સત્યનારાયણના પ્રસાદનો શીરો

shirosatyanarayanસામગ્રીઃ-

 

• 600 ગ્રામ રવો

• 600 ગ્રામ ઘી

• 3 લિટર દૂધ

• 650 ગ્રામ ખાંડ

• થોડીક ઇલાયચી

• ચારોળી

• બદામની કાતરી

 

રીતઃ-

 

• એક વાસણમાં ઘી મૂકી ગરમ થાય પછી રવો નાખી ધીમા તાપે શેકવો.

• રવો આછો બદામી રંગનો થાય એટલે તેની ઉપર ગરમ દૂધ રેડવું. તાપ ખૂબ ઓછો રાખવો.

• દૂધ બળી જાય પછી ખાંડ નાખવી. ઘી છૂટું પડે ત્યારે ઇલાયચીનો ભૂકો નાખી ઉતારી લેવું.

• શીરા ઉપર ચારોળી અને બદામની કાતરી ભભરાવવી.

• નોંધઃ- ગળ્યું વધારે પસંદ હોય, તો ખાંડ વધારે નાખવી.

ટીપ્પણી