જાણો એ 10 શાકભાજીઓને, જે તમને હષ્ટ, પુષ્ટ ને નિરોગી રાખવાના ગુણ ધરાવે છે.

Vegetables on wood background with space for text. Organic food.

તમે બટાટા અને ટામેટા તો ખૂબ ખાતા હશો. આ ઉપરાંત તમે કોબી, ફ્લાવર, ગલકા, તૂરિયા, ભીંડા, દૂધી, રીંગણ, કોળુ, કારેલા, પાલક, મેથી, અળવી, સરસિયાની ભાજી, ફણસી, ટીનસા, ગુવાર ફળી, વટાણા, ચોળા, સરગવો, કેપ્સિકમ, ભાવનગરી મર્ચા, શળગમ, રતાળુ, શક્કરિયા, કોળુ વિગેરે તો ખાતા જ હશો.

ઉપર જણાવેલી શાકભાજી ઉપરાંત તમે ડુંગળી, કાકડી, લીલા મરચા, મૂળા, કોથમીર, આદુ, લસણ, લીંબુ, આંબળા, ગાજર, મકાઈ, કાચી કેરી વિગેરે પણ ખુબ ખાધા હશે.

અમે એ પણ જાણીએ છીએ કે તમે સેવ નું શાક, ચણાની ભાજી, ચણાનો લોટ, રાયતુ, કઢી અને પનીર પણ પોતાના ભોજનમાં ખુભ જ અજમાવ્યું હશે, પણ અમે તમને તોટાકુરા, સોયાબિન, લીલા અજમા, લીલી ડુંગળીનું ઘાસ, અળવીના પાન, અળવીના મૂળ, બ્રોકોલી, ગાંઠ કોબી, પરવળ, કાચા કેળાનું શાક, કાચા કેળાની ડાળી, કાચા કેળાના ફૂલ, ફુદીના, કોથમીર, મીઠા લીંમડાના પાન, ફણસી, ગવાર ફળી, સરગવાની ફળી, કમળ કાકડી, સુરતીકંદ વિષે પણ જણાવ્યું હશે. પણ આ વખતે અમે તમને ઉપર જણાવેલી શાકભાજીથી અલગ એવી શાકભાજીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે કદાચ તમે ભાગ્યે જ ખાધી હશે.

તમારા માટે અમે એવી જ 10 ચમત્કારી શાકભાજીની માહિતી આપીશું જેને જાણી તમે ચકિત થઈ જશો.

  1. સફેદ મૂસળીના પાંદડાની ભાજીઃ

આ ભાજી વર્ષમાં એકવાર ખાવી જ જેઈએ. તેને ખાવાથી દરેક પ્રકારના રોગ દૂર રહે છે. મોટા ભાગના આદિવાસીઓ આ ભાજી ખાય છે. એવું કહેવામાં આવે છે કે આ ભાજી ખાનારા ક્યારેય બિમાર નથી પડતાં. છત્તીસગઢના બૈગા આદિવાસી લોકો આ ભાજી ખાઈને હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. બૈગા આદિવાસીઓ માને છે કે જંગલમાં મળી આવતી આ ભાજીને વર્ષમાં એકવાર જરૂર ખાવી જોઈએ. કોઝિયારી ભાજી એટલે કે જંગલમાં થનારી સફેલ મૂસલીના પાંદડા. તે તો બધા જ જાણે છે કે સકફેદ મૂસલી કેટલી શક્તિવર્ધક ઔષધી છે.

ટીંડોરા (કોકિનિયા ગ્રેન્ડીસ) :

ટીંડોરા તો આપણે ખાતા જ હોઈએ છીએ, પણ તે ખાતી વખતે તમને ક્યારેય એ નહીં ખબર હોય કે તે આપણા સ્વાસ્થ્ય માટે કેટલા લાભપ્રદ હશે. એવું કહેવામાં આવે છે કે 100 ગ્રામ ટીંડોરામાં 93.5 ગ્રામ પાણી હોય છે, 1.2 ગ્રામ પ્રોટીન હોય છે, 18. કે કેલરી હોય છે. 40 મિલીગ્રામ કેલ્શિયમ, 3.1 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 30 મિલીગ્રામ પોટેશિયમ, 1.6 ગ્રામ ફાઈબર અને તે ઉપરાંત પણ કેટલાએ પોષક તત્ત્વો હોય છે. કહેવાય છે કે તેમાં બીટા કેરોટિન પુષ્કળ પ્રમાણમાં હોય છે. ટીંડોરાના પાંદડા અને ફૂલ પણ તેટલા જ ગુણકારી હોય છે.  હાલમાં થયેલા એક સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે ભોજનમાં રોજ 50 ગ્રામ ટીંડોરાનું સેવન કરવાથી હાઈ બીપીના દર્દીઓને રાહત મળે છે.

3.તાંદળજાની ભાજી (અમરાંથસ)

તાંદળજો તો તમે ખાધો જ હશે પણ તે ખાતી વખતે તમને એના લાભ વિષે કોઈ જ ખ્યાલ નહીં હોય. તાંદળજાના લીલાછમ પાન તેમજ તેની ડાળીમાં ભરપુર પ્રોટિન, વિટામિન એ અને ખનિજ હોય છે. તાંદળજામામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન-એ, મિનરલ્સ અને આયર્ન પુષ્કળ પ્રમાણમાં હોય છે.

આ શાકને ખાવાથી તમારા પેટ અને કબજિયાત સંબંધીત કોઈ પણ પ્રકારના રોગમાં લાભ થશે. પેટના વિવિધ રોગોથી છૂટકારો મેળવવા માટે સવાર-સાંજ તાંદળજાનો રસ પીવાથી પણ અનેક લાભ થાય છે. તાંદળજાના શાકનું નિયમિત સેવન કરવાથી વાત, રક્ત તેમજ ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે.

તાંદળજાને સંસ્કૃતમાં મેઘનાથ, મરાઠીમાં તાંદળજો કહેવાય છે, બંગાળીમાં ચપ્તનિયા, તમિલમાં કપિકિરી, તેલુગુમાં મોલાકુરા, પારસીમા સુપેદમર્જ, અને અંગ્રેજીમાં પ્રિક્લી આમરન્થસ કહેવાય છે.

તેનું વનસ્પતિક નામ આમરન્થસ સ્પાઇનોસસ છે.

તાંદળજા બે પ્રકારના હોય છે એક સામાન્ય લીલા પાંદડા વાળો અને બીજો લાલ પાંદડાવાળો. તાંદળજાને ત્રીજ-છઠના ઉપવાસમાં પણ ખાવામાં આવે છે. ભાદરવાના કૃષ્ણ પક્ષની છઠે આ વ્રત કરવામાં આવે છે. તાંદળજાને ખાવાથી વધારે પડતો રક્તસ્ત્રાવ બંધ થાય છે. આ શાક લોહીવાળા હરસ, ચામડીના રોગો, ગર્ભ પડી જવો, પથરી થવી અને પેશાબમાં બળતરા જેવા રોગમાં ખુબ જ લાભપ્રદ સાબિત થયું છે.

  1. મશરૂમ

મશરૂમને હિન્દીમાં ખુમ્બ તેમજ આજના જમાનામાં તેને હવે તો લોકો મશરૂમ તરીકે જ ઓળખે છે.  મધ્યપ્રદેશ અને છત્તીસગઢના જંગલોમાં આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શાક સૈકાઓથી બૈગા આદિવાસીઓ ખાતા આવ્યા છે. આદિવાસી લોકો તેને ચિરકે પિહરી કહે છે.

ભારતમાં કેટલાક વિસ્તારમાં એવી માન્યતા છે કે તે કૂતરાના મૂત્ર ત્યાગના કારણે ઉગે છે, તેને ગુજરાતીમાં બિલાડીનો ટોપ પણ કહેવામાં આવે છે. ગુજરાતમાં કૂતરાની નહીં પણ બિલાડીના મૂત્ર ત્યાગના કારણે ઉગતી ફૂગ માનવામાં આવે છે. જો કે આ બધી ધારણાઓ સદંતર ખોટી છે

તેનો સ્વાદ બટાટા જેવો હોય છે પણ તેમાં પ્રચૂર માત્રામાં શારીરિક બળ ઉત્પન્ન કવરાની ક્ષમતા હોય છે. મશરૂમના સેવનથી શરીરમાં સર્વિકલ કેન્સર માટે જવાબદાર હ્યુમન પેપિલોમા વાયરસ (એચપીવી)નો નાશ કરવાની ક્ષમતા હોય છે જેનાથી કેન્સરથી છૂટકારો મળી શકે છે. હ્યુમન પેપિલોમા વાયરસ એટલે કે એચપીવી ત્વચા, મોઢા અને ગળા દ્વારા સૌથી વધારે ઝડપથી ફેલાતા વાયરસોમાંનો એક છે જેના કારણે સર્વિકલ, મોઢા તેમજ ગળાના કેન્સર થાય છે. મશરૂમના આ ઉપરાંત પણ ઘણા બધા લાભ છે. તેનાથી પાચનક્રિયા સામાન્ય રહે છે અને ત્વચામાં કાંતિ આવે છે.

મશરૂમના કેટલાએ પ્રકાર હોય છે. ભારતમાં મેદાની પ્રદેશોમાં શ્વેત બટન મશરૂમને શરદ ઋતુમાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી, ગ્રીષ્મઋતુમાં ઉગતા શ્વેત બટન મશરૂમને સપ્ટેમ્બરથી નવેમ્બર તેમજ ફેબ્રુઆરીથી એપ્રિલ સુધી, કાળા મશરૂમને ફેબ્રુઆરીથી એપ્રિલ, ઢીંગરી મશરૂને સપ્ટેમ્બરથી મે સુધી, પરાલી મશરૂમને જુલાઈથી સપ્ટેમ્બર સુધી તેમજ દૂધિયા મશરૂમને ફેબ્રુઆરીથી એપ્રિલ તેમજ જુલાઈ થી સપ્ટેમ્બર સુધી ઉગાડી શકાય છે.

5.ગોંગુરા

ગોંગુરા ભાજીનું શાક પણ બને છે અને તેની ચટની તેમજ અથાણું પણ બને છે. તે ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. તેમાં આયર્ન, કેલ્શિયમ અને વિટામિન્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે. પાલકના પાનની જેમ જ બનાવેલું ગોંગુરાનું શાક સ્વાસ્થ્ય તેમજ પાચન માટે ખુબજ લાભપ્રદ હોય છે. આ ઉપરાંત તેનું અથાણું પણ બનાવવામાં આવે છે.

  1. બથુઆ (શેનોપોડિયમ)

બથુઆ ભાજીનું નામ ઘણા ઓછા લોકોએ સાંભળ્યું હશે. બથુઆ એક વનસ્પતિ છે, જે ખરીફ પાકો સાથે ઉગે છે. બથુઆમાં આયર્ન, પારો, સોનું અને અન્ય ક્ષાર હોય છે. બથુઆમાં આયર્ન પુષ્કળ પ્રમાણમાં હોય છે. ગ્રામીણ વિસ્તારોમાં તેનું શાક વધારે બનાવવામાં આવે છે. તેનું રાયતું તેમજ તેના ઢેબરા પણ બનાવવામાં આવે છે. તેનું શરબત બનાવીને પણ પીવામાં આવે છે. તે ગોંગુરા કે પાલકની જેવી જ દેખાતો નાનકડો લીલોછમ છોડ છે, તે ખુબ જ લાભપ્રદ છે. બથુઆની ભાજી માત્ર પાચનશક્તિ જ નથી વધારતી પણ બીજી પણ ઘણીબધી બિમારીઓથી છૂટકારો અપાવે છે. ઠંડીમાં તેનુંસેવન કરવાથી કેટલાએ પ્રકારની બિમારીઓ દૂર રહે છે.

રોજ આ ભાજીનું શાક ખાવાથીકીડનીમાં પથરી નથી થતી. કબજિયાત તેમજ અન્ય પેટના રોગો માટે આ એક રામબાણ ઉપાય છે. બથુઆની ભાજી આમાશયને મજબુત બનાવે છે, ગરમીથી વધેલા યકૃતને સામાન્ય કરે છે. તેની પ્રકૃતિ ઠંડી હોય છે તેમજ તે મોટેભાગે ઘઉંના ખેતરમાં ઘઉંની સાથે ઉગે છે. ઘઉં વાવવાની સીઝનમાં તે ઉગે છે.

  1. સુરણ (યેમ)

યેમને સંસ્કૃતમાં સૂરણ, હિન્દીમાં પણ સૂરણ તેમજ ગુજરાતીમાં પણ સૂરણ કહે છે.  હાથીના પંજાની આકૃતિ જેવું હોવાથી તેને અંગ્રેજીમાં એલીફન્ટ યેમ અથવા એલીફન્ટ ફુટ યેમ પણ કહે છે.

સુરણ એક ખુબજ લાભપ્રદ કંદમૂળ છે. તેના પાન 2-3 ફૂટ લાંબા હોય છે, પાંદડા ઘેરા લીલા રંગના તેમજ તેના પર હળવા લીલા રંગના ધબ્બા હોય છે. તેના પાંદડા ઘણીબધી નાની-નાની ગોળ પાંદડીઓથી ઘેરાયેલી હોય છે. તેનું કંદ ચપટું, ઇંડાકાર અને ઘેરા ભૂરા તેમજ બદામી રંગનું હોય છે. ઘણા ધર્મોમાં ડુંગળી-લસણની જેમ જ રતાળુને પણ ખાવાની મનાઈ કરવામાં આવી છે, કારણ કે તે કામુકતા વધારે છે.

તેમાં વિટામિન એ તેમજ બી પણ હોય છે. આ વિટામિન બી-6નો સારો સ્રોત છે તેમજ રક્તચાપને પણ નિયંત્રણમાં રાખી હૃદયને સ્વસ્થ રાખે છે. તેમાં ઓમેગા-3 પુષ્કળ પ્રમાણમાં હોય છે. તે રક્તવાહિનીઓમાં લોહી નથી જામવા દેતું. તેમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન સી અને બીટા કેરોટીન હોય છે, જે કેન્સર ઉત્પન્ન કરનારા ફ્રી રેડિકલોથી લડવામાં મદદ કરે છે. તેમાં પોટેશિયમ હોય છે જેનાથી પાચનમાં મદદ મળે છે. તેમાં તાંબું પણ હોય છે, જે લોહીની કોશિકાઓને વધારી શરીરમાં રક્તનો પ્રવાહ સામાન્ય કરે છે.

આયુર્વેદ પ્રમાણે એવા લોકોએ સુરણનું સેવન ન કરવું જોઈએ જેમને કોઈપણ પ્રકારનો ચર્મ કે કુષ્ટ રોગ હોય. સુરણ, અગ્નીપ્રજ્વલિત કરનારુ, રુક્ષ, કસાયેલું, ખઝવાળ કરનારુ, રુચિકારક તેમજ હરસ રોગનું નાશક છે. તેને તમે ક્યારેક ક્યારેક એટલા માટે ખાઈ શકો છો કારણ કે તેમાં ઓમેગા-3 હોય છે અને તેમાં પુષ્કળ પ્રમાણમાં તાંબુ હોય છે.

  1. અજમો (પારસલી)

અજમાને કેટલીએ રીતે ઉપયોગમાં લઈ શકાય છે. તેનું શાક પણ બનાવવામાં આવે છે, અને ચૂરણ પણ, શરબત પણ અને ચટણી પણ. તે કોથમીર કે લીલાધાણા જેવો હોય છે. અજમામાં ઇમ્યુન સિસ્ટમને મજબુત બનાવવાની ક્ષમતા હોય છે, કારણ કે તે વિટામિન એ, બી અને સીથી ભરપૂર હોય છે. તેમાં પોટેશિયમ, મેંગેનીઝ, મેગ્નીશિયમ, ફોસ્પોરસ, કેલ્શિયમ, આયર્ન, સોડિયમ અને ફાઈબરથી ભરપૂર હોય છે. અજમો ખાસ કરીને કિડનીને ચોખ્ખી કરવા માટે ઓળખાય છે. કિડનીમાં હાજર નક્કામાં પદાર્થોને બહાર કાઢી તે તમને સ્વસ્થ રાખે છે. અજમો પેટની તકલીફોથી દૂર રાખે છે. શ્વાસ સંબંધીત રોગમાં પણ તે લાભપ્રદ છે. કોઈપણ પ્રકારની શારીરિક નબળાઈ અજમાના મૂળના ચૂરણના સેવનથી દૂર થઈ શકે છે.

  1. લીલું લસણ

લીલી ડુંગળીની જેમ લીલું લસણ પણ હોય છે. ડુંગળીના લાંબા પાંદડાની જેમ લસણના પાંદડા પણ લાંબા હોય છે. તેને સમારી શાક બનાવવામાં આવે છે, જેમ મૂળાના પાંદડાનું શાક બનાવવામાં આવે છે તેવી જ રીતે લસણના લીલા પાંદડાને બીજા શાકભાજીમાં નાખીને સ્વાદ વધારી શકાય છે. આ ઉપરાંત શીયાળામાં પુલાવ બનાવો તેમજ મેથીના ગોટા બનાવો ત્યારે પણ તમે તેમાં લીલુ લસણ વાપરી શકો છો.

10 કેલની ભાજીઃ

કેળા નહીં પણ કેલની ભાજી વિષે વધારે લોકો નહીં જાણતા હોય. કેલની ભાજીમાં વિટામિન્સ, ખનિજ અને ફાયબર ખુબ પ્રમાણમાં મળે છે. આમ તો કેલ નો ઉપયોગ સલાડ, સ્ટર ફ્રાઇ, સ્મૂધીઝ, પાસ્તા વિગેરેમાં કરવામાં આવે છે પણ તેનું શાક પણ બનાવી  શકાય છે. વનસ્પતિ શાસ્ત્ર પ્રમાણે તે મૂળા અને રાયડાની જાતીનું છે.

ઉપર જણાવેલી ભાજીઓનો તમે તમારા રોજિંદા શાકભાજી સાથે ઉપયોગ કરશો તો આજીવન સ્વસ્થ રહેશો. આ ઉપરાંત તમારે – તોટાકુરા, સોયા, લીલા અજમા, લીલી ડુંગળીનું ઘાસ, અળવીના પાન, અળવીના મૂળ, બ્રોકોલી, ગાંઠ કોબી, કાચા કેળાનું શાક, કાચા કેળાની ડાળ, કાચા કેળાના ફૂલ, ફુદિના, લીલાધાણા, કરી પત્તા ફ્રેન્ચ બીન્સ, ગવાર ફળી, સરગવાની ફળી, કમળ કાકડી, સુરતી કંદ વિગેરેનું પણ નિયમિત સેવન કરવું જોઈએ.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

આરોગ્યપ્રદ માહિતી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ – ‘જલ્સા કરોને જેંતીલાલ’ .

ટીપ્પણી