વડા અને દહીંવડા

303416_644157128943787_980885531_n
સામગ્રી:

૧ કપ અડદની દાળ, ૧ કપ ચોળાની દાળ, ચોથા ભાગનો કપ ભરીને મગની દાળ, પ્રમાણ અનુસાર તેલ

રીત:

સામગ્રીમાં લખેલી ત્રણેય દાળ છ કલાક માટે પલાળો.પછી પાણી નીતારી લઈને મીક્સરમાં કે અન્ય રીતે અધકચરી વાટો અને તેમાં મીઠું નાખો. ગરમ તેલમાં તેના વડા મૂકીને વડા ઉતારો.

અહીં ખાસ નોંધવાનું કે ચોળા ન હોય તો એકલા અડદના કે અડદ ના હોય તો એકલા મગના કે એકલા ચોળાના વડા પણ થઈ શકે એ તમને અનુભવે ખ્યાલ આવી જશે. એ જ રીતે ઉપર જે માપ લખ્યુ છે એ પ્રત્યેક દાળના માપમાં તમે ફેરફાર કરીને પણ વડા બનાવી શકો છો.

ઉપરની જ રીતે જે વડા તૈયાર થાય તેને હૂંફાળા પાણીમાં નાખો અને પછી બહાર કાઢી પાણી દબાવી દઈને દહીં, ગળી ચટણી, મીઠુ, મરચું નાખીને પીરસો એટલે દહીંવડા થઈ જાય.

Courtesy: Nimesh Tailor

ટીપ્પણી