શું તમારે પાઈલોટ બનવાના સપના છે ? તો અચૂક વાંચો…

- Advertisement -

pilot-300x229પંખીની જેમ ઉડવાનું કોને ન ગમે ? મેઘધનુષ અને વાદળા જ્યાં રસ્તો હોય, વીજળી જ્યાં સિગ્નલ હોય, ને આખું આકાશ ખાલીખમ પડ્યું હોય….કેવી મજા આવે! ધરતી ને આકાશમાં રહી જોવાનો આનંદ જ કંઈ જુદો છે.

પણ પાયલોટ થવું કંઈ સહેલું નથી. તેમાં તન અને મન બંને પર કડક નિયંત્રણ જોઈએ. પ્રત્યેક ક્ષણે સજાગ રહેવું પડે. ઝડપી અને સચોટ નિર્ણય લેવા પડે. ૧-૨ મહીને ૧૦૦-૨૦૦ સ્વીચો હેન્ડલ કરવી પડે. બગાસા ખાતા સાયકલ ચાલે, પ્લેન નહિ….

પોતાના જીવ કરતા જેને પેસેન્જરના જીવ વહાલા હોય તેને જ પાયલોટ બનવું જોઈએ. પાયલોટે તો જરૂર પડે ત્યારે બલિદાનની તૈયારી રાખવી પડે.

અરે એમાય ફાઈટર પ્લેનના પાયલોટ બનવું એ તો હીરા ચાવવા જેવું છે. ત્યાં કેવળ ઝનુન ન ચાલે. ખુબ સ્થિરતાપૂર્વક નિર્ણયો લેવા પડે. દુશ્મનની મિસાઈલ અને રડારથી બચતા રહીને નિશ્ચિત જગ્યાએ બોમ્બવર્ષા કરવી એ જેવા-તેવાનું કામ નથી.

ખાનગી પાયલોટના પગાર:

(૧) નવા પાયલોટ મહીને ૭૦ હજાર

(૨) થોડા વધુ અનુભવી પાયલોટ – મહીને ૨ લાખ.

(૩) સિનિયર કમાન્ડ પાયલોટ – મહીને ૫ લાખ.

સરકારી પાયલોટ મહીને ૪૦ હજાર. પ્રાઇવેટ જેટ ચલાવનારના પગાર આથીય ઊંચા હોય છે.

પાયલોટને પગાર ઉપરાંત રહેવું, જમવું, દવા વગેરે અન્ય ખર્ચ પણ કંપની પૂરો પાડે છે.

ધોરણ ૧૨ સાયન્સ પછી ઓછામાં ઓછી ૩-૪ વર્ષ તાલીમ લેવી પડે. પાયલોટ થવા ઇચ્છનારનું મેથ્સ અને ફીઝીક્સ સારું હોવું જરૂરી છે.

ભારતમાં બેંગ્લોર, અમદાવાદ, ચંડીગઢ વગેરે સ્થળે પાયલોટના તાલીમ કેન્દ્રો છે.

પાયલોટ બે પ્રકારના હોય છે. (૧) કોમર્શિયલ અને (૨) ફાઈટર.

જેમ-જેમ વર્ષો વીતે, અનુભવ વધે, હવાઈ મુસાફરીના કલાકો વધે તેમ-તેમ પાયલોટનું ગ્રેડીંગ વધે છે.

આમ તો પાયલોટ એટલે વિમાનનો ડ્રાઈવર. પરંતુ તેઓ એવા ડ્રાઈવર છે કે જેમનો પગાર ડ્રાઈવરો રાખતા લોકોના પગાર કરતાય વધુ હોય છે. પરંતુ દરેક હવાઈ મુસાફરીનો અંત સુખદ જ હોય એવું કહી શકાય નહિ. આ તો ભાઈ, ૧૦૦ % સાહસનું કામ છે.

– ટહુકાર

ટીપ્પણી