૧૦૦ વર્ષ પહેલાનો એક રસપ્રદ પત્ર !

Gujarati Jokes 284૧૯૦૯માં રેલવેને આવેલ કમ્પ્લેઇન્ટ લેટર :

ઓખીલબાબુનો રેલ્વે ડીપાર્ટમેન્ટને પત્ર

તારીખ : ૨-૭-૧૯૦૯,

ડીવીઝન રેલ્વે ઓફિસર,

સાહીબગંજ.

 

આદરણીય સાહેબ,

હું એક દિવસ પેસેન્જર ટ્રેઈનથી અહમદપુર સ્ટેશને આવ્યો. મને બહુ જોરદારની ટોઇલેટ લાગી હતી. હું હજી સ્ટેશન પર કરવા ગયો કે ગાડી ઉપડી ગઈ. મારે તો ત્યાંથી ભાગવું જ પડ્યું…..

એક હાથમાં ધોતી અને એક હાથ માં લોટો લઈને હું ભાગ્યો પણ ખરો પરંતુ એવી રીતે ભાગવું કેમ ફાવે? મારી ધોતી જ મને પગમાં આવી અને, હું રસ્તામાં સ્ત્રીઓ અને પુરુષોની ભીડ વચ્ચે જ પડ્યો…..

મારા માટે તે દિવસ બહુ શરમ જનક સાબિત થયો. મારે અહમદપુર સ્ટેશન જ રોકાવું પડ્યું…..

એક બિચારો પેસેન્જર ટોઇલેટ જાય અને ગાર્ડ ૫ મીનીટ પણ ગાડી ના રોકે?

મહેરબાની કરીને પેલા ગાર્ડને ભારે દંડ કરો નહિ તો હું છાપામાં આપીશ..

તમારો વિશ્વાસુ ,

ઓખીલ ચંદ્ર સેન


આ પત્રની એક પ્રત અત્યારે દિલ્હીના રેલ્વે મ્યુઝીયમ માં રાખવામાં આવેલી છે. આ પત્ર મૂળ તો ભાંગ્યી-ટૂટલી અંગ્રેજીમાં  લખેલો છે, પણ તમારા માટે અહિં ગુજરાતી માં ભાષાંતર કરી ને મુક્યો છે.

આ પત્રને “Travelers Tales” નાં શીર્ષક સાથે “Far Eastern Economic Review” માં પણ સ્થાન મળેલ.


કહી શકો કે આ પત્રની ઐતિહાસિક શું વેલ્યુ છે?

.

.

 

 

મૂર્ખ જેવા લાગતા આ પત્રને કારણે જ ઇન્ડિયન રેલ્વેમાં ટોઈલેટની પ્રથમ વખત શરૂઆત કરવામાં આવી.

મોરલ : 

કોઈ પણ વિચારને નાનો ના સમજો! આપણે હમેશા આપણા હક માટે બોલવું જ જોઈએ. (ફરજો ના ચૂકતાં)

ગાંધીજી બે વૈચારિક શસ્ત્રોથી જ લડ્યા, “સત્ય” અને “અહિંસા”….અન્ના હઝારે નુ પણ જીવતું જાગતું ઉદાહરણ છે જ ને?

ટીપ્પણી