વેજિટેબલજયપુરી

8615veg_sabji

વેજિટેબલજયપુરી

 

સામગ્રી:

• 250 ગ્રામ કોબી,

• 100 ગ્રામ લીલા વટાણા

• 2 બટાકા,

• 2 ગાજર

• 3 ટામેટાં,

• 3 લીલાં મરચાં3 ટેબલસ્પૂન ઘી, 1/2 ટીસ્પૂન ખાંડ

• 1/2 ટીસ્પૂન લાલ મરચું

• 1 ઝૂડી લીલા ધાણા

• મીઠું – પ્રમાણસર

• વાટવાનો મસાલો – 2 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ, 1 ટેબલસ્પૂન સૂકા ધાણા, 1/2 ટીસ્પૂન હળદર, 1 ડુંગળી, 5 કળી લસણ બધું ભેગું કરી, થોડું પાણી નાંખી મસાલો વાટવો.

• સૂકો મસાલો – 5 કટકા તજ, 5 લવિંગ, 7 દાણા મરી, 1/2 ટીસ્પૂન જીરુ ખાંડી, મસાલો બનાવવો.

 

રીત

ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, બારીક કટકા, છોલેલા બટાકાના કટકા અને લીલા વટાણા બધું વરાળથી બાફી લેવું. કોબીજને ઝીણી સમારવી.

એક તપેલીમાં 2 ચમચા ઘી મૂકી, વાટેલો મસાલો સાંતળવો. સુગંધ અાવે એટલે કોબીજ નાંખી, હલાવું. થોડું કપાણી છાંટી ઢાંકણ ઢાંકી થોડી વાર ચઢવા દેવું. ત્યારબાદ વટાણા, બટાકા, ગાજર, સૂકો મસાલો અને ટામેટાંના કટકા નાંખી શાક સાંતળવું. થોડું પાણી છાંટતાં જવું. પછી લીલાં મરચાંના કટકા, મીઠું, ખાંડ અને લાલ મરચું નાંખી, થોડી વાર ઉકાળી નીચે ઉતારી લેવું. પીરસતી વખતે લીલા ધાણા નાંખી, પરોઠા સાથે ઉપયોગમાં લેવું. ઉપર 1 ચમચી ઘી નાંખવું.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block