સુરતી ખમણ :

1044839_551519138218522_480245937_n

 

સુરતી ખમણ :

 

સામગ્રી :

૧ કપ ચણાનીદાળ

વાટેલા આદુ મરચા ૨ ટે સ્પૂન ,

૧ ટે સ્પૂન તેલ ,

કોથમીર સજાવટ માટે ,

૧ ટે સ્પૂન રાઈ અને ૧ ટે સ્પૂન તલ ,

૫થી૭ લીમડા ના પાન

૧ ટે સ્પૂન કોપરાનું ખમણ ,

મીઠું સ્વાદ મુજબ , હિંગ

રીત : -ચણા ની દાળ ને ૬ થી ૭ કલાક પલાળી રાખો .પછી બધું પાણી કાઢી ૨ થી ૩ વખત ફરી થી ધુઓ એટલે વાસ ના મારે .હવે એ દાળ ને મિક્સી માં પીસી નાંખો . હવે એને ઢાંકી ને આથો આવવા માટે રાખી દો .એમાં ૪થી ૫ મેથી ના દાણા નાંખો . ૮ થી ૧૦ કલાક પછી આથો આવી જાય એટલે એમાં મીઠું , આદુ મરચા અને ૧ ટે સ્પૂન તેલ નાંખો .

બરાબર હલાવી એક થાળી માં ખીરું નાંખી ઢોકળીયા માં બાફવા મુકો . બરાબર બફાઈ જાય એટલે થોડીવાર ઠંડું થાવા દો . તેનાં ટુકડા કરી લો . હવે એક વઘારીયા માં થોડું તેલ લો .

તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાંખો ,રાઈ તતડી જાય એટલે એમાં હિંગ ,લીમડા ના પાન અને તલ નાંખી એ વઘાર ખમણ ઢોકળા પર રેડો . ઉપર થી કોથમીર અને કોપરાનું ખમણ નાંખી સજાવો . ગ્રીન ચટણી સાથે ખમણ ની મઝા માણો . ખમણ ની ઉપર બારીક સુધારેલા કાંદા અને સેવ ભભરાવો

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!