શનિવારે જાણો અને માણો : “કાજુ કરી”

1069150_142193022651815_2001157888_n

 

શનિવારે જાણો અને માણો : “કાજુ કરી”

 

સામગ્રી :

100 gm કાજુ,

2-3 ડુંગળી પીસેલી,

1 ચમચી દહીં,

50 gm મોળો માવો,

½ કપ નાળીયેરનું દૂધ,

3 ચમચી મલાઇ,

2 ચમચી કાજુ મગસતરીનો પાવડર,

½ ચમચી લાલ મરચું,

½ ચમચી ગરમ મસાલો,

1 ચમચી આદુ મરચાની પેસ્ટ,

મીઠું,

3 ચમચી તેલ.

 

રીત :

કાજુને 5 મીનીટ પહેલા પલાળીને રાખો, પછી કઢાઇમાં 3 ચમચી તેલ ગરમ કરીને તેમાં કાજુ તળી લો. એજ તેલમાં પીસેલી ડુંગળી, આદુ મરચાની પેસ્ટ નાખો. થોડીવાર સાંતળો પછી માવો નાખો થોડીવાર સાંતળો પછી મીર્ચ મસાલા નાખો, મીઠું ઓછું નાખવું પછી તેમાં નારીયેરની પેસ્ટ, મલાઇ, કાજુ મગસતરીનો પાવડર નાખી થોડીવાર સાંતળો પછી તેમાં તળેલા કાજુ અને ½ કપ ગ્રેવીના હિસાબથી પાણી નાખો.

ટીપ્પણી