“વેજ. ચીઝ સેન્ડવીચ”

- Advertisement -

1002733_4256541790598_1518680871_n“વેજ. ચીઝ સેન્ડવીચ”

 

સામગ્રી :-

બ્રાઉન બ્રેડ – ૮ સ્લાઇસ

માખણ – ૪ ચમચા

ચીઝનું છીણ – જરૂર મુજબ

ડુંગળી સમારેલી – ૧ નંગ

મઘ્યમ સાઇઝ (સિમલા મરચાં સમારેલાં – ૧ નંગ)

મઘ્યમ સાઇઝ ટામેટાં સમારેલાં – ૧ નંગ

લીલાં મરચાં સમારેલાં – ૩ નંગ

લીલી ચટણી – અડધો કપ

ટોમેટો કેચઅપ – ચાર ચમચા

લીટસનાં પાન

 

રીત :-

બ્રેડ સ્લાઇસ પર માખણ લગાવો. ચીઝ, ડુંગળી, સિમલા મરચાં, ટામેટાં, લીલી ચટણી એક બાઉલમાં મિકસ કરો. થોડું કેચઅપ નાખી મિકસ કરો. થોડાં લીટસનાં પાનને ઝીણાં સમારી આ મિકસચરમાં નાખો. બાકી વધેલાં લીટસમાં પાન અડધાં કરી ચારબ્રેડ સ્લાઇસ પર મૂકો. મિકસચરને તેની ઉપર પાથરી ફરીથી બાકીની બ્રેડ સ્લાઇસ મૂકો, થોડું દબાવો. તમારી સેન્ડવીચ તૈયાર છે. તેને બે પીસમાં કાપીને પીરસો.

 

સૌજન્ય : સુનીતા ચોટલીયા (રાજકોટ)

ટીપ્પણી