” શાકનાં બટેટા વડા”

- Advertisement -

images (7)BJMHFHFRDHHવરસાદ શરૂ થઇ ગયો તો તેને અનુકુળ રેસીપી પણ શરૂ થઇ જ જવી જોઈએ ને….? આ રહી આપણી આ નવી થીમ – ” આવ રે વરસાદ ! ” ની પહેલી વાનગી….જેને વરસાદ માં પલળીને પછી અથવા તો બાલ્કની માં બેઠા-બેઠા વરસાદ ની મજા માણતા-માણતા ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. આઈડીયા ગમે તો LIKE અને SHARE કરી જ દેજો હો….!!!!

 

” શાકનાં બટેટા વડા”

 

** સામગ્રી :-

– બાફેલ બટેટા : ૮ થી ૧૦ નંગ

– આદુ, મરચાની પેસ્ટ : ૨ ટી.સ્પુન

– કોથમીર : ૩ ટી.સ્પુન

– ફુદીનો : ૧ ટી.સ્પુન

– અડદ ની દાળ : ૧ ટી.સ્પુન

– હિંગ : ચપટી

– આમચૂર પાવડર : ૧ ટી.સ્પુન

– ખાંડ : ૧ ટી.સ્પુન

– લીમડા નાં પાન : ૮ થી ૧૦ નંગ

– મીઠું : જરૂર પ્રમાણે

– કાજુ, કીસમીસ : ૧-૧ ટી.સ્પુન

 

~~ ખીરું બનાવવા :

 

– ચણાનો લોટ : ૩/૪ કપ

– મીઠું : જરૂર પ્રમાણે

– હળદર : ચપટી

– લીંબુ નો રસ : ૧ ટી.સ્પુન

– ગરમ તેલ : ૨ ટી.સ્પુન

– પાણી : જરૂર પ્રમાણે

 

** રીત :-

સૌ પ્રથમ બટેટા ને વરાળથી બાફવા. ત્યારબાદ તેના ઝીણા કટકા કરવા. હવે તેના વઘાર માટે ૧ ટી.સ્પુન તેલ લઇ તેમાં અડદની દાળ, જીરૂ, આદુ-મરચાની પેસ્ટ, હિંગ, લીમડા નાં પાન, કાજુ-કીસમીસ નાખી બટેટા નાં કટકા વઘારવા. તેમાં મીઠું,ખાંડ, આમચૂર પાવડર, કોથમીર, ફુદીનો નાખી હળવા હાથે હલાવવું. બટેટા નાં કટકા નો માવો ના થઇ જાય તેનું ધ્યાન રાખવું. પછી તેને નીચે ઉતારી ઠંડુ પાડી તેના મીડીયમ સાઈઝના ગોળા વાળી સાઈડ પર રાખવા.

 

~~ ખીરૂ બનાવવા માટે :

ચણાના લોટમાં મીઠું, હળદર, ચપટી સોદા, લીંબુ નો રસ, પાણી નાખી બેટર તૈયાર કરવું. છેલ્લે ગરમ તેલ નાખી બેટર ને ખુબ જ ફીણવું. હવે આ બેટર માં તૈયાર શાકના ગોળા ડીપ કરી ગરમ તેલમાં માધ્યમ આંચે તળી લેવા. હવે તેને સર્વિંગ પ્લેટ માં લઇ લીલી ચટણી તેમજ ટોમેટો કેચપ સાથે સર્વ કરી ઠંડા-ઠંડા વાતાવરણ માં ગરમ-ગરમ બટેટા વડા ની મોજ માણવી.

સૌજન્ય : હર્ષાબેન મેહતા (રાજકોટ)

ટીપ્પણી