લીંબુનાં 15 ફાયદા જે તમને હમેશાં રાખશે Hit & Fit

લીંબુ વિટામીન સીનો એટલો મોટ સ્ત્રોત છે કે તેનાંથી રસોઈમાં જ નહીં પણ માણસનાં શરીરને પણ ઘણાં ફાયદા થાય છે. રોગપ્રતિકારતા વધારતું, ઘણા બધા રોગને મટાડવામાં અક્સીર છે. તે ન ફક્ત શરીરને આંતરિક રોગપ્રતિકારક શક્તિ વધારે છે પણ ચહેરાની સુંદરતા, વાળની ચમક વધારે છે. નેચરલ બ્લીચ તરીકે ઓળખાતા આ લીંબુનાં 15 ફાયદા જાણો.

લીંબુનાં 15 ફાયદા નીચે મુજબ છે :

 1. લીંબુના રસમાં મીઠું મેળવીને બે-ત્રણ અઠવાડિયા સુધી પીવાથી પથરી ઓગળી જાય છે.
 2. એક ગ્‍લાસ નવશેકા પાણીમાં અડધું લીંબુ તથા પા ચમચી મરીનું ચૂર્ણ નાખી થોડા દિવસ પીવાથી લીવરની તકલીફ મટે છે. તેમજ વજન પમ ઘટે છે.
 3. લીંબુનો રસ થોડા પાણીમાં પીવાથી ગળાની તકલીફ દૂર થાય છે.
 4. એક ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી આદુનો રસ નરણે કોઠે પીવાથી કોઇ પણ જાતનાં પાચનતંત્રની સમસ્યા દૂર થાય છે.
 5. એક લીંબુનો રસ કાઢી તેમાં સિંધવ અને સાકર નાખીને પીવાથી પિત્તની ઊલટી, અતિસાર અને મરડો મટે છે.
 6. લીંબુ અને ડુંગળીનો રસ ઠંડા પાણીમાં મેળવીને આપવાથી કોલેરામાં ફાયદો થાય છે.
 7. લીંબુનો રસ ગરમ પાણીમાં મેળવીને રાતે સૂતી વખતે પીવાથી શરદી મટે છે.
 8. એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ ભેળવીને રોજ ચાટી જવાથી ખાંસી મટે છે. તેમજ દમનો હુમલો બેસી જાય છે.
 9. એક ગ્‍લાસ ઠંડા પાણીમાં એક લીંબુનો રસ નાખી દરરોજ સવારે પીવાથી કબજિયાત મટે છે.
 10. દૂધ ન પચતું હોય તો થોડા દિવસ સવારે ઊઠ્યા પછી સૌપ્રથમ લીંબુવાળું પાણી પીવાથી થોડા દિવસમાં દૂધ પચવા લાગે છે.
 11. લીંબુના રસમાં મધ ભેળવીને નાનાં બાળકોને ચટાડવાથી તેઓ ઓકતા બંધ થાય છે અને દુખાવો મટે છે.
 12. લીંબુના રસમાં કોપરેલ મેળવીને માલિશ કરવાથી ચામડીની શુષ્‍કતા, ખરજવું, દાદર જેવી ચામડીની તકલીફોમાં ફાયદો થાય છે.
 13. લીંબુનો રસ માથાના વાળમાં લગાડી ઘસવાથી વાળ ખરતા અટકે છે; તેમજ તે સુંવાળા તથા ચમકદાર બને છે, તે ઉપરાંત મોટી ઉંમર સુધી કાળા રહે છે.
 14. ચેહરાની કાંતિ વધારવા માટે :
 15. લીંબુ નીચોવી લીધા પછી છાલ ફેંકી ન દેતાં તેને ઊલટાવીને ચહેરા પર થોડી વાર ઘસવી. દસ-પંદર મિનિટ પછી ચહેરો ધોઇ નાખવો.
 16. મોટી ઉંમર સુધી નીરોગી રહેવા માટે દરરોજ સવારે નરણે કોઠે એક ગ્‍લાસ સામાન્‍ય ઠંડા પાણીમાં લીંબુનો રસ નાખી પીઓ. મોટું લીંબુ હોય તો અર્ધા લીંબુનો રસ પૂરતો છે, નાનું લીંબુ હોય તો આખા લીંબુનો રસ નાખવો.

સંકલન : રાજ પટેલ

ટીપ્પણી