શું તમને ખબર છે કે પિન કોડનો અર્થ શો થાય છે?

- Advertisement -

2414_1

 

આજકાલા ચિઠ્ઠીની ફેશન રહી નથી. લોકો આજકાલ ઇ-મેલ પર વધુ વિશ્વાસ કરે છે. પરંતુ તેમ છતાંય કોણ શેરીમાંથી પોસ્ટમેન નીકળે છે. તો મનમાં એક ઉમંગ રહે છે કે કાશ આપણા ઘરે પણ કોઇ ચિઠ્ઠી આવે. તમારા વિસ્તારનો પિન કોડ તો તમને યાદ હશે જ. દરેક લોકોને પિનકોડ મોઢે યાદ હોય છે. કોઇ ચિઠ્ઠી મોકલવી હોય, કુરિયર હોય કે મની ઓર્ડર પિન કોડની જરૂર તો બધાને પડે છે. પરંતુ શું તમને ખબર છે કે પિન કોડનો અર્થ શો થાય છે?

પિન કોડ તો ખૂબ જ અગત્યનો હોય છે. તેની મદદથી તમે તમારા વિસ્તારી પૂરી માહિતી સરળતાથી મેળવી શકો છો. જ્યારે તમે તમારો પિન કોડ કોઇને કહો છો તો તેનો મતબલ એ થયો કે તમે તમારા એરિયાની પૂરી માહિતી તેને આપી રહ્યા છો.

6 નંબરનો મળીને બનાવાયેલો આ કોડ તમને એરિયાની તમામ માહિતી આપે છે. તેનો દરેક નંબર કોઇ ખાસ એરિયાની માહિતી આપે છે. આ માહિતીની મદદથી પોસ્ટ ઓફિસના લોકો સાચી જગ્યાએ પેકેટને ડિલિવર કરે છે. આપણો આખો દેશ 6 ખાસ ઝોનમાં ડિલિવર કરાયો છે. તેમાંથી 8 રિજનલ ઝોન છે અને એક ફંકશનલ ઝોન. દરેક રિન કોડ કોઇને કોઇ ખાસ ઝોનની માહિતી આપે છે.

જો તમારા પિન કોડનો પહેલો નંબર 1 હોય તો તેનો મલબ છે તમે દિલ્હી હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ કે જમ્મુ-કાશ્મીરના કોઇ રાજ્યમાંથી છોય જો આ નંબર 2 હોય તો તમે ઉત્તરપ્રદેશ કે ઉતરાંચલથી છો. આ જ રીતે જો પિન કોડનો પહેલો નંબર 3 હોય તો તમે વેસ્ટર્ન ઝોન કે રાજસ્થાન કે ગુજરાત સાથે સંબંધ ધરાવો છો. 4નંબરથી શરૂ થનાર પિનકોડ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, અને છતીસગઢનો કોડ હોય છે. આ જ રીતે 5થી શરૂ થનાર કોડ આંધ્ર પ્રદેશ અને કર્ણાટકનો હોય છે. જો તમારો પિન કોડ 6 થીશરૂ થઇ રહ્યો છે તો કેરલા કે તામિલનાડુના રહેવાસી છો. જો હવે તમારા પિન કોડનો પહેલો નંબર 7 છે તો તમે ઇસ્ટર્ન ઝોનમાં છો. અહીં તમે બંગાળ, ઓરિસ્સા, અને નોર્થ ઇસ્ટર્ન વિસ્તારમાં છો. જો તમારા પિન કોડનો પહેલો નંબર 8 છે તો એ વાતનો સંકેત આપે છે કે બિહાર કે ઝારખંડમાં રહો છો. જો તમારો પિનકોડ નંબર 9 થી શરૂ થતો હોય તો તે એ વાતની સાક્ષી પૂરે છે કે તમે ફંકશનલ ઝોનમાં રહો છો. આ હોય છે આર્મી પોસ્ટલ સર્વિસીસ માટે.

હવે આ તો થઇ પહેલાં નંબરની વાત. હવે આપણી વાત કરીશું પિન કોડના શરૂઆતના બે નંબર અંગે. 11 નંબર દિલ્હીનો હોય છે. 12-13 હરિયાણા, 14-16 પંજાબ, 17 હિમાચલ પ્રદેશ, 18 અને 19 જમ્મુ-કાશ્મીર, 20-28 ઉત્તર પ્રદેશ અને ઉત્તરાંચલ માટે, 30-34 રાજસ્થાન, 36-39 ગુજરાત, 40-44 મહારાષ્ટ્ર, 45-49 મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, 50-53 આંધ્રપ્રદેશ, 56-59 કર્ણાટક, 60-64 તામિલનાડુ, 67-69 કેરલા, 70-74 બંગાલ, 75-77 ઓરિસ્સા, 78 આસામ, 79 નોર્થ ઇસ્ટર્ન વિસ્તાર, 80-85 બિહાર અને ઝારખંડ, 90-99 આર્મી પોસ્ટલ સર્વિસીસ.

પિન કોડના આગળના 3 ડિજીટ એ વિસ્તારની માહિતી આપે છે જ્યાં તેમના પેકેટ પહોંચાડવાના છે. તેનો અર્થ છે આ વિસ્તારમાં જ્યાં તમારું પેકેટ જશે. એક વખત તમારા પેકેટ સાચી ઑફિસ સુધી પહોંચી ગયા તો ત્યાંથી તે તમારા ઘર સુધી પહોંચી જાય છે. હવે તમે સમજ્યા પિનકોડ કેટલો અગત્યનો છે.

સૌજન્યઃ દિવ્યભાસ્કર

ટીપ્પણી