૧૨ ટૂંકી વાર્તાઓ – (લેખક: વસીમ લાંડા)

1. માસિક ધર્મ

“વઁદના હુ બહાર જાવ છુ, અત્યારે તુ રસોડાની બહાર વાસણ રાખ્યા છે અને તારા પપ્પા અને ભાઇના કપડા બાથરુમ પાસે છે હુ આવુ ત્યાઁ સુધીમાઁ ધોઇને રાખજે.” આટલુ કહેતા સુમિતા બહાર ચાલી ગઇ. વઁદના નિર્દોષભરી નઝરે જોઇ રહી.

-વહાલા

2. એકતા

ચઁપકલાલ અપાર્ટમેંટમાઁ પ્રવેશ કરવા જતા હતા એટલી વારમાઁ તો B.M.C. ના કચરાની ગાડીની ઘઁટી વાઁગી. દરેક મકાનમાઁથી એક એક સભ્ય બહાર આવીને પોતાનો કચરો ગાડીમાઁ નાખીને જતા હતા. ચઁપકલાલ સોસાયટીના નામ જોઇને મઁદ મઁદ હસી રહ્યા હતા. “એકતા એપાર્ટમેંટ”

– વહાલા

3. રાવણ દહન

“નીકળ ઘરની બહાર, તુ તો ઘરનુ કલઁક છે, કોણ જાણે કયા ચોઘડીયે તને લઇને આવ્યો હોઇશ.” એમ કહીને સુરેશે પોતાની પત્ની વિમલાને હાથ પકડીને ઘરની બહાર કાઢી. વિમલા કહેવા પ્રયત્ન કરી રહી હતી “અરે, પણ મારી વાત તો સાઁભળો પણ … … … ,” સુરેશે કહ્યુ, ”શુ સાઁભળે આજે પણ મારા એક મિત્રએ તને બજારમાઁ કોઇ અજાણ્યા પુરુષ જોડે જોઇ.” આટલુ કહેતા સુરેશે દરવાજો બઁધ કરી દીધો. વિમલા સીમમાઁ દહન પામતા રાવણના ધુમાડાઓને જોઇને રડી પડી.

-વહાલા

4. મદદ

“કેવો મિત્ર છે તુ તારા મિત્રને રક્તની જરુર છે અને તુ ના પાડે છે, આમ તો બહુ ફાકા ફોજદારી કરે છે કે હુ જાન પણ આપી દવ એને તુ રકતની ના પાડે છે, એ તો તને પોતાનો ખાસ મિત્ર ગણતો હતો. મને એમ થાય છે કે એ તને કેમ ખાસ મિત્ર માનતો હશે તુ તો એન દખમાઁ પણ ભાગ નથી લેતો” આટલુ કહીને કશ્યપે અયાનને એક થપાટ મારી દિધી. અયાન કશ્યપની સામે જોયા વગર બાકડે બેસી ગયો. મનમાઁ કહી રહ્યો હતો, “હુ દાન કરી શકુ, પણ રોગદાન નહી.”

– વહાલા

5. ભુખ

લાલચઁદ શાહ વાડીમાઁ જમણવાર ચાલી રહ્યુ હતુ. એક વ્યક્તિએ પોતાનુ પેટ ભરાય ગયા પછી બાજુમાઁ ઉભેલા વ્યકિતને પુછ્યુ, ”ભાઇ થાળી કયાઁ મુકવાની ?”, “અરે ભાઇ એ તો સામે જુઓ બહેનો વાસણ માઁજી રહી છે. ત્યાઁ આપી દો.” એ વ્યકિતે ઇશારો દર્શાવતા જણાવ્યુ. પેલો વ્યકિતએ પોતાની અડધી થાળી ત્યાઁ જઇને મુકીને નીકળી ગયો. વાસણ માઁજતી ચઁદાએ થાળી લઇને એનુ જમવાનુ કોઇ ન જુએ એમ પોતાની થેલીમાઁ સરકાવીને મનમાઁ કહ્યુ,”હાશ, મારા ગગાને આજે સારુ જમવાનુ મળશે.”

– વહાલા

6. ઉપકાર

વિનય આજે પોતાની મમ્મી સાથે બજારમાઁ શાકભાજીની ખરીદી કરવા નીકળ્યો હતો. “હવે ફકત બટાકા ખરદવાના બાકી રહ્યા.” એમ બોલીને સુનયના પોતાના દિકરા સાથે બટાકા શોધી રહી હતી. વિનય દર્શાવતા બોલી પડયો,”મમ્મી, સામેની રેક્ડીમાઁ બટાકા છે.” “ત્યાઁથી ન લેવાય” એમ કહીને સુનયનાએ થોડી દુર જઇને બટાકા ખરીદ કર્યા. વળતી વખતે વિનયે મમ્મીને પુછ્યુ,”મા, ત્યાઁ નજીક હતુ તો પણ કેમ બટાકાની ખરીદી ન કરી ?” સુનયનાએ કહ્યુ,”બેટા, જેનુ આપણે કામ કરેલ હોય, રખાવટ રાખેલ હોય ત્યાઁથી કદી કોઇ વસ્તુ કે વાનગીની ખરીદી કરવાની નહિ.”

– વહાલા

7. ટીપ

વિશાલે વેઇટરે આપેલ બિલ જોયુ. ૧૮૦૦ લખેલ હતા, બે હજારની નોટ મુકીને એ હોટલની બહાર નીકળ્યો. થોડી દુર ચાલ્યો ત્યાઁ ભીખારીએ કહ્યુ, ”બેટા, પાઁચ રુપીયા આપ કાઁ સામેની દુકાનેથી ચા-બિસ્કીટ ખવડાવી દે.” “છુટા નથી, માફ કરો.” કહી ચાલ્તો થયો.

– વહાલા

8. ઉડાન

“ભાઇ, આ જલેબી દસની આપોને” ફરસાણવાળાએ ભિખારી દિલાવરને છાપામાઁ વિટાળીને આપી. દિલાવર રસ્તા પર પડીકુ ખોલીને જલેબી ખાઇ રહ્યો હતો, ત્યા જ છાપાની ખબર પર ધ્યાન ગયુ. ”ભારતે પઁદરસો કરોડના ખર્ચે ચઁદ્રયાન ચઁદ્ર પર મોકલ્યુ.”

– વહાલા

9. બજેટ

”બેટા, મારે કપડા જુના થય ગયા હોવાથી ખરીદવા છે.” શારદાએ વિવેકને કહ્યુ. વિવેકે થોડુ વિચારીને કહ્યુ,”મા, આ મહિને બજેટ થોડુ ટાઇટ છે, પણ આવતા મહિને તારા માટે પાક્કુ કરી આપીશ.” એટલી જ વારમાઁ ફોન રણક્યો. ફોન ઉઠાવતા સામેથી અવાજ સઁભળાયો,”ડાર્લિઁગ, ગઇકાલે શો-રુમમાઁ જે સાડી જોઇ હતી એ આજે ખરીદીને લાવવાનુ ભુલતા નહી.”

– વહાલા

10. ચલચિત્ર

”બેટા, આજે આપણે ગઇકાલે આવેલુ નવુ ચલચિત્ર જોવા જઇશુ, તુ સાઁજે તૈયાર રહેજે.” પ્રકાશે પોતાના દિકરા આકાશને કહ્યુ. સાઁજે પ્રકાશ ઓફિસેથી વહેલા છુટીને આવીને જોયુ તો દિકરો એમ જ પોતાના રુમમાઁ બેસેલો હતો. પ્રકાશે તરત જ કહ્યુ,”બેટા, તુ હજી તૈયાર જ નથી થયો, ચાલ આપણે ચલચિત્ર જોવા જવાનુ છે, તૈયાર થય જા.” આકાશે કહ્યુ,“અરે પપ્પા મને નેટમાઁ મળી ગયુ એટલે ડાઉનલોડ કરી લીધુ છે, રાત્રે જોઇ લઇશ”. પ્રકાશ નિરાશ મને આકાશને જોઇ રહ્યો.

– વહાલા

11. જયોતિષ

”તમારા ડિવોર્સ થય ગયા, આજથી તમે તમામ રીતે છુટા” વકીલે અઁકિતા અને અઁકિતને સઁબોધન કરતા કહ્યુ. અઁકિતા કોર્ટમાઁથી બહાર નીકળી રહી હતી. ત્યારે અઁકિતે આવીને કહ્યુ,”તુ મારી સાથે ફરીથી લગ્ન કરીશ ?” આ સાઁભળીને અઁકિતાએ કહ્યુ,”શા માટે, હુ તો તને ત્રાસ આપુ છુ ને, હવે શા માટે આવ્યો. જા તુ તારા રસ્તે, હુ મારા રસ્તે.” અઁકિત રડમસ થતા બોલ્યો, ”જાન મને જયોતિષે કહેલુ કે મારામાઁ બે લગ્નના યોગ છે એટલે આ બધુ કારસ્તાન કરવુ પડયુ” અઁકિતા નિશબ્દ અઁકિતને નિરખી રહી.

– વહાલા

12. ભક્તિ

રમણિકલાલ જોતા વેત જ તાડુકીયા, ”એ રેકડી વાળા તારે અહીઁ રેકડી નહીં રાખવાની, આ અમારા ટ્રસ્ટનુ મઁદિર છે, અહીઁ દર્શનાર્થીઓને અડચણ ઉભી થાય, હવેથી અહીઁ રાખી છે ને તો ટ્રાફિક અને મ્યુસિપલ કોર્પેરેશન બઁન્નેમાઁ ફરીયાદ કરી દઇશ.” રેકડી વાળો નિરાશ થઇને આગળ ચાલ્યો ગયો. રમણિકલાલ બહાર ચઁપલ કાઢીને મઁદિરમાઁ ગયા. પ્રાર્થના કરતાઁ બોલ્યા,”હે પ્રભુ, મને સદબુધ્ધિ આપજે કે હુ કોઇનુ જાણતા કે અજાણતા ખરાબ ન કરુ.”

– વહાલા

લેખક :-
વસીમ લાંડા “વહાલા”

આભારી :-
મુકેશભાઈ સોજીદ્રા
હર્ષલભાઇ બ્રહ્મભટ્ટ
સુભ્રાતાબેન પટેલ

ટીપ્પણી