શીખવાડજે પ્રભુ

974959_595514940467097_1282244247_nસફળતા નહિ આપે તો ચાલશે,

નિષ્ફળતાને ધીરજથી હેન્ડલ કરતા શીખવાડજે પ્રભુ

ધન દોલત નહિ આપે તો ચાલશે,

કોઈ ગરીબને પ્રેમથી ગળે મળતા શીખવાડજે પ્રભુ

બહુ પ્રસિદ્ધિ નહિ આપે તો ચાલશે,

કોઈ અજાણ્યાને પોતાનો ગણતા શીખવાડજે પ્રભુ

વધારે આયુષ્ય નહી આપે તો ચાલશે,

સુંદર રીતે જીવી, સુંદર રીતે મરતા શીખવાડજે પ્રભુ

સારી વાક્છટા નહિ આપે તો ચાલશે,

કઈ ખરાબ બોલતા પહેલા ડરતા શીખવાડજે પ્રભુ

સારું શરીર શૌષ્ઠવ નહિ આપે તો ચાલશે,

ભારોભાર અન્યાય સામે લડતા શીખાવાડજે પ્રભુ

બહુ બુદ્ધિ નહિ આપે તો ચાલશે,

જેટલી છે એ સારી રીતે વાપરતા શીખવાડજે પ્રભુ

ઉડવા માટે પાંખો નહિ આપે તો ચાલશે,

કોઈના દિલમા ખૂબ ઊંડા ઉતરતા શીખવાડજે પ્રભુ

સૌજન્ય : માનસી પટેલ અંબાલીયા (રાજકોટ)

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block