શું તમે પોલીસ બની દેશની સુરક્ષા કરવા માંગો છો ? તો વાંચો…કેવીરીતે ?

- Advertisement -


kiran11-192x300

 

 • પોલીસને જોઇને તો ભાઈ બીક લાગે. પણ મિત્રો, પોલીસની બીક જરૂરી છે. એ બીક છે તો કાયદાનું પાલન અને સુરક્ષા છે. અને તેથી જ સમાજ શાંતિથી જીવી શકે છે.
 • પોલીસને જોઇને તરત જ સલામ યાદ આવે છે. કમરે પટ્ટો, માથે ત્રણ સિંહની આકૃતિવાળા બિલ્લાવાળી ટોપી, ખભા પર સ્ટાર……ખરેખર પોલીસ એ સરકારનું નાક છે.
 • સૈનિકો દેશના બહારના દુશ્મનોથી દેશની રક્ષા કરે છે. જયારે પોલીસ દેશના અંદરના દુશ્મનો કે દેશના દુષ્ટ માણસોને કંટ્રોલમાં રાખી દેશની અંદરની રક્ષા કરે છે.
 • પોલીસને ખૂબ જ બેલેન્સ રાખી કાર્ય કરવું પડે છે. ગેરસામાજિક તત્વને દંડ મળે છતાં સામાન્ય જનતાને નુકસાન ન થાય,એમ બંને બાજુ ધ્યાન રાખવું પડે છે.
 • પોલીસ હોવું એ એક સામાજિક જવાબદારી છે. ખતરાઓથી ખેલતા રહેવાનું જીવન છે.
 • ધોરણ ૧૦ અને ૧૨ પછી પોલીસ વાર્ષિક ભરતીના સમયે પોલીસ ખાતામાં પ્રવેશ મળે છે. જેમાં પરીક્ષા અને શારીરિક તેમજ માનસિક ક્ષમતાને લક્ષ્યમાં લઇ પસંદગી થાય છે.
 • જેમ-જેમ સમય થાય તેમ-તેમ બઢતી થાય છે. જેમાં કોન્સ્ટેબલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ( PSI ), ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડટ ઓફ પોલીસ ( DYSP ), સુપ્રિન્ટેન્ડટ ઓફ પોલીસ ( DSP ), ડેપ્યુટી કમીશનર ઓફ પોલીસ ( DCP ), એડીશનલ કમીશનર ઓફ પોલીસ ( ACP ), કમીશનર, ડાયરેક્ટ જનરલ ઓફ પોલીસ ( DGP ), ઇન્સ્પેક્ટર જનરલ ( IG )…..વગેરે શહેર અને જિલ્લાને લક્ષ્યમાં લઇ અનેક પ્રકારો પડે છે.
 • દરેક રાજ્ય પાસે સ્ટેટ રીઝવર્ડ પોલીસ ( SRP ) પણ હોય છે. જે જરૂરિયાત મુજબ કામગીરી બજાવે છે.
 • પોલીસે ઉપરીના અને બીજા અનેક પ્રેશર વચ્ચે કામ કરવું પડે છે. પોતાના કુંટુંબ પરિવારને ગૌણ કરી દિવસે કે રાત્રે ગમે ત્યારે ખડે પગે તૈયાર રહેવું પડે છે.
 • ભારતના દરેક નાગરિકે કોઈ ગેરસામાજિક ઘટના બને ત્યારે કેવી રીતે પોલીસ કાર્યવાહી કરવી તે જાણી જ લેવું જોઈએ.
 •  ટહુકાર

 

ટીપ્પણી