સરબજીતને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલી

Gujartijoks sarabjit

સરબજીત પણ ચાલ્યો ગયો…આખા દેશમાં આ જ ચર્ચા ચાલે છે…હવે તો હદ થઇ ગઈ…! લાગે છે કે ભારતીયોના જીવ બહુ જ સસ્તા થઇ ગયા છે. જેને જે જોઈએ તે લઈને ચાલ્યા જાય અને આપણે હાથ પર હાથ રાખી બેઠા રહીએ. ૬૦ વર્ષ પેલા અખંડ ભારતમાંથી પાકિસ્તાન લીધું અને આપણા બકરીછાપ નેતા જોતા જ રહી ગયા.

જેંતીલાલએ સરબજીતને હૃદય પૂર્વક શ્રધ્ધાંજલી આપે છે જેણે ૨૦ વર્ષ સુધી પાકિસ્તાનમાં યાતના ભોગવી અને પછી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. આપણા સર શરમથી જુકી જવા જોઈએ… જરા વિચારો બીજા દેશ આ સમાચાર સાંભળશે ત્યારે શું વિચારશે ? કે ભારતીય સરકાર તેના એક રક્ષક પુત્રની પણ રક્ષા નથી કરી શકતી તે બીજાનું બીજું શું ઉખાડી લ્યે ! કલ્પના કરો આવું ઈઝરાયેલમાં થયું હોતે તો અત્યારે શું થાત !

સરબજીતના પરિવારને પ્રભુ શકતી આપે તે જ…!

ઓમ શાંતિ !

 

ટીપ્પણી