સાબુદાણાના ચમચા

 

qwસાબુદાણાના ચમચા

સામગ્રી:

સાબુદાણા 500 ગ્રામ

લીલા મરચા આદુની પેસ્ટ જેટલા તીખું કરવું હોય તેટલું

અધકચરું ખાંડેલ જીરું

અધકચરા ખાંડેલ મરી

કલર

રીત:

• સાબુદાણાને રાતે પલાળી દેવાના સવારે એક વાર ધોઈ મોટા જાડા તપેલામાં લઈ બાફ્વાના.

• તેમાં જીરું,મરી,લીલા મરચા આદુની પેસ્ટ નાખી દેવી.

• પાણી કલરના બધા દાણા થાય ત્યાં સુધી ચમચો ફેરવ્યા કરવાનો.

• પછી કલર નાખી બરાબર હલાવી ગેસ બંધ કરી દેવો.

• પછી ચમચો ભરી પ્લાસ્ટિક પર રેડી તેની મદદ થી ગોળ ગોળ ફેરવી પાતળું કરવું.

• પછી તાપમાં સુકવી દેવું.

• સુકાય જાય એટલે તેને તેલમાં તાલી ચા સાથે ખાઈ શકાય.

 

નોંધ:

• તાપ ન હોય તો પંખામાં સુકાવું પણ તે વાર લાગશે સુકાતા અને ચમચા વધારે બનાવ્યા હોય તો જયારે તાપ નીકળે ત્યારે સુકવી દેવા.

• કલર ન નાખવો હોય તો પણ ચાલે.

• ખાંડ નાખવી હોય તો નાખી શકાય.

રસોઈની રાણી : ગામી હિરલ (રાજકોટ)

ટીપ્પણી