સુંદર જીવન માટે દસ વાતો !

વાતો નાની છે સાવ પણ તેના ઊંડાણમાં જઈ તેનો અર્થ સમજવાની કોશિશ કરો.

૧. પ્રાથના એ સ્પેર વ્હીલ નથી કે તમે જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે કરો પણ એ તો સ્ટીરીગ વ્હીલ છે જે તમારી જિંદગીને એક દિશા આપે છે.

૨. કેમ કારની વીન્ડશિલ્ડ મોટી હોય છે અને રેર વ્યુ મિરર નાનો ? કારણ આપણું પાસ્ટ આપણા માટે અગત્યનું નથી એના બદલે આપણે આપણા ભવિષ્ય સામે જોવું જોઈએ.

૩.મિત્રતા એક એવી ચોપડી છે જેને નષ્ટ કરતા ક્ષણભર થાય પણ તેને લખવામાં આખી જિંદગી નીકળી જાય છે. તમારા એક મિત્રને આજે અચૂક ફોન કરજો !!

૪.જીંદગીમાં બધી જ વસ્તુ ટેમ્પરરી હોય છે જો આજે સુખ છે તો તેને ભરપુર જીવી લો અને જો દુખ છે તો આ દિવસો પણ બહુ લાંબા નથી રહેવાના એવું સમજી જિંદગીનો આનંદ લો…

૫. જુના મિત્રો સોના જેવા હોય છે અને નવા મિત્રો હીરા જેવા, નવા મળે તો જુનાને ભૂલશો નહિ કેમ કે હીરાને ટકાવવા માટે સોનાની જરૂર પડે છે.

૬. જયારે આપને જિંદગીમાં હતાશ થઇ જઈએ છે ને એમ વિચારીએ છે કે આ અંત છે ત્યારે ભગવાન ઉપરથી કહે છે, બાળક આ અંત નથી પણ બસ ખાલી એક વણાંક છે.

૭. જયારે ભગવાન તમારી મુશ્કેલી દુર કરતો હોય છે ત્યારે તે પોતાની ક્ષમતા બતાવે છે પણ જયારે દુર ના કરે તો સમજી લેજો એ તમારી ક્ષમતા પારખે છે.

૮.એક અંધ માણસ ભગવાનને કહે છે અંધ હોવા જેટલું બીજું કઈ ખરાબ હોઈ શકે? તો ભગવાન કહે છે, “હા તમારી નજર.”

૯. જયારે તમે બીજા માટે ભગવાન પાસે પ્રાથના કરો ત્યારે તે સાંભળે છે અને આશીર્વાદ આપે છે પણ જયારે તમે ખુશ અને સલામત હોવ ત્યારે કોઈ બીજું પ્રાથના કરી રહ્યું હોય છે.

૧૦. ચિંતા તમારી મુશ્કેલી દુર નહિ કરે પણ આજની શાંતિ છીનવી લેશે.

જો તમને આ દસ સુંદર વાત ગમી હોય તો તમારા મિત્રો સાથે બધા સાથે અવશ્ય શેર કરો. કદાચ બીજા પણ કોઈનો દિવસ સુધરી જાય.

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!