હવે બનાવો દાબેલી ઘરે આ રહી રેસેપી

- Advertisement -

1005985_658062214222683_1130274309_n

 

હવે બનાવો દાબેલી ઘરે આ રહી રેસેપી

 

સામગ્રી :-

 

બન /પાવ :- જરૂર મુજબ

બાફેલા બટાકા :-ચાર નંગ

મસાલા શીન્ગ્દાના :-250 ગ્રામ

કોપરા નું ઝીણ :-150 ગ્રામ

દાડમ ના દાણા :-જરૂર મુજબ

મીઠું :- સ્વાદ અનુસાર

મરચું :-સ્વાદ અનુસાર

ચાટ મસાલા :-અડધી ચમચી

આદુ :-1 ચમચી

લીલું મરચું વાટેલું :-જેટલું તીખું કરવું હોય એટલું

દાબેલી મસાલો :-1 ચમચી

ઝીણી સેવ ,કાપેલા લીલા ધાણા ગાર્નીશ માટે

તેલ :- શેકવા માટે

 

ચટણી બનાવવા માટે:-

 

લસણ ની ચટણી :-

વાટેલું લસણ :-2 ચમચી

કોપરા નું ઝીણ :-1 ચમચી

લાલ મરચું :-જેટલું તીખું કરવું હોય તેટલું

મીઠું :-સ્વાદ અનુસાર

તેલ :-1 ચમચી

કાંદો :-1 નંગ ઝીણા સમારેલા

 

ખજુર અમલી ની ચટણી :-

ખજુર અને અમલી બોળેલા આખી રાત અને એને મીક્ષી માં પીસી લેવું એમાં મીઠું નાખી ને બરાબર હલાવી લેવું।

 

દાબેલી બનવાની રીત:-

બટાકા ને બાફી ને એમાં લાલ મરચુ, મીઠું, ચાત મસાલો,દાબેલી મસાલો ,સીન્ગ્દાના, દાડમ ના દાણા ,કોપરા નું ઝીણ અને થોડા લીલા ધાણા નાખી ને બરાબર મિક્ષ કરવું પછી 1 બન લઇ એના પર લસણ અને ખજુર અમલી ની ચટણી ને લગાવી ને એના પર સેવ નાખી પછી તૈયાર કરેલો માવો મુકવો જરૂર મુજબ પછી બન ની બીજી બાજુ પણ બેવ ચટણી લગાવી બન ને ઉપર મુકીને તવા પર તેલ મૂકી ને કડક શેકી લેવું કાંદો ખાવો હોય તો દ્બેલી માં અદર પર રખાય અથવા બાજુ માં લઇ ને પણ ખાઈ સકાય

ટીપ્પણી