શાહી પરવળ

601713_138697586334692_964540618_n

 

શાહી પરવળ

 

સામગ્રી:

પરવળ -12 નંગ

ખાંડ -1 1/2 કપ

માવો -1 કપ

બેકિંગ સોડા -1/4 ટે સ્પૂન

બદામ- 2-3 ટે સ્પૂન

કાજુ -2-3 ટે સ્પૂન

પિસ્તા – 2-3 ટે સ્પૂન

કોપરાનું ખમણ -2 ટે સ્પૂન

એલચી પાઉડર -1 ટે સ્પૂન

 

રીત:

• પરવળની છાલ ઉતારી ઉભો કાપો મૂકી અંદરનો બીયા વાળો ભાગ સંભાળીને કાઢી નાખવો.

• કોઈ એક વાસણમાં પાણી ગરમ કરો ઉકળે એટલે પરવળ અંદર નાખી દયો, બેકિંગ સોડા નાખો જેથી પરવળનો કલર ગ્રીન રહેશે અને જલ્દી ચડી જશે.

• 3-4 min ઉકાળવા દો,ગેસ 5 min ઢાંકીને રાખો પછી ચારણીમાં નીતારવા રાખી દો.

• બીજા એક વાસણમાં 1/2 કપ પાણી અને 1 કપ ખાંડ લો,ખાંડ ઓગળે એટલે પરવળને ખાંડવાળા પાણીમાં નાખી 2-3 min સુધી ધીમા ગેસે ચડવા દયો.

• માવાને એક કડાઈમાં ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકો.

• તેને ઠંડો કરી પીસ્તા,કાજુ,બદામની કતરણ,કોપરાનું ખમણ,એલચીનો ભૂકો નાખી મિક્ષ કરો.

• હવે પરવળને લઈ તેમાં આ માવો સંભાળીને ભરો.

• સિલ્વર ફોઈલ થી સજાવો અથવા વધેલ બદામ પિસ્તાની કતરણથી.

• તૈયાર છે શાહી પરવળ.

-આ સ્વીટ ને તમે ફ્રિજમાં અઠવાડિયા સુધી રાખી શકો છો.

-ગળપણ માટે ખાંડ વધારે ઓછી લઈ શકાય.

-બદામ,કાજુ,પીસ્તા વધારે ઓછા કરી શકાય.

રસોઈની રાણી: ગામી હિરલ (રાજકોટ)

ટીપ્પણી