બૉલીવુડની આ 13 સેલિબ્રિટી અને તેમની આશ્ચર્યચકિત કરનાર- FAT TO FIT સ્ટોરી !! ખાસ વાંચો…

શું તમે તમારા વધેલા પેટ અને તમારા ‘ગુગલ-વૂગલી’ ગાલોથી થાકી ગયા છો? આરામ કરો! તમે તમારા આ મેદસ્વીતાના યુદ્ધમાં એકલા નથી.આપણા પ્રિય બોલિવુડ કલાકારોએ પણ ભૂતકાળમાંઆ ” મેદસ્વીતા/ભાર/વજન” નામુદ્દાઓનો સામનો કરવો પડ્યો છે. તેથી, ચિંતા ન કરો! જો તેઓ તે કરી શકે છે, તો તમે પણ કરી શકો છો.

પરંતુ હવે,ફક્ત બેસીને એક એવી કેટલાક વેઇટ-લોસ કરવાની સવારીનો આનંદલો,કે જેમાં આપણાઆ સેલિબ્રિટીઓએ ‘ફેટ થી ફિટ’ ની યાત્રા કરી.

#1.સોનમ કપૂર

પહેલા નંબર 1 પર, આપણી બૉલીવુડની ‘મિસ સ્ટાઇલ આઈકોન’, સોનમ કપૂર છે.દીવા કે જે પોતાની અભિનય કુશળતાને બદલે તેના કપડા માટે વધારે જાણીતી છે,તે તેણીએ પોતાની પહેલી ફિલ્મ સવારિયા સાઈન કરી ત્યારે 86 કિલો વજનની હતી, ફિલ્મમાં સ્લીમ અને આકર્ષક દેખાવામાટે તેણીએ 30 કિલો વજન ઘટાડ્યું, જો તમે જાણવા માગો છો કે દિવાએ શું કર્યું, તે જાણો.

સોનમ કપૂર ની વેઇટ-લોસ યાત્રા.

સોનમ કપૂર સિંગાપુરમાં બે વર્ષ માટે ભણી ત્યારે તેનું વજન વધી ગયું.અને તેણીએ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં જવા માટે કદી પણ વિચાર્યું ના હતું,તેથી તેણીએ પોતાના વજન અંગે દરકાર કરી નહિ.પરંતુ જયારે તેને સંજય લીલા ભણશાળી ની ફિલ્મ સાવારિયામાં મુખ્ય ભૂમિકાના રોલ ની ઓફર કરવા માં આવી,ત્યારે વાત બદલાઈ ગઈ,.જોકે એકટ્રેસે આ રોલ ની ઓફર પહેલાજ વજન કમ કરવાનું શરુ કરી દીધું,અને એકવાર તેને રોલ ઓફર થઇ ગયા પછીતો તેણી ચુસ્ત ડાએટ પ્લાન અને કાર્યક્રમ બનાવ્યો અને તેની એ ૩૫ કિલોગ્રામ વજન ઘટાડ્યું.

એકટ્રેસે પોતાના આ વેઇટ લોસ ની સફળતા નો યશ પોતાની માં ને આપેછે.જેણે આ માટે સોનમ ને ખુબ જ મદદ કરી
“ખુબજ ન્યાયી રીતે કહુ તો,મારા આ વધારાના વજનને ઓછું કરવા માં મારી મા નો ફાળો છે.એક બાળક તરીકે મને ભાવતી ચોકલેટ,આઈસક્રીમ,તળેલ ખોરાક અને મીઠાઈ જેવા ફેટી ખોરાક ના ખાવા દેતી..”

સોનમકપૂરની કસરતો ની પ્રણાલી/પદ્ધતિ ની એક ઝલક

સોનમએ વેઇટ ટ્રેનર શેરર્વીર અને મોનીશા,પીલેટ(શ્વસન)ટીચર યાસ્મીન કરાંચીવાળા,અને જનરલ ફિટનેસ ટીચર ઝરીન વોટસન પાસેઅતિ કઠિન ફિટનેસ ની એકસરસાઈઝના પ્રોગ્રામ ઘડી કાઢ્યા..તે ઉપરાંત તેને ભરત ઠાકુર સાથે પાવર યોગ અને આર્ટિસ્ટીક યોગ પણ કર્યા અને શરીર ને સુડોળ બનાવવા કથ્થક ની તાલીમ પણ લીધી. અને હજુ આજે પણ તે તે જ રૂટીન અને વ્યાયામ ને અનુસરે છે.વળી તેણી ઉત્સાહ જાળવી રાખવા અને કેલેરી બળવા માટે દરરોજ અલગ-અલગ વ્યાયામ/અભ્યાસ કરે છે.

આ છે તેણીની કસરતો નું રૂટીન :

· હંમેશા 30 મિનીટ કાર્ડિયો કસરત.
· અઠવાડિયા માં બે વખત એસ્લી લોબો પાસે ડાન્સ ની કસરત.
· અન્ય દિવસો એ પાવર યોગ ની કસરત..
· જયારે સમય મળે ત્યારે તરવાની કસરત.
· • સ્ક્વોશ પણ રમે.

· સોનમ કપૂર નો ડાયેટ પ્લાન /ખોરાકની રૂપરેખા

તેનું સ્લીમ ફિગર જોઇને લોકો ને તો એમ જ લાગતું હશે કે તે,ખુબ જ કામ ખોરાક લઇ ભુખીજ રહેતી હશે..પરંતુ ખાવાના શોખીન લોકો ડાયેટીંગ માં માનતા હોતા નથી.હાલાકી તેણી ‘ચોકલેટ્સ’ સહિત બધુ જ ખાય છે.તેણી કહે છે:

“અરે મારું ફિગર જોઇને લોકો ઘણીવાર માની જ લે છે કે હું બહુ ખાતી નહિ હોઉં.પરતું તેનાથી ઉલટું,હું દર બે કલાકે ખાઉં છું.મારો આખો દિવસ શારીરિક પ્રવૃત્તિઓ-જેવીકે,શૂટિંગ,સ્વીમીંગ,ડાન્સિંગ,થી ભરપૂર હોવાને કારણે હું વધારે લાંબો સમય ભૂખી રહેવાનું પસંદ કરતી નથી.મને ભૂખ લાગે તો હું બદામ કે સુકો મેવો નાસ્તા માં લઉં છું.”

વળી તેણી પોતાની ઉર્જાનું સ્તર ઊંચું રાખવા અને હાઇડ્રેટેડ(જળયુક્ત)રાખવા દિવસ દરમ્યાન રહેવા પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવે છે. જ્યાંસુધી શાંત ઘાતક પ્રદાર્થો જેવાકે-મીઠું અને ખાંડ અંગે તે ખુબ જ સાવચેત છે,અને,આ વસ્તુઓ ખુબ જ ઓછા પ્રમાણ માં લે છે,તેણી ખોરાક માં સ્વાદ ઉમેરવા કુદરતી ખાંડ અને મસાલા નો ઉપયોગ કરે છે.

તેણીનો ડાયેટ પ્લાન /ખોરાકની રૂપરેખા નીચે પ્રમાણે છે:

નાસ્તો: ઓટમીલ અને ફળો.
કસરત પછી નો નાસ્તો.:બ્રાઉન સફેદ ઈંડા સાથે અથવા જ્યુસ સાથે પ્રોટીન સેઈક.
બપોર નું ભોજન લંચ:દાલ, સબ્જી, એક રાગી ની રોટી, સલાડ અને ચીકનકેફિસનો એક ટુકડો.
સાંજ નો નાસ્તો: ફાઈબરયુક્ત બિસ્કીટપકવેલ ચીકનનો ટુકડો અથવા સફેદ ઈંડું.
રાત્રિ ભોજન (ડીનર): સૂપ,સલાડ,અને ચીકનકેફિસનો એક ટુકડો તેની એ

ડાયેટ પ્લાન એક વર્ષ સુધી અમલ માં મુક્યો અને તેણીને અદભૂત પરિણામ પણ મળ્યું.આ સિવાયપણ, તે હંમેશા બહાર મુસાફરી માં અન્ય ખોરાક ખાઈ કેલેરી વધીના જાય તે માટે પોતાની ભૂખ સંતોષવા સફરજન અથવા સેન્ડવિચ અથવા હેલ્થ-બાર,હંમેશા સાથે રાખે છે.

તેથીજ,માનુનીઓ,દીવા ના આ આકર્ષક/શાનદાર શરીર પાછળ નું રહસ્ય ખુલી ગયું છે. જો તમારે પણ સોનમ કપૂર જેવા દેખાવું હોય,તો તમે આ રીતે વ્યાયામ ની રૂપરેખા અનુસરો,અને હેલ્ધી પદાર્થ જ ખાવ.અને અતિ મહત્વ ની વાત એ કે એક વાર તમે આકર્ષક ફિગર મેળવી લો પછી પણ તમારી આ ખાન-પાનની પદ્ધતિ ને તજશો નહિ.

#2. ભૂમિપેડણેકર

‘દમ લગા કે હૈશા’ની અભિનેત્રી ને જયારે આ ફિલ્મ માટે ઓફર મળી ત્યારે તે પહેલેથી જ 72 કિલોગ્રામ વજનની હતી.અને આ માટે, તેણી એ ખુબ જ વજન ઓછું કરવાનું હતું.!પરંતુ, અભિનેત્રીએ તમામ પ્રકારની ચીલા-ચાલુ પ્રથાઓ તોડી નાંખી અને એવી ભૂમિકા સાથેની પોતાની એન્ટ્રી મારી કે ભાગ્યે જ કોઈ છોકરી આવી હિંમત કરી શકે છે. જો કે, ટૂંક સમયમાં જ ફિલ્મ પછી અભિનેત્રીએ તમામ વધારાના ચરબી ઓછી કરી અને હવે અત્યારે તેણીને સુપર ફિટ દેખાય છે! મુંબઇમાં જન્મેલી આ અભિનેત્રીએ થોડાજ મહિનામાં 27 કિલો વજન ઓછું કરી નાખ્યું.અને તે પણ પોતાના પસંદગી ના ખોરાકને છોડ્યા વગર.

#3.આલિયા ભટ્ટ

બોલીવુડની આ યુવાન તારિકાએ ફિલ્મમાં અહમ રોલ સાથે શરૂઆત કરી,અને આ‘સ્ટુડન્ટ ઓફ ધી યર’એ અત્યારે જેવી દેખાય છે,તેવી ફીટ ના હતી આ યુવાન તારિકાએ પિતા મહેશ ભટ્ટની દેખરેખ હેઠળ કઠીન ડાયેટ પ્લાન અનુસર્યો.આલિયાએ માત્ર ત્રણજ મહિના ખુબ જ મહેનત કરી પોતાની બધી જ ફેટ ઓછી કરી,પોતાના ડ્રીમ રોલ માટે ૧૬ કિલો ગ્રામ વજન ઓછું કર્યું.

#4.સોનાક્ષી સિન્હા.

વારુ,નંબર4,પર છે,-શત્રુઘ્ન સિન્હાની દેખાવડી પુત્રી સોનાક્ષી સિન્હા જેનું વજન 90કિલો. હતું પરંતુ સલમાન ની “રાજ્જો” બનાવા સોનાક્ષીએ 30 કિલો વજન ઓછું કર્યું.અને દબંગની હિરોઈન નું સુડોળ ફિગર હાંસલ કર્યું..

#5.પરિણીતી ચોપરા:

મેરી પ્યારી બિંદુ અભિનેત્રીએ એક વખત મીડિયામાં સ્વીકાર્યું હતું કે પોતે ફિલ્મોમાં જોડાતા પહેલા માત્ર ગોળ-મટોળ જ નહિ, પરંતુ જાડી પણ હતી.આ અભિનેત્રીએ ખરેખર સખત મહેનત કરી હતી અને પોતાની તમામ અતિરિક્ત ચરબીને ઓગળી નાખી પોતાના આ નવા અવતાર થી,દરેકને આશ્ચર્ય ચકિત કરી દીધા.તેણે કદની સાઈઝ 38 થી 30 કરી!

#6.ઝરીનખાન

તેણીએ પોતાનીપ્રથમ ફિલ્મ, ‘વીર’ પછી મીડિયાની તીવ્ર આલોચના સહન કરી.વિવેચકો દ્વારા તેણીને ‘ફ્રેમ કરતાં મોટી/(લાર્જર ધેન ફ્રેમ)’ /જાડી હોવાને કારણે લગભગ સ્ક્રીન માટે નકારી કાઢી હતી.જોકે,અભિનેત્રીએ પોતાની ફીટનેશ માટે અગાધ પ્રયત્નો કાર્ય ને અને પોતાનું વધારાનું વજન ઘટાડી નાખ્યું.તેણી નું વજન 100 કિલો હતું,તે આજે પોતાના નવા ચુસ્ત અવતારમાં ઝરીન 57 કિલોનીછોકરી બની ગઈ છે!

#7.કરીના કપૂર

 

ઝીરો સાઈઝ ફિગર માટે જાણીતી કરીના કપૂર પોતાની ફિલ્મ ‘યે મેરા દિલ પ્યારકા દિવાના’બાદ ફિગર માટે વિવેચકો ની ટીકાઓનો ભોગ બની.પરંતુ,કરીનાએ ‘તશન’માં ખુબ જ પ્રભાવશાળી પુનરાગમન કર્યું.તેણીએ તેના સુપર-સેક્સી અને અલ્ટ્રા-સ્લિમ બૉડી સાથેના પ્રથમ બિકીની દ્રશ્યથી સીને પડદા પર હડકંપ મચાવી દીધો.અને લગભગ આખો દેશ તેણીના અકલ્પનીય સ્લીમ ફીગરનો દીવાનો રાતોરાત બની ગયો.
20 ડિસેમ્બર, 2016ના રોજ, કરિનાએ તેના નાના રાજકુમાર તૈમૂર અલી ખાન પટૌડીને જન્મ આપ્યો, અને થોડા મહિનાઓમાં તો અભિનેત્રી ગર્ભાવસ્થા પછીના તમામ મોટાપો /મેદ ઉતારી નાખ્યો.

#8.કેટરિના કૈફ

આપણી અત્યંત ભભકાદાર શીલા તો તેના બચપણથી જ જાડી હતી..હા, કેટરિનામાં ક્યારેય ચરબી ન હતી, પરંતુ તે જરા પણ ફિટ ન હતી. ઠીક છે, તમે તેની પ્રથમ ફિલ્મ, ‘બૂમ’જ જુઓ, અને ત્યારની અને અત્યારની કેટ વચ્ચે તફાવતજ જોઈ લો. તમે જોશો કે બૉલીવુડમાં તેના પ્રારંભિક દિવસોમાં અત્યાર છે તેવું શાર્પ દેહ લાલિત્ય અવશ્ય ના હતું.

#9 ઈશા દેઓલ

યાદ છેકે,આ અભિનેત્રી જેણે પોતાનું એથલેટિક/પૃષ્ઠ શરીર સપાટ પેટ સાથે બિકીનીમાં પ્રદર્શિત કર્યું હતું? હા,અમે ધર્મેન્દ્ર અને હેમામાલિનીની પુત્રી, ઈશા વિશે વાત કરી રહ્યા છીએ.તેણીની પ્રથમ પ્રદર્શિત ફિલ્મ’કોઈ મેરે દિલસે પૂછે,’માં ફિલ્મઇન્ડસ્ટ્રીએ તેણીને ચરબીને કારણે નકારી કાઢી હતી, ‘ધૂમ’માં બિકીનીમાં સર્વને પ્રભાવિત કરનાર આ ઈશાએ,પોતાની બધી જ વધારાની ચરબી ઓછી કરી,પેટને સપાટ કરી નાખ્યું.

#10.અર્જુન કપૂર

આપણા બોલીવુડ માત્ર સ્ત્રીઓજ/હિરોઈનો જ વજનની સમસ્યાઓથી સંઘર્ષ કરે છે,તેવું નથી.. નિર્માતા બોનીકપૂરના પુત્ર, અર્જુન ‘ઇશકઝાદે’ફિલ્મ દ્વારા ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ્યો. અર્જુન, જેમણે ‘હુઆ છોકરા જવાન’ ગીતમાં ધૂમ મચાવી,તેની આ ફિલ્મ આદિત્ય ચોપરાએ સાઈન કરી ત્યારે તે 130 કિલો વજનનો હતો,આખરે,આ કપૂરના નબીરાએચાર વર્ષમાં 50 કિલો વજન ઓછું કર્યું.

#11.જેકી ભગનાની

અત્યારે ફીટ લાગતો આ જેકી ભગનાની અત્યાર કરતા તેના બાળપણમાં તદન ઉલટો જ દેખાતો. તેમની પ્રથમ પ્રદર્શિત ફિલ્મ, ‘કલ કિસને દેખા’ પહેલા, તેનું વજન 130 કિ. ગ્રા. હતું.જેકી,જે હવે પોતાના શર્ટ વગરના ફોટો શૂટ માટે આત્મવિશ્વાસથી ઉભો રહે છે,તેણે બે વર્ષ કઠોર કસરત અને ચુસ્ત ડાયેટ પ્લાન અજમાવી 60 કિલો વજન ઘટાડ્યું.

#12.અદનાન સામી

આ ગાયક, કે જે તેનાપોતાના વજનના કારણે વ્હીલચેરમાં ફરતો,તેણે 2007માં પોતાના વજનમાં ધરખમ ઘટાડો કરી સમગ્ર વિશ્વને આંચકો આપ્યો હતો.206 કિલોગ્રામ વજન ધરાવતા આ અદનાનને એક જ વર્ષમાં 130 કિલોથી પણ વધારે વજન ઓછું કરી બતાવ્યું હતું.

#13.અધ્યયન સુમન

કંગના રનોત નો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ, જેણેપ્રથમ ફિલ્મ પ્રવેશ ‘હાલ-એ-દિલ’સાથે,કર્યો.તે તરુણ અવસ્થામાં ખુબજ ‘જાડો: હતો. અધ્યયને માત્ર પાંચ મહિનાઓ માં જ 45 કિલો જેટલું ઓછું કરી,એક આદર્શ શરીર સૌષ્ઠવ મેળવ્યું..પોતાના પ્રેરણાદાયી પિતા શેખર સુમન,અને તેના ઉત્સાહ પ્રેરક અભિગમને કારણે એવું લાગે છેકે- અધ્યયનને આમ કરવામાં કોઈ ઝાઝી સમસ્યા નહિ થઇ હોય..

બૉલીવુડની સેલિબ્રિટીની આ ફેટ-ટુ-ફિટ કથાઓ શું ઘણી બધી રીતે પ્રેરણાદાયક નથી?

સારું,ભવિષ્યમાં, જો તમને જિમિંગ અંગે કેટલીક પ્રેરણાની જરૂર હોય, તો આ દંતકથાઓ જુઓ!

સંકલન અને અનુવાદ:નિરુપમ અવાશિઆ

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block