વરસાદની ભીની મોસમ મા માણો “ડ્રાય વેજ મન્ચુરિયન”

998592_544474638922972_1862118399_nવરસાદની ભીની મોસમ મા માણો “ડ્રાય વેજ મન્ચુરિયન”

 

 

 

સામગ્રી:

 

3 કપ સમારેલી કોબીજ

 

1 કપ સમારેલા ગાજર

 

3 થી 4 ટેબ.સ્પૂન મેંદો

 

3 થી 4 નંગ લીલા મરચા ઝીણા સમારેલા

 

1 નાનો કટકો આદુ

 

2 થી 3 કળી લસણ

 

1 ટેબ.સ્પૂન કોથમીર

 

1/4 ટી.સ્પૂન મરી પાવડર

 

ચપટી આજી નો મોટો

 

સ્વાદ પ્રમાણે મીઠું

 

2 નંગ ડુંગળી

 

(6 થી 7 નંગ લીલી ડુંગળી પાન સાથે)

 

તળવા માટે તેલ

 

 

 

કોટિંગ માટે:

 

1 1/2 ટેબ.સ્પૂન તેલ

 

3 થી 4 નંગ લીલા મરચા

 

3 થી 4 કળી લસણ

 

2 ટેબ.સ્પૂન કોર્ન ફ્લોર

 

2 ટેબ.સ્પૂન સોયા સોસ

 

ચપટી આજી નો મોટો

 

પાણી

 

 

 

ગાર્નીશિંગ માટે:

 

 

 

ઝીણી સમારેલી કોથમીર

 

ઝીણા સમારેલા લીલા લસણ ના પાન

 

 

 

રીત:

 

-ડ્રાય વેજ.મન્ચુરિયન બનાવવા માટે સૌ પ્રથમ કોબીજ અને ગાજર ને બારીક સમારી લો.

 

-લીલા મરચા ને પણ ઝીણા સમારી લો.આદુ અને લસણ ને ક્રશ પણ કરી લો

 

-કોથમીર ને ઝીણી સમારી લો.ડુંગળી ઝીણી સમારી લો.(લીલી ડુંગળી હોય તો પાન સાથે ઝીણી સમારી લેવી.)

 

-1/4 કપ પાણી માં સોયા સોસ અને કોર્ન ફ્લોર મિક્સ કરી ગ્રેવી તૈયાર રાખવી.

 

 

 

રીત:

 

 

 

મન્ચુરિયન માટે:

 

-ડ્રાય વેજ.મન્ચુરિયન બનાવવા માટે સૌ પ્રથમ ઝીણી સમારેલી કોબીજ,ગાજર,આદુ,મરચા,કોથમીર,લસણ મિક્સ કરવા

 

-ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું,મરી પાવડર અને આજી નો મોટો નાખી ને તરતજ જેટલો ભળે તેટલો જ મેંદો નાખવો.

 

-ગરમ તેલ માં નાના નાના મન્ચુરિયન વાળી ને તળી લેવા.

 

 

 

કોટિંગ માટે:

 

-બીજી એક કઢાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં ગેસ ફાસ્ટ જ રાખી ને ડુંગળી અને મરચા સાંતળવા.

 

-ત્યારબાદ તેમાં ગેસ ફાસ્ટ જ રાખી ને આજો નો મોટો અને લસણ ઉમેરો

 

-હવે ગેસ ધીમો કરી તેમાં સોયા સોસ ની તૈયાર કરેલી ગ્રેવી ઉમેરો.ગ્રેવી ઘટ્ટ થવા દો.

 

-ગ્રેવી ઘટ્ટ થાય એટલે તેમાં તૈયાર કરેલા મન્ચુરિયન બોલ્સ નાખી ૨ મિનીટ માટે ગરમ કરવું.

 

-તૈયાર ડ્રાય વેજ.મન્ચુરિયન ને ઝીણી સમારેલી કોથમીર અને લીલા લસણ ના ઝીણા સમારેલા પાન વડે ગાર્નીશ કરી ગરમ ગરમ સર્વ કરવા.

 

આ પોસ્ટને એકવાર અચૂક શેર કરો…!!

 

 

 

– સુરતી જમણ !

 

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!