સાલ 2025 નું એક દ્રશ્ય:

- Advertisement -

life2050

સાલ 2025 નું એક દ્રશ્ય:

“હેલ્લો પીઝા હટ્ટ? ટેક માય ઓર્ડર પ્લીઝ!”

“શ્યોર સર! આપનો મલ્ટીપર્પઝ આધાર કાર્ડ નંબર, પ્લીઝ!”

“હ્મ્મ… ઇટ્સ 889861356102049998-45-54610.”

“ઓકે. તમારું નામ છે ચીમનલાલ, ફ્રોમ ફલાણા સોસાયટી, ઢીંકણા રોડ, ઘરનો નંબર 2544254546, ઓફીસનો 2567475754, મોબાઈલ નંબર 965345664545, અત્યારે આપ ઘરેથી ફોન કરી રહ્યા છો, રાઈટ?”

“ઓહ! તમને કેમ ખબર?”

“આધાર કાર્ડને આધારે, સર!”

“ઓકે, મારે સી-ફુડ પીઝા ઓર્ડર કરવા છે.”

“ઇટ્સ નોટ ગુડ ફોર યુ, સર!”

“કેમ?”

“આપના મેડીકલ રેકોર્ડ મુજબ, આપને હાઈ બીપી અને કોલેસ્ટ્રોલની તકલીફ છે, સર!”

“એમ? તો મારે ક્યા પીઝા ઓર્ડર કરવા જોઈએ?”

“અમારા લો-ફેટ અમેરિકન પીઝા ટ્રાઈ કરો, સર!”

“મને અમેરિકન પીઝા પસંદ પડશે એવું તમે ખાતરીથી કઈ રીતે કહી શકો??”

“કેમ કે, ગયા અઠવાડિયે જ આપ લાયબ્રેરીમાંથી અમેરિકન વાનગીઓની બુક લાવ્યા છો, સર!”

“વાહ! ઓકે, ત્રણ ફેમીલી સાઈઝ પીઝા પ્લીઝ!”

“હમ્મ.. આપના 12 જણાના ફેમીલી માટે એ ઈનફ રહેશે સર! ઓન્લી રૂ. 2400.”

“ઓકે, આઈ વિલ પે વિથ માય ક્રેડીટ કાર્ડ.”

“સોરી સર, બટ યુ કાન્ટ. કારણ કે આપની ક્રેડીટ કાર્ડ લીમીટ પૂરી થઇ ગઈ છે, અને ગયા ઓક્ટોબર મહિનાથી જ બેંક આપની પાસે રૂ. 1, 53, 456 માગે છે, અને આપની હાઉસિંગ લોનનો હપ્તો પણ બાકી છે, સર!”

“ઓહ! ઓકે, હું કેશ તૈયાર રાખું છું, હાઉ મચ ટાઈમ?”

“30 મીનીટસ સર, અને વધુ ઉતાવળ હોય તો આપ આપની બાઈક પર રૂબરૂ આવીને પીઝા લઇ જઈ શકો છો”

“વ્હોટ?”

“યસ સર. સીસ્ટમ બતાવે છે કે યુ હેવ અ ફલાણા ઢીંકણા બાઈક, જેનો રજી. નંબર છે xxxxxxxx.”

“?????”

“એનીથિંગ એલસ, સર?”

“નો. btw, તમારી સ્કીમ મુજબ મને કોલા ની 3 બોટલ્સ ફરી મળશે ને?”

“સ્કીમ તો છે સર. પણ સોરી અમે આપને એ નહિ આપી શકીએ. રેકોર્ડ્સ મુજબ, આપ ડાયાબીટીક છો.”

“$&%[email protected]%$%&&$%#%%”

“બેટર માઈન્ડ યોર લેન્ગ્વેજ સર. પંદર વરસ પહેલા ટ્રાફિક પોલીસને ગાળો આપવા માટે 10000 નો દંડ થયો’તો, યાદ છે ને?!”

કસ્ટમર બેહોશ!!

ટીપ્પણી