત છે જ પણ એક માતા હોવું તેતો અહોભાગ્યની વાત છે. તે સ્ત્રીનો બીજો જન્મ હોય છે. પણ કેટલીએ એવી સ્ત્રીઓ છે જે માતા બનવા આતુર હોય છે પણ બની નથી શકતી. તમે મહિનાઓ સુધી બાળક માટે ખુબ પ્રયાસ કરો છો પણ પ્રેગ્નન્સી ટેસ્ટની સ્ટીક પર તમને ક્યારેય યસ તરફનો ઇશારો જોવા નથી મળતો. તો મુંજાશો નહીં તમે આ નીચે જણાવેલી કેટલીક ટીપ્સ દ્વારા તમારી ફળદ્રુપતા વધારી શકો છો અને તમે ગર્ભવતી પણ થઈ શકો છો.

તમારા શરીરના મૂળભૂત તાપમાનનો ચાર્ટ બનાવોઃ

તમારા શરીરના મૂળભૂત તાપમાન (બેઝલ બોડી ટેમ્પ્રેચર (બીબીટી)) ની નોંધ રાખો જેથી કરીને તમે એ મુલ્યાંકન કરી શકો કે તમે ખરેખર અંડબીજ ઉત્પન્ન કરી રહ્યા છો.  તમારું બીબીટી એ તમારું સૌથી નીચું તાપમાન છે જેને તમે જ્યારે સંપૂર્ણ આરામમાં હોવ ત્યારે માપી શકો છો. આ ટેમ્પ્રેચર રીડીંગ તમારા માસિક ચક્ર દરમિયાન બદલાતું રહે છે. જે દિવસે તમે અંડબીજનું ઉત્પાદન કરશો તેના બીજા દીવસે તમારું બીબીટી 0.4 થી 1.00 ડીગ્રી વધેલું હશે અને તમારા બીજા પિરિયડ સુધી તે ઉંચકાયેલું જ રહેશે. તમારે તમારા શરીરનું આ બીબીટી નિયમિત નોંધતા રહેવું અને તેનો ચાર્ટ બનાવનો. જેને તમે બેઝલ થર્મોમીટર દ્વારા દરરોજ સવારે માપી શકો છો. રોજ નિયમિત સમય પર જ તમારે તમારું બીબીટી માંપવું અને નોંધવું. તેને થોડા મહિનાઓ સુધી નોંધો જેથી કરીને તમે ક્યારે અંડબીજ ઉત્પન્ન કરો છો તેનું મુલ્યાંકન કરી શકો. અને પછી તે જ સમય દરમિયાન એટલે કે જ્યારે તમે અંડોત્સર્જન કરી રહ્યા હોવ તે ગાળામાં જ સમાગમ કરો.

તમારા ગળાની લાળનું મૂલ્યાંકન કરો.

 

તમારી ફળદ્રુપતા જાણવા માટે તમારા ગળાની લાળના મૂલ્યાંકનને નોંધો. તમારા માસિક ચક્ર દરમિયાન તમારા ગળાની લાળ પ્રમાણ તેમજ ગુણવત્તાની રીતે બદલાતી રહે છે. તે ત્યારે સૌથી વધારે હોય છે જ્યારે તમે અંડબીજ ઉત્પાદન કરતાં હોવ છો. અને તમારા માસિકના તરત જ પછી તે સૌથી ઓછી હોય છે. તમે સૌથી ફળદ્રુપ ત્યારે હોવ છો જ્યારે તમારા ગળાની લાળ એગ વ્હાઇટ જેવી લાગે છે. દેખાવે તે સ્ટ્રેચી અને સ્પષ્ટ લાગે છે. આ પ્રકારની લાળ જેટલી વધારે હોય તેટલી તમારા ગર્ભવતી થવાની શક્યતા વધી જાય છે. અંડબીજ ઉત્પાદન ત્યારે થાય છે જ્યારે તમારા ગળાની લાળ જાડી હોય છે.

અંડોત્સર્જન માટેના કેલેન્ડરનો ઉપયોગ કરો.

ફર્ટિલીટી કેલક્યુલેટર અથવા કેલેન્ડર તમને તમારી સાઈકલની લંબાઈ જાણવામાં અને મહિનામાં જે દિવસે તમે સૌથી વધારે ફળદ્રુપ હોવ તે જાણવામાં મદદ કરશે. સમય જતાં તમને તમારી સાઇકલમાં એક પેટર્ન જેવા મળશે. અને તમે તે માહિતિનો ઉપયોગ એ મુલ્યાંકન કરવામાં કરી શકશો કે તમારા માટે ગર્ભવતિ થવાનો ચાન્સ ક્યારે સૌથી વધારે છે.  તેના માટે હેલ્ધી વૂમન્સ ઓવ્યુલેશન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.

ઓવ્યુલેશન (અંડોત્સર્જન) કીટનો ઉપયોગ કરોઃ

આ કીટ તમને મેડિકલ સ્ટોર પર કોઈ પણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર મળી જશે. આ ટેસ્ટ દ્વારા તમે જાણી શકશો કે તમે ક્યારે અંડોત્સર્જન કરી રહ્યા છો, એટલે કે તમે અંડબીજનું ઉત્પાદન ક્યારે કરી રહ્યા છો. તે રીતે તમને ખ્યાલ આવશે કે તમારે ક્યારે સેક્સ કરવું જોઈએ. જો કે તમે આ કીટ પર સંપૂર્ણ ભરોસો કરી શકો નહીં કારણ કે તે 100 ટકા ચોક્કસ નથી હોતી.

તમારા સામાન્ય વજનને જાળવી રાખો

તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે ન તો અંડરવેઇટ રહો કે ન તો ઓવરવેઈટ રહો એટલે કે તમારે નથી તો વધારે જાડું થવાનું કે નથી તો વધારે પાતળુ રહેવાનું. તમારે તમારા વજનને મેઇન્ટેઇન કરી રાખવાનું છે. તમારું સ્વસ્થ વજન તમારી રિપ્રોડક્ટિવ સાઇકલને બેલેન્સ કરશે. તમારું બીએમઆઈ (બોડી માસ ઇન્ડેક્સ) એટલે કે તમારા શારીરિક વજનના આંકની તપાસ કરતા રહો.  19 થી 24 નો આંક એ સ્વસ્થ વજનનો આંક છે. તેનાથી વધારે જો આંક જતો રહે તો તમારે તમારા ડોક્ટર સલાહકાર સાથે ચર્ચા કરવી.

તમે શું ખાઓ છો તેના પર ધ્યાન રાખોઃ

અનહેલ્ધી ફૂડની તમારા શરીર પર માઠી અસર થાય છે. પછી તે વધારે પ્રમાણમાં હોય કે ઓછા પ્રમાણમાં હોય. તે તમારી બિનફળદ્રુપતાને વધારે અસર કરે છે કારણ કે તે તમારી રીપ્રોડક્ટીવ સાઇકલને અનિયમિત બનાવે છે. અને તે તમારા બીજઉત્પાદનને ભાગ્યે જ થવા દે છે અથવા તે સદંતર બંધ કરી દે છે. તેના કરતાં તમે પ્રોટિનવાળા ખોરાક તરફ વળો. માસ વિગેરે દ્વારા પ્રોટિન મેળવવાની જગ્યાએ તમે શાક અને અનાજના પ્રોટિન સોર્સનો ઉપયોગ કરો. જેમ કે બાફેલા કઠોળ, સુકો મેવો. જ્યારે તમે પ્રાણીજન્ય પ્રોટિનની જગ્યાએ શાક તેમજ અનાજ દ્વારા પ્રોટિન મેળવો છો ત્યારે તમારી અફળદ્રુપતામાં 50 ટકા સુધીનો ઘટાડો આવે છે. જે ખરેખર નોંધનીય છે. શાકાહાર તરફ જવાનો આ બીજો મોટો ફાયદો છે. હાઇ-ફેટ ડેરી પ્રેડક્ટ્સનો તમારા ખોરાકમાં સમાવેશ કરો. કારણ કે જો તમે લો ફેટ ડેરી પ્રોડક્ટ્સ ખાશો તો તેનાથી પણ તમારી બીજઉત્પાદન ક્ષમતા ઘટવાની શક્યતા વધી જાય છે. તમે તમારા રોજના લો-ફેટ ડેરી સામે એક હાઈ ફેટ ડેરી પ્રોડક્ટને રિપ્લેસ કરો એટલે કે જો તમે એક ગ્લાસ લો ફેટ દૂધ પીતા હોવ તો તેની સામે એક ગ્લાસ હાઇ ફેટ દૂધ પીઓ.

હંમેશા હાઇડ્રેટ રહો. (શરીરમાંના તરલનું સંતુલન જાળવી રાખો)

તમારા ગળાનું તરલ – તે શુક્રાણુને તમારા અંડબીજને શોધવામાં મદદ કરે છે. પણ જો ત્યારે તમે પાણી ઓછું પીવો છો ત્યારે તેને તે મદદ મળતી નથી. એટલું પાણી પીવો કે તમારો પેશાબ હળવા પીળા રંગનો રહે.

કેફીનને બંધ કરો

શરીરમાં કેફિનનું ઉચ્ચું પ્રમાણ તમારી ગર્ભ ધારણ કરવાની ક્ષમતામાં ઘટાડો કરે છે. માટે બને તો કેફિન વાળી કોફી, ચા કે સોફ્ટડ્રીંક લેવનું બંધ કરો. જો તમને એવું લાગતું હોય કે તેમ કરવાથી તમારી સવાર સ્ફૂર્તિમય નહીં રહે તો તમે તે પ્રમાણ બને ત્યાં સુધી ઘટાડી શકો છો.

તમારા ગાયનેકને મળી તેની સાથે ચર્ચા કરો

તમારા ગાયનેક સાથે તમારા શારીરિક સ્વાસ્થ્યની ચર્ચા કરો. અને તેમને લાગશે તો તમારી જીવનશૈલીમાં કેટલાક પરિવર્તન લાવવાનું પણ કહી શકે છે જેથી કરીને તમને બાળક ધારણ કરવામાં મદદ મળી રહે. કેટલીક શારિરીક ફળદ્રુપતા સમસ્યાઓ આનુંવંશિક પણ હોય છે. માટે એ સારું રહેશે કે જો તમારા કુટુંબમાં પણ અફળદ્રુપતાનો ઇતિહાસ હોય તો તમે ડોક્ટર સાથે તે વિષે સલાહ લો.

ડેન્ટિસ્ટની મુલાકાત લો

પેઢાનો રોગ એ પ્રિમેચ્યોર ડીલીવરી તેમજ ઓછા વજનના બાળક સાથે સંકળાયેલો છે. અને જેવા તમે ગર્ભવતી બનો છો તમારા મોઢા તેમજ તમારા દાંતનું સ્વાસ્થ્ય બદલાય છે. તમારા દાંત તેમજ પેઢાંમાં કોઈ સમસ્યા છે કે નહીં તે ચેક કરવા માટે તમારે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ.

માનસિક તાણને કાબુમા રાખો

પ્રેગ્નન્ટ થવાનો એકધારો પ્રયાસ તમને માનસિક તાણ આપી શકે છે. માટે તમારા ટેન્શન તેમજ તાણને ઘટાડવાનો તેમજ તેને મેનેજ કરવાનો પ્રયાસ કરો. રિલેક્શ રહેવાની વિવિધ ટેક્નિકો અપનાવો જેમ કે મેડિટેશન, એક્યુપંક્ચર અથવા યોગા.

અતિ પરિશ્રમવાળો વ્યાયામ ન કરો

વ્યાયામ કરવો તે સારી વાત છે પણ જ્યારે તમારી ઇચ્છા હોય કે તમે પ્રેગ્નન્ટ થાઓ ત્યારે તમારે વ્યાયમ કરવો જોઈએ પણ અતિશય વ્યાયામ ન કરવો જોઈએ. કારણ કે તેમ કરવાથી તમારા માસિક ચક્રમાં પરિવર્તન આવી શકે છે અને તે તમને અફળદ્રૂપતા તરફ દોરી જાય છે. માટે તમે પ્રેગ્નન્ટ થવાનો પ્રયાસ કરી રહ્યા હોવ ત્યારે કોઈપણ જાતની ભારે એક્સર્સાઈઝ કરવી જોઈએ નહીં.

તમારા દવાના કબાટને જરા તપાસી જુઓ

કેટલીક દવાઓ ગર્ભાવસ્થા દરમિયાન નુકસાનકારક હોય છે અથવા તો ગર્ભધારણ કરતી વખતે નુકસાન કારક હોય છે. માટે તમે જે દવા લઈ રહ્યા હોવ તે બાબતે તમારા ડોક્ટરની ફરી સલાહ લો.

મદ્યપાન બંધ કરો

હા, એવા કોઈ પુરાવા નથી કે ક્યારેક- ક્યારેક વાઇનનો એક ગ્લાસ પી લેવાથી તમારી ફળદ્રુપતામાં કોઈ તકલીફ પડી હોય. પણ બને ત્યાં સુધી જ્યારે તમે ગર્ભ ધારણ કરવાનો પ્રયાસ કરતા હોવ તે દરમિયાન મદ્યપાનથી દૂર રહેવું જોઈએ.

ધૂમ્રપાન છોડોઃ

તમે અને તમારા પાર્ટનરે તમારા સ્વાસ્થ્ય તેમજ તમારી ફળદ્રુપતા અને તમારા સ્વસ્થ બાળક માટે ધૂમ્રપાન છોડી દેવું જોઈએ. તે શુક્રાણુની ગુણવત્તામાં ઘટાડો કરે છે અને મિસ્કેરેજના જોખમને વધારે છે.

ભરપુર વિટામિન્સ મેળવોઃ

તમારા ગાયનેકને પુછો કે પ્રિસ્ક્રિપ્શન વગરના કયા વિટામિનની તમારે જરૂર છે અને પ્રિસ્ક્રિપ્શનવાળા કયા વિટામિન તમારે લેવા જોઈએ. તે તમને ફોલિક એસિડ અથવાતો ફોલિક એસિડ સાથેના પ્રિનાટલ વિટામિન લેવાની સલાહ આપે. ફોલિક એસિડ તમારા બાળકમાંની કરોડમાંની જન્મજાત ખોડ અને અન્ય ન્યુરલ ટ્યૂબ ખામીઓના જોખમને ઘટાડે છે. ફોલિક એસિડ માટેના ખોરાકના સ્રોતોમાં કઠોળ, ઓરેન્જ જ્યૂસ, પાલક અને સ્ટ્રોબેરીઝનો સમાવેશ થાય છે.

ભરપૂર સેક્સ માણો

અઠવાડિયામાં બેથી ત્રણ વાર સેક્સ માણો. આમ કરવાથી તમારા ગર્ભવતિ થવાની શક્યતાઓ વધી જશે. કેટલાક નિષ્ણાતોનું તો એવું કહેવું છે કે જ્યારે તમે ગર્ભધારણ કરવા માગતા હોવ ત્યારે તમારે દિવસમાં એકવાર અથવા એક નહીં ને એક દિવસ સેક્સ માણવું જ જોઈએ. ખાસ કરીને તમે જ્યારે સૌથી વધારે ફળદ્રુપ હોવ ત્યારે અને જ્યારે અંડબીજ ઉત્પાદન કરી રહ્યા હોવ ત્યારે.

સેક્સ બાદ તમે શું કરો છો તેના પર ખાસ ધ્યાન રાખો

સેક્સ બાદ કેટલીક વસ્તુને અવગણવી જોઈએ જેમાં સોના બાથ, લાંબા સમય માટે દોડવું, ગરપાણીના ટબમાં બાથ લેવો અને અન્ય એવી પ્રવૃત્તિઓ જે તમારા શારીરિક તાપમાનમાં વધારો કરે છે.

એક અભ્યાસ પ્રમાણે જે કપલ ગર્ભ ધારણ કરવા માગતું હોય તે અનપ્રોટેક્ટેડ સેક્સ કરે છે અને એક વર્ષની અંદર જ ગર્ભ ધારણ કરી લે છે. જો તમારી સાથે તેમ ન થતું હોય તો તમારે તમારા ડોક્ટરને મળવું જોઈએ. જો તમારી ઉંમર વધારે હોય તો તમારે તરુંત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ કારણ કે ઉંમર વધવાની સાથે તમારી ફળદ્રુપતા ઘટતી જાય છે.  માટે જેટલા જલદી તમે ડોક્ટરની સલાહ લેશો તેટલી જલદી તમારી ફર્ટીલીટીની ટ્રીટમેન્ટ શરૂ થશે અને તમને ગર્ભધારણમાં સફળતા મળશે.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

આરોગ્યલક્ષી માહિતી રોજ રોજ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ : “જલ્સા કરોને જેંતીલાલ”

 

ટીપ્પણી