હોટલ મા તો ઘણી વખત “સિઝલર” માણ્યાં હશે આજે ઘરે બનાવિ હોટલ જેવું જ “ચાઇનિઝ સિઝલર ” માણો…!

934689_528224267214676_946969874_nસામગ્રી :

50 ગ્રામ બાફેલા નૂડલ્સ

4 ટે.સ્પૂન. તેલ

4 ડુંગળી ઝીણી સમારેલી

5-6 કળી લસણ

1 ચમચી સોયા સોસ

મીઠું સ્વાદ પ્રમાણે

1 ઇંચ આદુંનો ટુકડો

5-6 બેબી કોર્ન ઊભા સમારેલા

50 ગ્રામ ટોફુ

6-8 ફૂલ બ્રોકલી

1.ટી.સ્પૂન. કોર્નફ્લાવર

2 ચમચી મધ

1 ટીસ્પૂન વિનેગર

3-4 પાન કોબીનાં પાન

1 કેપ્સિકમ મરચું ઝીણું સમારેલું

રીત :

એક નોનસ્ટિક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરીને તેમાં લાંબી કાપેલી ડુંગળી, લસણ નાંખીને શેકી લો. હવે તેમાં ઉકાળેલા નૂડલ્સ નાખીને તેમાં મીઠું, થોડો સોયા સોસ, 2-3 ચમચી પાણી અને એક ચપટી ક્રશ કરેલાં મરીનો પાઉડર નાખો. આ બધો જ મસાલો અને નૂડલ્સ વ્યવસ્થિત રીતે હલાવી લેવા.

આ મિશ્રણને એક બાઉલમાં કાઢી રાખવું.

હવે એક ચોપરમાં આદું નાંખીને તેમાં થોડી ડુગંળી નાખો અને તેને ક્રશ કરી લો. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરીને આ આદું તથા ડુંગળીની પેસ્ટ નાંખીને તેને સાંતળો. તે સંતળાઈ જાય એટલે તેમાં બેબી કોર્ન નાંખીને 3-4 મિનિટ સુધી ધીમી આંચે બેબી કોર્ન તળી લેવા.

લીલી ડુંગળીની સિઝન હોય તો તે પણ ઝીણી સમારીને સાંતળી શકાય.

હવે ટોફુના 2 ટુકડા કરીને તેને એક પેનમાં તેલ મૂકીને સોનેરી થાય ત્યાં સુધી તળવા. પછી તેને એક પ્લેટમાં કાઢીને મૂકી દેવા.

હવે એ જ પેનમાં જે તેલ રહ્યું હોય તેમાં અડધો કપ પાણી, બ્રોકલીનાં ફૂલ, મીઠું, પીસેલું લાલ મરચું નાખીને બ્રોકલીના ફૂલને ચઢવા દેવા.

પાણીમાં 2 ચમચી કોર્ન સ્ટાર્ચ નાંખીને મિક્સ કરી લો.

હવે નાની ચમચી સોયા સોસ પેનમાં નાખીને તેમાં કોર્નસ્ટાર્ચવાળું પાણી મિક્સ કરેલું છે તે પણ ઉમેરી લો.

થોડી વાર બાદ તેમાં મધ અને સરકો નાખીને સારી રીતે મિક્સ કરી લેવું.

સર્વ કરવા માટે

ગરમ સિઝલર પ્લેટને લાકડીના બેઝ પર મૂકીને તેની પર કોબીનાં પાંદડાં મૂકો. ત્યાર બાદ તેમાં એકદમ વચ્ચે નૂડલ્સ મૂકવા.તેની બાજુમાં તળેલાં શાકભાજી અને તેની પર ટોફુ ગોઠવવું. બીજી તરફ બ્રોકલીનાં ફૂલ ગોઠવવાં.

સૌજન્ય : સુરતી જમણ !

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block