હેલ્ધી બર્ગર!

આ રહી એક અનોખી રેસીપી…. તમે કહેશો કે FAST FOOD ને એ પણ HEALTHY ….?? પણ હા… આ BURGER TOTALLY HEALTHY  છે…!!!!
                                                                    images (7)
 ** સામગ્રી :-
 ~ બર્ગર માટે :
  – લીલી મગની ફોતરાવાળી દાળ [ ૪ કલાક પલાળેલી ] : ૧ મોટો બાઉલ
  – આદું, મરચા ની પેસ્ટ : ૧ ૧/૨ ટી.સ્પુન
  – મીઠું : સ્વાદ પ્રમાણે
  – બાફેલા લીલા વટાણા : ૩ ટી.સ્પુન
  – સમારેલી લીલી ડુંગળી : ૩ ટી.સ્પુન
  – પાલક, કોથમીર, ફુદીના ની પેસ્ટ : ૩ ટી.સ્પુન
 ~ પેટીસ માટે :
  – ઘઉં નાં ફાડા : ૧/૪ કપ
  – ઓટ્સ : ૧/૪ કપ
  – બટેટા : ૨ નંગ
  – આદું, મરચા, લસણ ની પેસ્ટ : ૩ ટી.સ્પુન
  – ચાટ મસાલો : ૧ ટી.સ્પુન
  – બાફેલ ગાજર, વટાણા, ફણસી : ૧/૪ કપ
  – કોથમીર : ૧/૪ કપ
  – બ્રેડ ક્રમ્બ્સ : ૨ ટે.સ્પુન
  – મીઠું : સ્વાદ પ્રમાણે
  – કિચન કિંગ મસાલા : ૧ ટી.સ્પુન
  – કોર્નફલોર : ૩ ટે.સ્પુન
  – કાજુ,કીસમીસ : ૨ ૨ ટી.સ્પુન
  – બટર : જરૂર પ્રમાણે
 ~ સલાડ માટે :
  – બાફેલા બીટની ગોળ સ્લાઈસ
  – કાકડી, ટામેટા, ડુંગળીની સ્લાઈસ
 ~ અન્ય :
  – લીલી ચટણી નો કોન
                 [૧/૪ કપ કોથમીર, ૧/૪ કપ ફુદીનો, ૩ નંગ લીલા મરચા, ૧ નાનો ટુકડો આદું, ૨ કળી લસણ, ૧ ટી.સ્પુન ખાંડ, મીઠું અને લીંબુ ને સાથે મિક્સરમાં ક્રશ કરી ચટણી તૈયાર કરી કોનમાં ભરી લેવી.]
  – ટોમેટો કેચપ નો કોન
  – ચીઝ સ્લાઈસ : AS MUCH AS YOU LIKE ….!!!!
 ** રીત :-
 ~ બર્ગર બનાવવા માટે :
                                  પલાળેલ મગની દાળ ને મિક્સર માં ક્રશ કરી તેમાં આદું-મરચાની પેસ્ટ, હાફ ક્રશ કરેલ વટાણા, પાલક-કોથમીર-ફુદીનાની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી, મીઠું બધુજ નાખી ધોકડીયામાં ૧૦ મિનીટ બાફવું.ઠંડુ પડે એટલે એક મોટા કુકી-કટર થી ગોળ સ્લાઈસ કરી અલગ રાખવું.
 ~ પેટીસ બનાવા માટે :
                                  ઘઉંના ફાડા, ઓટ્સ, બાફેલ બટેટા, વટાણા, ગાજર, ફણસી, કોથમીર, આદું-મરચા-લસણની પેસ્ટ, ચાટ મસાલો, બ્રેડ ક્રમ્બ્સ, કાજુ-કીસમીસ, મીઠું બધું જ મિક્સ કરી બર્ગરમાં યુઝ કરેલ કુકી-કટરની સાઈઝ પ્રમાણે જ પેટીસ નો શેપ આપી, નોન-સ્ટીક તવા પર ૨ ટી.સ્પુન અથવા જરૂર પ્રમાણે બટર મૂકી શેલો ફ્રાય કરી પેટીસ તૈયાર કરી લેવી.
 ~ FINAL સર્વિંગ માટે :
                                 લીલી મગની ફોતરાવાળી દાળના બર્ગરની એક સ્લાઈસ પર લીલી ચટણી લગાવી તેની ઉપર તૈયાર કરેલ પેટીસ મૂકી તેની ઉપર બીટ, કાકડી, ટામેટા, અને ડુંગળી મુકવી. તેના પર ચાટ મસાલો છાંટી તેની ઉપર ચીઝની સ્લાઈસ મુકવી. હવે બર્ગરની અન્ય એક સ્લાઈસ પર ટોમેટો કેચપ લગાવી પ્રથમ તૈયાર સ્લાઈસ પર મૂકી પરફેક્ટ બર્ગર તૈયાર કરવો. ચીઝની પાતળી કટ કરેલ પટ્ટી, લીલી ચટણી નાં કોન, અને ટોમેટો કેચપના કોન વડે બર્ગરને ડેકોરેટ કરી સર્વ કરવો.
રીત લાંબી છે પણ બર્ગર હેલ્ધી છે અને બહાર મળતા ફાસ્ટ ફૂડ બર્ગરથી પણ વધુ ટેસ્ટી છે. તો ટ્રાઈ કરો, અને આનંદ માણો પણ એ પહેલા LIKE કરો અને SHARE કરો ….!!!! 
Courtesy: Harsha Mehta, Rajkot

ટીપ્પણી