સ્વાતિબેનની દ્રષ્ટિએ કરીએ… “કુદરત નો સહવાસ”

કેટલી સુંદર છે દૂનિયા !!! નીરખીને અનુભવી તો જુઓ .

એ ઉગતા સૂર્યની લાલીને જરા મહેસૂસ તો કરી જુઓ.

 

ખબર છે સમય નથી થોડીવાર પણ કૂદરતને જોવાનો,

પણ ક્યારેક તો મગજ બંધ રાખી મનને ચલાવી તો જુઓ

 

શું મનોહર છે પંખીઓના કલરવ સાથેની સવાર !

એની પાંખોમાં જાણે રહે ગગન વિશાળ !

એની આંખોમાં તાજગીની લહેર અનુભવી તો જુઓ.

 

ઘરમાં બેઠાં બેઠાં પણ કોઈકવાર જજો જંગલમાં …

સૂકા પાંદડાઓના સળવળાટ અને પશુઓનાં વસવાટ ,

ક્યારેક લહેરાતી હવા સાથે વાતો કરીતો જુઓ .

 

કેટલે ઊંચે પર્વતો વાદળ સાથે વાતો કરે !!!

આસમાન પણ જાણે પર્વતોને ને વ્હાલ કરે !!!

પર્વતો પર પગ માંડીને કુદરતની માયાને માણીતો જુઓ …

 

સડસડાટ વહેતી નદીઓને ખડખડાટ વહેતા ઝરણા …

પળ પળ વેરાતી સમન્દરની લહેરોને તેમાં સમાયેલી આશાઓ ,

ક્યારેક મરજીવો બનીને દરિયામાં ડૂબકી મારી તો જુઓ.

 

બહુ કરી રઝળપાટ આખુ આયખું વાહનોની સાથ,

પેટ્રોલ – ડીઝલના ધુમાડાને ધૂળ – રજકણના ઝંઝાવાત ,

ક્યારેક ચાલીને એકાંતમાં ઈશ્વરને પુકારી તો જુઓ.

 

ચંદ્ર પર ગયા ને મંગલ પર ગયા પૃથ્વી પર રહેવાનો તો સમય જ ક્યાં?

એરોપ્લેનો શોધ્યાને મિસાઈલો શોધી,

ક્યારેક આંખો મીંચીને વિચારોમાં વસવાટ કરી તો જુઓ.

 

કહે છે સ્વાતિ ના મથો કુદરતના રહસ્યો ખોલવા,

નથી કોઈ હેસિયત કે તાકાત ભેદ જન્મ મૃત્યુના ખોલવામાં.

બસ માત્ર અરજ છે એક જ સ્વાતિની

આત્મા સાથે વાતો કરી ઈશ્વરને રીઝાવીતો જુઓ .

સૌજન્ય : સ્વાતિબેન સુરેજા (જુનાગઢ)

ટીપ્પણી