૧૨ એ.એમ. – માં ના નિસ્વાર્થ પ્રેમ ની ક્ષણ !!

મોબાઈલ ફોન રણક્યો.
રાજે જયારે તેના મોબાઈલ ની સ્ક્રીન પર જોયું તો, તેની માં નો ફોન હતો.

રાજે ફોન ઉપાડ્યો અને ફોન ઉપાડતા ની સાથે જ ત્રાટક્યો, “મેં ના નથી પાડેલી ફોન કરવાની? મારી ઝીંદગી મને ક્યારે જીવવા દેશો. હવે તો હું વિદેશ માં આવી ગયો છું કંટાળીને. મારી ઝીંદગી માં દખલ ના કરસો. મહેરબાની કરી મને ફોન ના કરતા.”

રાજે સામેના ફોને પર થી એક પણ શબ્દ સાંભળ્યા વગર પોતાનો મોબાઈલ મૂકી દીધો.

બીજી બાજુ રાજ ની માં એ ઘર નો ફોન મૂકી ને પાછળ વળ્યા. આશ્ચર્ય ના ભાવે જયારે તે પાછળ વળ્યા ત્યારે તેમને રાજ ના પિતા ને ઉભેલા જોયા. કઈ પણ બોલ્યા વગર રાજ ની માતા તેના રૂમ તરફ જવા આગળ વધી.
ત્યારે જ રાજ ના પિતા બોલ્યા, “કેમ ફોને કર્યો?

મેં તને ના નતી પાડી? તારે રાજ ને તારા બ્લડ કેન્સર વિશે કહેવાની કઈ જ જરૂર નતી. તે શું કામ એને ફોન કરી ને કયું?”

મોઢા પર હળવું સ્મિત રાખી એક માં એ જવાબ આપ્યો, “રાતના ૧૨ વાગી ગયા છે. આજે ખરા અર્થ મા રાજ નો જન્મ દિવસ છે. મારે ફક્ત વિશ કરવાનો આશય હતો. બીજું કઈ નહીં.”

શીર્ષક – ૧૨ એ.એમ.
લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

ટીપ્પણી