સવારમાં વધારીએ આપણું સામાન્ય જ્ઞાન !

Indigo-Natural-Dye_edited-1ગળીને લીધે સફેદ કપડાં વધુ ધોળાં કેમ દેખાય છે? ગળી કેવી રીતે બને છે?

ગળીનાં ઝાડ હોય છે. તેનું વૈજ્ઞાનિક નામ ઇન્ડિગોફેરા છે. આ વૃક્ષમાંથી ઇન્ડોક્સિલ તત્ત્વને અલગ કરીને તેનું ઓક્સિડેશલી કરવામાં આવે છે. જોકે ઇન્ડોક્સિલને રંગ હોતો નથી, પરંતુ જ્યારે તે હવામાંના પ્રાણવાયુ સાથે સંપર્કમાં આવે ત્યારે તેમાં બે અણુઓ એકમેક સાથે સંલગ્ન થાય છે.

તેમાં હાઇડ્રોજનના ચાર અણુઓ જોડાતા નથી, તેથી C8H7 NO કે જે ઇન્ડોક્સિલનું સૂત્ર છે. તેમાંથી C16H10 02N2 બને છે. આ બંને સૂત્રો ઝીણવટથી જોશો તો જણાશે કે મૂળભૂત સૂત્ર કરતાં નવા સૂત્રમાં બધા અણુઓ બમણા થયા છે. ઝ્ર૮ના C16 થયા, ૦ના ૦૨ થયા, ગ્દના ગ્દ૨ થયા, પરંતુ H7ના H14 ન થતાં H10 થયા. આ નવું સૂત્ર તે ગળીનું સૂત્ર છે. તેને ઇન્ડિગો તરીકે ઓળખવામાં આવે છે. આ વાત કુદરતી ગળીની છે.

જર્મનીમાં કૃત્રિમ ગળી બનાવવાની શરૃઆત થઈ અને ઇન્ડિગોફેરા વૃક્ષોનો જમાનો નાશ પામ્યો. સફેદ કપડાંને સાદા પાણીમાં વારંવાર ધોવા છતાં કપડાં થોડાં પીળાશ પડતા રંગનાં દેખાય છે. ભૂરો રંગ તે પીળા રંગનો પૂરક રંગ ગણાય છે. કપડાંને ગળી કરવાથી પીળા રંગની ઝાંય, ભૂરા રંગની ઝાંય હેઠળ ઓઝપાય છે અને સફેદ રંગ વધુ માત્રામાં પરાવર્તિત થાય છે. આને કારણે કપડાં વધુ સફેદ દેખાય છે.

પોસ્ટને શેર કરી બીજા મિત્રોને પણ લાભ આપીએ…!

ટીપ્પણી