આ રહ્યા તમારું વજન ન ઉતરવા પાછળના 15 કારણો. અને, જાણી લો તેના સોલ્યુશન્સ

ખૂબ પ્રયત્ન કરવા છતાં જ્યારે વજન ન ઉતરે ત્યારે માણસ અકળાઈ જાય છે. એક્સરસાઈઝ, લાઈફસ્ટાઈલ ચેન્જ અને કાર્બોહાઈડ્રેટ્સ વાળા ખોરાક ખાવાની ઈચ્છા પર નિયમન રાખવા છતાં જ્યારે વજનનો કાંટો નીચે ન જતો હોય તો શું કરવું? ખૂબ પ્રયત્નો છતાં વજન ન ઉતરે ત્યારે જ 99 ટકા મહિલાઓ પોતાના પ્રયત્નો પડતા મુકી દે છે. કેમ કે વજન તો ઉતરતું નથી તો કસરત કરવાનો કે જાતને ભૂખ્યા રાખી તડપાવવાનો શો ફાયદો? રાઈટ? જવાબ છે ના. તમે પણ આવી ગેરસમજનો શિકાર બનો એ પહેલા વજન ન ઉતરવાના સાચા કારણો અંગે જાણી લો. વિજ્ઞાન કહે છે કે વેઈટ લોસ કરવાની પ્રક્રિયાને ઘણી બાબતો અસર કરતી હોય છે. આજે એ તમામ બાબતો અંગે માહિતી મેળવી લો

1)ચરબી અને સ્નાયુઓ વચ્ચેનો ભેદ પારખો
મોટાભાગના લોકો વજન ઉતારવાની પ્રક્રિયાને બોડી બિલ્ડીંગ સાથે સાંકળી દેતા હોય છે. એટલે હવે જ્યારે તમે જીમમાં જાવ તો મારે વજન ઉતારવું છે એમ બોલવાને બદલે મારે વધારાની ચરબી ઘટાડવી છે એમ કહેજો. શરુઆતમાં જ્યારે તમે તમારો વેઈટલોસ કાર્યક્રમ શુ કરો છો ત્યારે તમારા શરીરમાં રહેલું પાણીનું વજન ઘટે છે. જે જોઈને તમે એમ માની લો છો કે તમારું વજન ઉતરી ગયું. કસરત રેગ્યુલર કરતા થાવ તેના થોડાક દિવસમાં તમારું શરીર સ્નાયુઓ બનાવવા લાગશે, તમે જેટલો પ્રોટીનયુક્ત આહાર લેશો એટલા સ્નાયુઓ વધુ બનશે. જેને લીધે વેઈટીંગ સ્કેલનો પારો ઉપર જતો દેખાશે. આનાથી તમારે ગભરાવાની જરુર નથી. આવા સમયે તમે તમારા શરીરમાં રહેલી ચરબીનું પ્રમાણ ચકાસો. કોઈ પણ સારા જીમમાં બોડી ફેટ કેલ્યુક્યુલેટ કરવાની સુવિધા હોય જ છે. આ પરથી તમને તમારી ચરબી એકચ્યુઅલમાં ઘટી રહી છે કે કેમ તે અંગેની માહિતી મળશે.

2) તમારા વેઈટલોસ ગોલ અનરિયાલિસ્ટીક તો નથી ને
તમારો વેઈટલોસ ગોલ ક્યાંક અવાસ્તવિક તો નથી ને તે અવશ્ય ચકાસો. એક અઠવાડિયામાં 5 કિલો વજન ઉતરી જાય એ શક્ય નથી. કેટલાક ડાયેટ પ્લાન આ પ્રકારના વચન આપતા હોય છે પણ તે કાયમી ધોરણે કારગત નિવડતા નથી. તમારો ગોલ હંમેશા ધીરે-ધીરે ચરબી ઘટાડવાનો હોવો જોઈએ. એ માટે નાના-નાના શોર્ટ ટર્મ ગોલ બનાવો. અને તેને વળગી રહો. જેમ કે તમે કોઈ પણ પીણામાં ખાંડ ન નાખવાનો ગોલ રાખો, કે અઠવાડિયામાં 1 કિલો ઉતારવાનો ગોલ રાખો. ધીરે-ધીરે આ ગોલ પૂરા થતા જશે એમએમ તમે તમારા દેખાવમાં, કાર્યક્ષમતામાં અને માનસિક સ્વાસ્થ્યમાં પણ પોઝિટીવ બદલાવ જોઈ શકશો.

3) તમે હેલ્ધી ખોરાક લો છો એ તમારો ભ્રમ તો નથી

તમે હેલ્ધી ખોરાક લો છો અને તમારા શરીરની ચરબી એક ઈંચ પણ ઓછી નથી થતી.તો તમારે તમારા રોજીંદા આહાર પર ફરીથી એક નજર નાખવાની જરુર છે. આદર્શ રીતે તમારા આહારમાં સારી માત્રામાં પ્રોટીન, ડાયેટરી ફાઈબર, કોમ્પલેક્ષ કાર્બ્ઝ અને હેલ્ધી ફેટ્સ હોવા જરુરી છે. કઠોળ, ટોફુ, મશરુમ્સ, સોયા ચન્ક્સ વગેરેને પ્રોટીનના સોર્સ ગણવામાં આવે છે. ડાયેટરી ફાઈબર અને કોમ્પલેક્ષ કાર્બ્ઝ મેળવવા માટે તમારે રોજ શાકભાજી અને ફળોનું સેવન પણ કરવુ પડે. અને હેલ્ધી ફેટ માટે દરરોજ નાની માત્રામાં અવાકાડો, ક્લેરીફાઈડ બટર, સૂકો મેવો, ઓલિવ ઓઈલ, ફલેક્ષસીડ ઓઈલ વગેરે લો.
આ સિવાય દરરોજ નાસ્તામાં શુ લો છો તેના પર પણ નજર રાખો. તૈયાર ફ્ટ જ્યુસ,ઠંડા પીણા, સોડા, વેફર, માયોનીઝ અને ખાંડ સાથેની મલાઈદાર કોફી આ તમામ વસ્તુ તમારા વેઈટ લોસને નિષ્ફળ બનાવવાની દિશામાં કામ કરે છે.

4) મિક્સ વર્કઆઉટ કરો
તમારું વજન નથી ઉતરતું એનું એક કારણ તમે એક જ પ્રકારની એક્સરસાઈઝ કર્યા કરતા હોવ એ પણ હોઈ શકે છે. માટે વજન ઉતારવા કાર્ડિયોની સાથે યોગ, એરોબિક્સ, વેઈટ લિફટીંગ વગેરે પણ કરતા રહો

5) પૂરતું પાણી પીવાની ટેવનો અભાવ
શરીરનું 75 ટકા વજન પાણીના લીધે હોય છે. પાણી શરીરની અનેક આંતરીક ક્રિયાઓ બરાબર કરવામાં મદદ કરે છે. જો તમે પરતા પ્રમાણમાં પાણી નથી લેતા તો આ ક્રિયાઓ બરબર રીતે થતી નથી. પરિણામે તમારી ચયાપચયની ક્રિયા નબળી પડી જાય છે, ખોરાક પણ પચતો નથી અને શરીરમાંથી ઝેરી તત્વો સંપૂર્ણપણે બહાર આવતા નથી. જો તમે વજન ઉતારવાનો પ્રયાસ કરતા હોવ તો તમારું મેટાબોલિઝમ, તમારુ પાચન, વિસર્જન વગેરે પ્રક્રિયાઓ શ્રેષ્ઠ રીતે થાય તે અત્યંત જરુરી છે. તેથી રોજનું ચારેક લીટર જેટલું પાણી અવશ્ય પીવો.

6) તમે પ્રોટીનયુકંત આહાર નથી લેતા
પ્રોટીન એ તમારા શરીરનો અભિન્ન હિસ્સો છે. તમારા વાળથી માંડીને તમારા શરીરના ઉત્સેચકો સુધી બધું જ પ્રોટીન છે. પ્રોટીન યુક્ત આહાર લેવાથી તમને સ્નાયુઓ બનાવવામાં અને આકર્ષક દેખાવવામાં મદદ મળશે. તેથી તમારે દરેક ભોજનમાં ઓછામાં ઓછી એક પ્રોટીનયુક્ત વસ્તુ ખાવાની ટેવ પાડવી જોઈએ.

7) ભોજન બનાવવાની રીત પણ ચકાસો
તળવાને કારણે, ખોરાકને લાંબો સમય રાંધવાને કારણે તેના પોષક તત્વો નાશ પામે છે. આખી શક્ય હોય એટલા કાચા, ઓછા તેલમાં ધીમી આંચે પકાવેલા કે પછી બાફેલા શાકભાજીને આહારમાં લેવાની ટેવ પાડો.

8) ટેબલ-ખુરશીની નોકરી
જો ટેબલ ખુરશી પર કામ કરવું પડે એવી નોકરી હોય તો તમારે એક જ જગ્યાએ ઓછામાં ઓછા 8 કલાક બેસી રહેવું પડે છે. એક જગ્યાએ બેસી રહેવાને કારણે ચયાપચયની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને તમે ગ્રહણ કરેલો મોટોભાગનો આહાર ચરબીના રુપમાં ફેરવાઈ જાય છે. આથી દર થોડાક સમયે ઉભા થઈ આંટો મારો કે ઓફિસમાં થઈ શકે તેવી હળવી કસરત કરો. પાણી પણ પીતા રહો.

9) ફેટયુક્ત આહાર ન લો
ચરબીથી છૂટકારો મેળવવા માટે ચરબીયુક્ત આહાર લેવાનું ટાળો. ઓમેગા 3 ફેટી એસિડ ધરાવતો આહાર ગ્રહણ કરો. બદામ, અખરોટ, પિસ્તા, ઓલિવ ઓઈલ,રાઈસ બ્રાન તેલ, ફ્લેક્સસિડ્સ, ફ્લેક્સસિડબટર, કોળાના બીજ, સૂર્યમુખીના બીજ, સૂર્યમુખીના બીજનું માખણ, પીનટ બટર અને ઘીને ગુડ ફેટ તરીકે ઓળખવામાં આવે છે. યોગ્ય માત્રામાં તેનો વપરાશ કરવાથી વેઈટ લોસની પ્રક્રિયામાં મદદ મળે છે.

10) દર ત્રણ-ચાર કલાકે થોડો-થોડો આહાર લેતા રહો
શરીરને ભૂખ્યું રાખવાથી વજન ઉતરતું નથી. જ્યારે તમે શરીરને ભૂખ્યું રાખો છો ત્યારે મગજની કામ કરવાની ક્ષમતા પણ ધીરી થઈ જાય છે. તમારી પાચનક્રિયાને તો અસર પહોંચે છે જ પણ સાથે તમે જ્યારે ખાવ ત્યારે વધારે માત્રામાં ખોરાક ખાઈ લો છો. આવું ન થાય એ માટે દર ત્રણ-ચાર કલાકે ખાવ. તમારા ખોરાકની માત્રાને નિયંત્રણમાં રાખો. સવારનો નાસ્તો અવશ્ય કરો.

11) વધારે પડતું હેલ્થ ફૂડ પણ નુકસાન કરે છે.
માન્યું કે ફળો-શાકભાજી-કઠોળ વગેરે હેલ્ધી છે. પણ વધારે પડતુ હેલ્થ ફૂડ લેવાથી પણ શરીરને નુકસાન થઈ શકે છે. કારણ કે આ તમામ વસ્તુઓમાં કુદરતી ખાંડ અને કાર્બોહાઈડ્રેટ્સ તો હોય જ છે. અને આ વસ્તુઓ લીધા પછી જો તમે વર્કઆઉટ નથી કરતા તો તેમાંથી મળેલી એનર્જી વપરાતી નથી. અને ફેટના સ્વરુપમાં જમા થાય છે

12) પૂરતી ઉંઘ લો
સાત કલાક કરતા ઓછી ઉંઘ લેનારને સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ ઉભી થાય છે. સતત કામ કરતા મગજને આરામની જરુર પડે છે અને ઉંઘ એ આરામ આપે છે. કસરત દરમિયાન થાકી ગયેલા સ્નાયુઓને પણ ઉંઘ દરમિયાન આરામ મળી રહે છે. પૂરતી ઉંઘ ન લેવાને કારણે હોર્મોનલ ઈમબેલેન્સ, વેઈટ ગેઈન, થાક લાગવો જેવી સમસ્યાઓ સર્જાય છે. આથી દરરોજ સાંજે સાડાસાતની આસપાસ જમી લો. અને મેક્સિમમ અગિયાર વાગ્યે સુવાની ટેવ પાડો.

13) વધુ પડતું વર્કઆઉટ ન કરો
જો તમે માનતો હોવ કે વધારે વર્કઆઉટ કરવાથી વધારે વજન ઉતરશે. તો તમે ખોટા છો. ઉલ્ટું વધારે વર્કઆઉટ કરવાના ચક્કરમાં શરીરને ઈજા થવાનો ખતરો વધી જાય છે. તમારા સ્ટેમિના પ્રમાણેની કસરત કરો. ધીરે-ધીરે વર્કઆઉટની ઈન્ટેન્સીટી અને ટાઈમિંગ વધારતા જાવ.

14) ખાતી વખતે માત્ર ખાવા પર ધ્યાન આપો
ખાતી વખતે મોબાઈલ, ટીવી, લેપટોપ બધું જ બંધ કરી દો. પૂરેપુરું ધ્યાન ખાવા પર આપવાથી આપણે કેટલી માત્રા લઈએ છીએ તેના પર ધ્યાન રાખી શકાય છે.

15) તમને પ્રોત્સાહિત કરે એવી વ્યક્તિની કંપનીમાં રહો
આપણા વજનને અસર કરતા સૌથી મોટા પરિબળોમાં એક આપણી કંપની છે. તમે ડાયેટીંગ સ્ટાર્ટ કર્યું હોય ત્યારે તમને ડિમોટીવેટ કરનારા લોકો કેટલાય લોકો તમારી આસપાસ હશે. આથી જ્યારે વજન ઉતારવાનું મન બનાવીજ લીધું હોય તો આ અંગે તમારા મિત્રો અને પરિવારજનોને વાત કરો. અને તેમને કહો કે તમારી આ જર્નીમાં તેઓ તમને પ્રોત્સાહિત કરતા રહે.

અનુવાદક – વિદુષી પંડ્યા

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block