“હીનાબેન કચ્છી” ફરી એકવાર સમર સ્પેશિયલ આઈટમ લઇ આવ્યા છે…!

images (2)“હીનાબેન કચ્છી” ફરી એકવાર સમર સ્પેશિયલ આઈટમ લઇ આવ્યા છે…!

 

દાડમ-દ્રાક્ષ નુ મોકટેલઃ-

 

સામગ્રીઃ-

 

૨ ગ્લાસ લાલ દાડમ ૧ નંગ,

લીંબુ ૧ નંગ,

ખાંડ ૧ ટે.સ્પૂન,

ગુલાબની પાંખડી ૧ ટે.સ્પૂન,

કાળી દ્રાક્ષ સુકી ૫૦ ગ્રામ,

મીઠુ-મરી-સંચળ પ્રમાણસર,

જીરુ પાવડર ૧ ટે.સ્પૂન,

ગુલાબ ૧ નંગ

 

રીત્ઃ-

 

દાડમ ના દાણા કાઢો.થોડા દાણા બાજુ પર રાખો.બાકીના દાણા નો

રસ કાઢી ગાળી લો.દ્રાક્ષ પલાળી રાખો.પલળી જાય પછી મિક્સર માં

રસ કાઢો.જરુર પ્રમાણે ખાંડ મિક્સ કરો અને ગાળી લો.ગુલાબની પાંદડી

માંપાણી નાખીને પલળવા દો.પછી ચોળી ને ગાળી લો.

 

બધા જ્યુસ મિક્સ કરો તેમાં જરુર પ્રમાણે ખાંડ,મીઠુ,સંચળ, જીરુ પાવડર મિક્સ

કરો તથા લીંબુ નો રસ નાખો.લાંબા ગ્લાસ માં બરફ નાખો તેમાં ઉપર

મોકટેલ્સ નાખો તેની ઉપર ગુલાબ ની પાંદડી,દાડમ ના દાણા નાખી

સર્વ કરો.

ગરમી ની આ સિઝન માં આપને આ મોકટેલ જરુર ઠ્ંડક આપશે.

ટીપ્પણી