હવે ઘરે બનાવો ચાઈનીસ વાનગી “વેજ હક્કા નુડલ્સ”

- Advertisement -

1014156_658577760837795_993107462_n

હવે ઘરે બનાવો ચાઈનીસ વાનગી “વેજ હક્કા નુડલ્સ”

 

સામગ્રી:-

હક્કા નુડલ્સ ડ્રાય:- જરૂર મુજબ

રેડ,યેલોવ,ગ્રીન,ઓરંજ બેલ પપેર્સ ( શિમલા મિર્ચ ):- 1 કપ લાંબા કાપેલા

કોબી :-1/2 કપ લાંબી કાપેલી

ગાજર :-1/2 કપ લાંબા કાપેલા

ડુંગળી :-1 નંગ લાંબા કાપેલા

લીલા કાંદા :- 1 કપ ઉપર નાખવા માટે

લસણ ની પેસ્ટ :-1 ચમચી

આદુ ની પેસ્ટ :-1 ચમચી

લીલા મરચા ની પેસ્ટ :-1/2 ચમચી

સોયા સોસ :-3 ચમચી

ચીલી સોસ:-1 ચમચી (તીખું કરવું હોય તેટલું)

વિનેગર :-1 ચમચી

મીઠું :- સ્વાદ અનુસાર

તેલ :-2 ચમચી

કાળા મરી વાટેલા :- જરૂર મજુબ

 

બનાવાની રીત:-

 

એક તપેલી માં ગરમ પાણી કરો જયારે એ ઉકાળવા આવે એટલે એમાં થોડું મીઠું નાખી નુડલ્સ નાખો નુડલ્સ બફાઈ જાય એટલે એને ચોખ્ખા ઠંડા પાણી માં રેહવા દો, એક નોન સ્ટીક પેન માં તેલ નાખી ને લસણ,આદુ, લીલા મરચા ની પેસ્ટ નાખી થોડી વાર થવા દઈ પછી કાંદો, કોબી,ગાજર ,બેલ પપેર્સ નાખી હલાવો થોડું મીઠું નાખો શાકભાજી પુરતું પછી થોડીવાર થવા દેવું , શાકભાજી ને ક્રિસ્પી રાખવા પછી એમાં નુડલ્સ નાખી ને મિક્ષ કરવું પછી એમાં સોયા સોસ, ચીલી સોસ,અને વિનેગર નાખી ને થોડી વાર થવા દેવું સ્વાદ અનુસાર મીઠું નાખવું પછી લીલા કંદ નાખી ને સર્વ કરવું। ઉપર થી થોડું કાળા મારી વતી ને નાખવા જરૂર મુજબ।

 

હક્કા નુડલ્સ ને મન્ચોવ સૂપ અથવા વૈજ મંચુરિયન સાથે સર્વે કરવું।

 

રસોઈની રાણી : નિધિ પટેલ (કેનેડા)

ટીપ્પણી