સ્ત્રી અને સિરીયલો :

- Advertisement -

Sakshi_Tanwar_Tv_Serial_Actress_1

 

વર્ષો થી સીરીયલો એ સ્ત્રીપ્રધાન જ રહી છે પરમ પુજ્ય શ્રી શ્રી એકતા કપુર જીએ જેમ પુરૂષો ને તમાકુ અને દારૂ નુ વ્યસન હોય એ રીતે સિરીયલો નુ વ્યસન આપ્યુ છે.

સ્ટાર પ્લસ ના વ્યસનમાથી મુકત થયેલી સ્ત્રીઓ આજે કલર્સ ચેનલ ના વ્યસન મા સપડાઇ છે.

આ સિરીયલો ની વિશેશતા એ છે કે…તે પણ સ્ત્રીઓ ની જેમા એક વાર શરૂ થાય તો પુરી થવાનુ નામ નથી લેતી

હવે જાણીએ આ સિરીયલો નો મુખ્ય કોનસેપ્ટ શુ હોય છે ??

(1.) દરેક સિરીયલ મા બે થી ચાર પેઢી તરી જાય છે, મા અને દીકરી બન્ને ની ઉમર સરખી હોય છે.

(2.) ગરીબમા ગરીબ સ્ત્રી પણ 10,000/- થી વધુ રકમનુ નુ સેલુ પેહરીને જ ઘરમા ફરતી હોય.

(3.) કોનુ કોની જોડે અફેર છે જો તમે એક એપીસોડ ચુકી જાઓ તો ખ્યાલ જ ના આવે પણ સ્ત્રીઓ મોબાઇલ પર અને ટેલીફોન પર ચર્ચા કરીને એક બીજાને આ અંગે અપડેટ કરી દેતી હોય છે.

(4.) એક સાસ હોય છે જે લોકો ના શ્વાસ રૂધાવતી હોય, એક બહુ હોય છે જે બહુ એપીસોડ થી ચાલતી હોય.

(5.) એક નેગેટીવ પ્રકારની સ્ત્રી એકસ્ટ્રાઅ હોય જે પોતાના મેકઅપ અને બેકગ્રાઉનડ મ્યુઝીક થી લોકો ને ડરાવતી હોય.

(6.) હવે સિરીયલ ના એપીસોડ કેવીરીતે ચલાવા ? એક એપીસોડ મા કોઇનુ ખુન થાય જે સોલ્વ કરવામ 50 એપીસોડ જાય , એક એપીસોડમા કોઇ નુ લગ્ન નક્કી થાય લગ્ન ના ગીતોએ મેહદી તૈયારીઓ બતાવામા 50 એપીસોડ જાય , પછી છોકરા થાય જે 20 વર્શ મોટા થૈઇ જાય અને પછી 50 એપીસોડ એમનુ સેટીગ અને 50 એપીસોડ એમના લ્ગન બસ ચાલ્યા જ કરે. અને 365 દીવસ આ એપીસોડ જોયો તો તે એની સ્ત્રીઓને ચર્ચા કરવાનો મોકો મળી જાય.

(7.) અને હવે તો મહાદેવ ના મંદીર ની બહાર લાઇન નથી લાગતી એટલી લાઇફ ઓકે લોકો ની લાઇફ ઓકે કરે છે જલંદર ને મારવા માટે પણ 10 એપીસોડ જોઇએ

(8.) આ સિરીયલો થી પુરૂષો ને ફાયદો છે જેટલો વખત સ્ત્રી સિરીયલ જોતી હોય એટલો વખત ચુપ રહે છે અને બીજો કેટલો વખત એ સિરીયલ ની ચર્ચા મા વ્યસ્ત રહે છે.

(9.)પુરૂષો ને નુકશાન એ છે કે સિરીયલ ની સાડીઓ ઘરેણા ખોટા ખર્ચા ને જ્ન્મ આપે છે.

==========

 

ટીપ્પણી