વારો વેસ્ટમાંથી બેસ્ટનો

૧. શાકનો રસો પાતળો થઈ ગયો હોય અને ઘરમાં વધેલી બ્રેડ પડી હોય તો, તેનો ભૂકો કરી રસામાં નાખો, રસો જાડો થઈ જશે.

૨. ભાત વધ્યા હોય તો તેમાંથી કટલેટ બનાવી શકાય છે।

૩. ભાત કે ખીચડી વધ્યાં હોય તો તેમાં મસાલા અને ચણાનો લોટ કે ઘઊંનો લોટ ચોળી મુઠિયાં, પરોઠા કે ભજીયાં બનાવી શકાય છે.

૪. બટાટા પૌવા વધ્યા હોય તો, તેમાંથી બહુ ટેસ્ટી સમોસા કે કચોરી બને. તેમાં સૂકા પાઉનો ભૂકો ભેળવશો તો કટલેટ પણ બનાવી શકાય.

૫. વટાણા-બટાકાનું શાક વધ્યું હોય તો બ્રેડની સ્લાઇડ્સ વચ્ચે મુકી સેન્ડવીચની મજા ઉઠાવી શકાય છે।

૬. રગડો વધ્યો હોય તો, તેમાં બ્રેડનો ભૂકો, મીઠું, રવો, મેંદો, આદુ, મરચાં, ચટણી અને સેસ નાખી એકદમ ટેસ્ટી ઢોકળાં બનાવી શકાય છે.

૭. શાક વધ્યાં હોય તો, તેમાંથી મૂઠિયાં, હાંડવો અને ઢોકળાં બનાવી શકાય છે.

૮. મેથીનાં ઢેબરાંનો લોટ વધ્યો હોય તો, તેને થોડો ઢીલો કરી તેમાંથી ભજીયાં ઉતારી શકાય.

૯. બટાકાં માવો વધ્યો હોય તો, રોટલી વણી તેમાં ભાખરવડીની જેમ મસાલો ભરી, પાણીથી ચોંટાડી તળી લેવાં. બટાકાંવડાંનાં પાંદડાં બની જશે.

૧૦. ખાટુ અથાણું જૂનું થઈ ગયું હોય અને ન ભાવતું હોય તો, એક નાનો કપ દેશી ચણા પલાળી, સવારે કોરા કરી દેવા. ખાટિયાના અથાણામાં બરાબર મિશ્ર કરી દો. બની જશે તાજુ.

 

ટીપ્પણી