“શબનમ બેન” ફરી હાજર છે “સુંદર વિચાર” કવિતા સાથે !

સૌને સુપ્રભાત!

આજે શબનમ બેન ફરી પાછા હાજર છે “સુંદર વિચાર” કવિતા સાથે !

એક – એક શબ્દ માં જાણે પ્રભુ પાસે ઉચ્ચ જીવન ધ્યેય પર ચાલવાની પ્રેરણા માટે પ્રાર્થના કરતા હોય તેવુ લાગે છે

 

થોડી સમજ મને પરવરદિગાર દઈ દે,

આંખ ઉઘડે ત્યાં સુંદર વિચાર દઈ દે ..

 

નથી ખપ મને કોઈ ધન-દોલતનો,

માત્ર આત્માને ઉજાળે એવો વ્યવહાર દઈ દે..

 

કરું સુખી સૌને, યાચું ના કોઈનું દુઃખ ,

જિંદગી હો ઉપયોગી,ભલે દિન બે-ચાર દઈ દે.

 

આભૂષણો ને રૂપથી શોભે સૌના દેહ ભલે,

પણ મુજને પવિત્ર હૃદય ને સ્મિતનો શણગાર દઈ દે..

 

છો આવે ગાઢ અંધકાર જીવન પથ પર મારા ,

પહોંચી વળવા એને ‘શબનમ’ ભરી સવાર દઈ દે..

ટીપ્પણી