શાહી કાજુ પનીર ટિક્કી :

- Advertisement -

5474_r-7

 

શાહી કાજુ પનીર ટિક્કી :

 

* સામગ્રી :

– દોઢ કપ છીણેલું પનીર

– અડધો કપ બાફેલા બટેટા

– બે ચમચા કૉર્નફ્લોર

– અડધી ચમચી જીરું

– પા ચમચી મરી પાઉડર

– અડધી ચમચી લાલ મરચું

– બે ચમચી ધાણાનો પાઉડર

– બે ચમચા બારીક સમારેલી કોથમીર

– અડધી ચમચી ગરમ મસાલો

– તળવા માટે તેલ

– બારીક ૨૦-૨૫ કાજુનો અધકચરો ભુક્કો

– મીઠું સ્વાદ પ્રમાણે

 

 

* રીત :

એક બૉલમાં બટેટા અને પનીર લઈ મસળો. ત્યાર બાદ એમાં જીરું, મરી, લાલ મરચું, ધાણાનો પાઉડર, ગરમ મસાલો, કોથમીર, કૉર્નફ્લોર અને મીઠું ઉમેરી મિક્સ કરો અને હાથેથી મસળી ટિક્કી બને એવું સૉફ્ટ મિશ્રણ બનાવો. હવે આ મિશ્રણમાંથી નાની-નાની ગોળ અને ચપટી ટિક્કીઓ બનાવો. હવે આ ટિક્કીઓને કાજુના ભુક્કામાં રગદોળી હલકા હાથે દબાવો, જેથી કાજુ બરાબર ચોંટી જાય. એક કડાઈમાં તેલ ગરમ કરી તૈયાર કરેલી ટિક્કીઓને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. સર્વિંગ પ્લેટમાં કાઢી આમલીની મીઠી ચટણી સાથે પીરસો.

ટીપ્પણી