વરસાદની મોસામ ના શુભઆરંભ સાથે મજા માણો “ભરેલા મરચાંના ભજીયાં “

- Advertisement -

1001325_541916332512136_1332662577_nસામગ્રી

– 5-6 જાડા લીલા મરચાં

2 બાફેલા બટાકા

1/2 ટી સ્પૂન ચાટ મસાલો

1/2 ટી સ્પૂન ગરમ મસાલો

1 કપ બેસન

1/2 ટી સ્પૂન બેકિંગ પાવડર

1/4 ટી સ્પૂન લાલ મરચાનો પાવડર

તળવા માટે તેલ

મીઠું સ્વાદઅનુસાર

 

રીત –

-સૌ પ્રથમ લીલા મરચાને ધોઈને લૂંછી લો. હવે તેની વચ્ચે લાંબો ચીરો લગાવી બીજા બહાર કાઢી લો.

-બાફેલા બટાકા છોલીને છીણી લો. તેમા મીઠુ, ચાટ મસાલો અને ગરમ મસાલો નાખી મિશ્રણ તૈયાર કરો.

-બેસનમાં મીઠુ, લાલ મરચુ, બેકિંગ પાવડર અને જરૂર મુજબ પાણી નાખીને ઘટ્ટ ખીરું તૈયાર કરો.

-હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.

-લીલા મરચામાં બટાકાનુ મિશ્રણ ભરો અને બેસનના ખીરામાં ડુબાડી ગરમ તેલમાં તળો.

-તમે ઈચ્છો તો મરચાના ઉપર પણ બટાકાના મિશ્રણની એક પરત લગાવી શકો છો.

-મરચાંનાં ગરમા-ગરમ ભજીયાં ટોમેટો સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

– સુરતી જમણ

ટીપ્પણી