રોજ આ દસ જ્ચૂસમાંથી કોઈ એકનું સેવન કરો અને રહો જુવાન….

તમે કોઈ પણ ઉપાય અજમાવી લો કે પછી ભગવન આગળ કેટલીએ માનતા રાખી લો. તમારી ઉંમર તો હંમેશા વધતી જ જશે તે ક્યારેય સ્થીર નહીં રહે તમે ક્યારેય 25ના નહીં રહો તમે 50ના પણ થશો જ. પણ જુવાન દેખાવું તે તમારા હાથમાં ચોક્કસ છે. તેના માટે તમારે માત્ર અમે જણાવેલા આ 10 જ્યૂસમાંથી કોઈ એકનું સેવન નિયમિત કરવાનું છે. પછી તમને કોઈ કાકા કે કાકી કહીને નહીં બોલાવે પણ આ ઉંમરે તમને જોઈને તેઓની આંખો પહોળી થઈ જશે. કારણ કે અમે જણાવેલા આ 10 જ્યૂસ તમને સ્નિગ્ધ ત્વચા, તાજો ચહેરો, કરચલી રહીત ચહેરો, સ્ફૂર્તિલું શરીર અને આ ઉપરાંત પણ ઘણા બધા લાભ પ્રદાન કરશે.

ચાલો આજે જણાવીએ તમને કે આ 10 જ્યૂસ કયા કયા છે.

1. બીટનો જ્યૂસઃ આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે બીટ એ હિમેગ્લોબીનનો સારો સ્રોત છે. આ ઉપરાંત તેમાં અગણિત વિટામિન્સ, સોડિયમ, ફોસ્ફરસ, ક્લોરીન, આયોડીન અને આયર્ન ઉપરાંત પોટેશિમય પણ ભરપુર પ્રમાણમાં હોય છે. બીટના જ્યૂસનું નિયમિત સેવન કરવાથી તમારી તમારી ત્વચાના છિદ્રો ખુલે છે અને બ્લડ સર્ક્યુલેશન વધે છે. અને તમારા ચહેરા પર લાલીમાં છવાયેલી રહે છે.

2. લેમન જ્યૂસઃ આ જ્યૂસના ફાયદાઓ ગણાવવાની મારે કોઈ જ જરૂર નથી કારણ કે આપણે નાનપણથી વિવિધ પ્રકારના લેમન જ્યૂસર પીતા આવ્યા છીએ. જેને આપણે સામાન્ય ભાષામાં લીંબુનું શરબત પણ કહીએ છીએ. લીંબુમાં વિટામીન સી, બી કાર્બોહાઇડ્રેટ અને ફોસ્ફરસ ભરપુર પ્રમાણમાં હોય છે. રોજ એક પ્યાલો લીંબુને જ્યુસ પિવાથી તમારી ત્વચા કાંતિવાન બને છે. કોઈપણ પ્રકારના જ્યૂસમાં તમે ખાંડનું પ્રમાણ ઓછું રાખો અથવા ખાંડનો ઉપયોગ જ ન કરો અથવા ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ કરશો તો તે તમારા માટે વધારે લાભપ્રદ રહેશે.

3. ગાજરનો જ્યૂસઃ ગાજરનો જ્યૂસ તમને માત્ર બાહ્ય સૌંદર્ય જ નથી આપતું પણ તે તમારા શરીરને આંતરીક રીતે પણ શુદ્ધ કરે છે અને સ્ફૂર્તિલું બનાવે છે. ગાજરમાં વિટામિન એ,બી,સી, પ્રોટિન અને કેલ્શિયમ હોય છે જે તમારા સંપૂર્ણ શરીર માટે સ્વાસ્થ્ય વર્ધક છે.

4. પાલક જ્યૂસઃ પાલક આપણે જાણીએ જ છીએ કે આપણા શરીર માટે કેટલી લાભપ્રદ છે. પાલકમાં આયર્ન પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેમાં આયર્ન ઉપરાંત વિટામિન એ, બી અને સી પણ સારા પ્રમાણમાં હોય છે. પાલક જ્યૂસ તમારે અઠવાડિયામાં 2-3 વાર લેવો જોઈએ. કારણ કે રોજ લેવાથી તે તમારા માટે રેચક બની શકે છે અને બની શકે કે તમને અતિસાર પણ થઈ શકે માટે અઠવાડિયામાં ત્રણથી વધારે વાર પાલક જ્યૂસ પીવો જોઈએ નહીં.

5. કાકડીનો જ્યૂસઃ કાકડીના રસથી માત્ર મોઢા પર મસાજ કરવાથી જ ચહેરો કાંતિમય તેમજ સ્નિગ્ધ બની જાય છે, તો તેનો ઉપયોગ જ્યૂસ તરીકે કરીએ તો તે તમારી ત્વચાને અંદરથી કેટલું બધું પોષણ મળી રહે. કાકડીમાં વિટામિન એ, બી,સી ઉપરાંત મેગ્નેશિયમ, પોટેશિયમ અને સિલિકોનનું સારું પ્રમાણ હોવાથી તે તમારી ત્વચાને સ્વસ્થ બનાવે છે. રોજ એક ગ્લાસ કુકુંબર જ્યૂસ પીવાથી અનેક લાભ થાય છે.

6. એપલ જ્યૂસઃ સફરજન તમારા સ્વાસ્થ્ય માટે એક સંપૂર્ણ ફળ છે. તેનો રોજ એક ગ્લાસ જ્યૂસ પીવાથી તમારી ચામડીમાં ગજબનું તેજ આવે છે. સફરજનમાં વિટામિન એ, બી, સી, એન્ટી ઓક્સિડેન્ટ અને બીટાકેરોટીન હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ લાભપ્રદ છે.

7. ટોમેટો જ્યૂસઃ રોજ એક ગ્લાસ ટામેટાનો જ્યૂસ પીવાથી શરીરને ભરપુર પ્રમાણમાં પ્રોટીન, વિટામિન અને લાઇકોપિન મળે છે. જે તમારા શરીરને તો તંદુરસ્ત બનાવે જ છે પણ તમારી ત્વચાને પણ એક અનેરી ચમક આપે છે.

8. ઓરેન્જ જ્યૂસઃ નારંગીમાં એન્ટીઓક્સીડન્ટ્સ, ફાયબર્સ, વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે. નિયમિત 2 નારંગીના જ્યૂસનું સેવન કરવાથી તમને અગણિત લાભ થાય છે. તેમજ તમારી ચામડીમાં જો કોઈ ક્ષતિ હોય તો તે પણ દૂર થાય છે.

9. સોયાબિન મિલ્ક (જ્યૂસ)- સોયાબિનમાં વિટામીન સી, એ, ઈ અને એન્ટીઓક્સિડન્ટ્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેનાથી ચહેરા પરના ખીલ- તેમજ તેના ડાઘ અને અન્ય ડાઘો દૂર થાય છે.

10. પપાયા જ્યૂસ (પપૈયાનો જ્યૂસ/સ્મૂધી)- પપૈયાના ગુણ આપણે સારી રીતે જાણીએ છીએ, તાવ આવે ત્યારે પ્રથમ પપૈયુ ખાવાનો જ વિચાર આવે છે જેથી કરીને શરીરને રાહત મળે. તેવી જ રીતે પપૈયાનો જ્યૂસ નિયમિત પિવાથી ચહેરા પર થતી નાની નાની ફોડકી, ખીલ વિગેરે દૂર થાય છે. પપૈયામાં વિટામિન સી, એ, ઈ, ફાયબર ભરપુર પ્રમાણમાં હોય છે. તે તમારા પેટને પણ સાફ રાખે છે અને તેની અસર તમારા ચહેરા પર પણ દેખાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

શેર કરો આ માહિતી દરેક મિત્ર સાથે અને દરરોજ સ્વાસ્થ્ય માટેની ટીપ્સ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી