માત્ર 10 મિનિટમાં બનતી ઝટપટ વાનગીઓ

માત્ર 10 મિનિટમાં બનતી ઝટપટ વાનગીઓ :

૧. ઘરમાં શાક ન હોય તો ઝટપટ સેવ-ટમેટાનું શાક બનાવી શકાય. આ માટે તેલ મૂકી જીરું અને હિંગનો વઘાર કરવો. ટામેટાં નાંખીને સાંતળવા. હળદર, લાલ મરચાની ભૂકી, ધાણા જીરુ, નમક અને સાકર મિક્સ કરવી. છેવટે સેવ નાંખીને શાકને ગેસ પરથી ઉતારી લેવું.

૨. ઝડપથી રબડી બનાવવી હોય તો ૨ કપ દૂધને ઉકાળી લેવું. બે બ્રેડની સ્લાઈસને મિક્સમાં પીસીને દૂધમાં ઉકાળી લેવી. ૧/૪ કપ કન્ડેન્સ્ડ મિલ્ક, બે મોટા ચમચા સાકર અને એલચીનો ભૂકો મિક્સ કરવો. ૧૦ મિનિટ સુધી ઉકાળી ગેસ પરથી ઉતારી લેવી.

૩. બ્રેડની સ્લાઈસ પર શિમલા મરચાં, કાંદા અને ચીઝને ખમણીને મૂકવા અને ઓવનમાં બેક કરી લેવી. સ્વાદિષ્ટ બ્રેડ પિત્ઝા તૈયાર થઈ જશે.

૪. બ્રેડનો ભૂકો કરવો. તેમાં દૂધ, મલાઈ, ઘી અને મેંદો મિક્સ કરી નાના-નાના ગોળા વાળી તળી લેવા. આ ગોળાને સાકરની ચાસણીમાં નાંખવાથી ગુલાબજાંબુ તૈયાર થઈ જશે.

૫. વધેલી રોટલીનો ભૂકો કરી તેમાં ઘી અને ગોળ મિક્સ કરી લાડુ બનાવવા.

૬. બ્રેડમાં બાફેલા બટેટા, શાક, સ્વાદાનુસાર લીલા મરચાં, કોથમીર અને નમક મિક્સ કરીને નાની-નાની ટિક્કી બનાવી તળી લેવી.

૭. બાફેલા બટેટાના ટુકડા કરી ફુદીનાની ચટણી, ચાટ મસાલો અને નમક મિક્સ કરવું. ઉપરથી લાલ મરચાં ભૂકી ભભરાવવી અને કોથમીર નાંખી આલૂ ચાટ સર્વ કરવું.

૮. દહીંમાં થોડું મધ અને કાળી દ્રાક્ષ મિક્સ કરવા. અને આ મિશ્રણને ઠંડુ કરીને ક્વિક ડેઝર્ટ તરીકે પીરસવું.

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!