ખરેખર આપણે જેવી રીતે બાળપણને એન્જોય કર્યું છે એવીરીતે આજના બાળકો નહિ કરી શકે….

૧૪ નવેમ્બર બાળદિન

બાળપણ : કહાઁ ગયા ઉસે ઢુઁઢો…

‘બાળપણ’ આ ચાર અક્ષરમાઁ ખરા અર્થમાઁ જીવન જીવાઇ જતુઁ હોય છે, જીવનમાં આ માત્ર એક તબક્કો એવો છે જયારે કોઇ એક વાત કહે ત્યારે તેની પાછળનો આશય જાણવાની આપણે તસ્દી લેતા નથી, જયારે અરિસો પોતાનો દેખાવ જોવાનુઁ નહી પણ રમતનુઁ સાધન હોય છે, જયારે ભાઇબઁધ બનાવવા ગણતરીઓ માઁડવી પડતી નથી, જયારે વોલેટમાઁ કેટલા પૈસા છે નહીઁ તેના નહીઁ પણ ગજવામાઁ કોડી-લખોટી-ચોકલેટ કેટલી છે તેના આધારે પૈસાદાર હોવાની અનુભૂતિ થતી હોય છે. બાળપણ અને બાળકોની વાત એટલા માટે કેમકે ૧૪ નવેમ્બરે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની જયઁતિને ‘બાળદિન’ તરીકે ઉજવીશુઁ.

પ્રત્યેક બાળપણનો સમયગાળો વિશિષ્ટ હોય છે જેને નકારી શકાય નહીઁ. હા એ પણ હકીકત છે કે અત્યારના સમયમાઁ ફોર-જી, આઇપેડ અને પી.એસ. ૪ને કારણે બાળકો બાળપણની મુગ્ધતાની અવસ્થા ઝડપથી ગુમાવીને પ્રૌઢતા ધારણ કરી લે છે. કદાચ છેલ્લે નાઇન્ટિઝ (૯૦ના દાયકા)ના બા‌ળકોએ ખરા અર્થમાઁ પોતાનુઁ બાળપણ માણ્યુઁ છે. આ એ તબક્કો હતો જયારે ગમે તેટલો ધોમધખતો તાપ કેમ ના હોય દોસ્તારો સાથે ક્રિકેટ રમવાતા, જેમાઁ રબ્બરના બોલથી ક્રિકેટ રમવામાઁ કયારેક પાટકો સ્ટમ્પ અને કપડા ધોવાનો ધોકો બેટની ગરજ સારતુઁ. ક્રિકેટની આ રમતમાઁ નઁબરિયા પાડીને રમવાનુઁ આજે પણ કયારેક ગલ્લી ક્રિકેટમાઁ જોવા મળે છે. આ ક્રિકેટમાઁ આઇસીસીના નહીઁ પણ છોકરાઓની ટુલ્લીના જ નિયમ ચાલતા. જેમ કે, એક ટપ્પી એક હાથે કેચ અને કોઇના ઘરમાઁ સીધો બોલ જાય એટલે આઉટ. ક્રિકેટ સિવાય આઇસપાઇપ, સાત તાળી, ઓપિઁગો બેઠિઁગો, સાતોલિયા, ચોર પોલીસ, કેપ્ટન કેપ્ટન દાવ બદલ, થપ્પો, નદી પર્વત જેવી કેટકેટલી રમત હતી. આ રમત ભવિષ્યમાઁ ટીમ વર્કમાઁ કઇ રીતે વધારવી તેના ગુણ પણ આપી જતી. રમતા-રમતા વાગે અને લોહી નીકળે તો ત્યાઁ ધુળ લગાડીને ફરી રમવા તૈયાર થઇ જવાની અલગ મજા આવતી. હાથ-પગમાઁ જેટલી વધુ ઇજા તે ‘શોર્યનુઁ નિશાન’.

અત્યારે સઁતાન બાળક જીદ કરે (કયારેક સ્ટેટસ સિમ્બોલના ભાગરુપે પણ) તો માતા-પિતા તેને ગિયરવાળી સાયકલ ખરીદી આપે છે. પરઁતુ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ભીડે માસ્ટરની જેમ કહીએ કે, ‘હમારે ઝમાને મેઁ…’ સાયકલ ખરીદવાની નહીઁ ભાડે લઇને શેરીઓમાઁ રાજાની જેમ લટાર મારતા નીકળવાની અલગ મજા હતી. ૧ રુપિયો આપો તો બે કલાક માટે સાયકલ તમારી. હા, સાયકલ ભાડે લેતી વખતે ‘તુ ફલાણાનો છોકરો/પૌત્રને… ‘ એ જ આધાર કાર્ડની ગરજ સારતુઁ. અત્યારે તો પાઁચ વર્ષનુ બાળક પણ કહી દેશે કે મુવી ડાઉનલોડ કેવી રીતે થાય અને તેને ઝેન્ડર દ્રારા બીજા મોબાઇલમાઁ કઇ રીતે મોકલી શકાય. પરઁતુ આ એ સમય હતો જયારે ફિલ્મ જોવી એક લક્ઝરી હતી. થિયેટરમાઁ ફિલ્મ જોવા જવુઁ એટલે ઘરમાઁ અદલ પ્રસઁગ જેવો માહોલ થઇ જાય. મોબાઇલના લીધે અત્યારે હાથવગા ટીવી થઇ ગયા છે પણ એ સમયે પાઁચ ઘરે સરેરાશ એક ટીવી હતુ. જેમના ઘરે ટીવી અને લેન્ડલાઇન ફોન હોય તેમની સાથે સઁબઁધ બગાડવાનુઁ કોઇ જોખમ લેતુઁ નહીઁ. આખરે તેમની સાથે સઁબઁધ બગડે તો બુધ-શુક્રના ચિત્રહાર અને રવિવારની ફિલ્મ પણ મિસ થઇ જાય. ફિલ્મ જોવા ધીરે ધીરે વીસીપી, વીસીઆરના આગમન થયા. પાડોશી ભાડેથી વિડિયો કેસેટ લેતા જોવા મળે એટલે સમજી જવાનુઁ કે આજે પિક્ચરનો પોગ્રામ બનતો લાગે છે. વોકમેન કે ટેપ દ્રારા ઓડિયો કેસેટમાઁ ગીત સાઁભળવાની એક અલાયદી મજા હતી. અલગ-અલગ ફિલ્મના પસઁદગીના ગીતો એક કેસેટમાઁ લાવવા હોય તો કેસેટની દુકાનવાળાને વિનઁતી કરવી પડતી. પરીક્ષા નજીક આવે ત્યારે આજુ બાજુના ઘરમાઁ પણ કહેવાઇ જતુઁ કે ‘હમણા થોડા દિવસ જોરથી ટેપ નહીઁ વગાડતા.’

અત્યારના સમયમાઁ ના કેવળ ટેકનોલોજી, હોમવર્કના બોજ તળે નાની ઉમરે જ બાળપણ અને બાળકની મુગ્ધતા વિદાઇ લઇ લે છે. અનેક માતા-પિતા પણ પોતાના બાળકોને પ્લેગ્રાઉન્ડને સ્થાને ‘વર્ચ્યુઅલ પ્લેગ્રાઉન્ડ’માઁ જોઇને વધુ હરખાય છે. અત્યારે ચુઁટણી પ્રચારની મોસમ ચાલે છે તો કોઇ નેતા કે પક્ષ તેમના મેનિફેસ્ટોમાઁ એ મુદ્દાને સામેલ ના કરી કે, ‘અમે બાળકોમાઁ બાળપણને પાછુઁ લાવીશુઁ.’ અમિતાભ બચ્ચનને ૭૫ વર્ષની ઉઁમર છતાઁ યુવાનોને શરમાવે તેવી એનર્જીનુ રહસ્ય પુછવામાઁ આવ્યુઁ ત્યારે તેમણે કહ્યુઁ હતુઁ કે, ‘મારી અઁદરના બાળકમાઁ કુતુહલવૃત્તિ છે અને તે સતત નવુઁ જાણવા-જોવા-શિખવા માગે છે. આ બાળકને હુઁ મરવા દેતો નથી.’ બાળદિન છે ત્યારે આપણે પણ આપણી અઁદરના બાળકને સજીવન કરીએ તો કેવુ ?

? લેખક : ચિઁતનભાઇ બુચ

? સાભાર : Vasim Landa

શેર કરો અને લાઇક કરો અમારું પેજ. દરેક મિત્રોને બાળ દિવસની શુભકામના…

ટીપ્પણી