લિજ્જતદાર ચૉકલેટ કાજુ લાડુ

- Advertisement -

5471_r-8લિજ્જતદાર ચૉકલેટ કાજુ લાડુ

 

* સામગ્રી :

– ૨૦૦ ગ્રામ છીણેલી ચૉકલેટ

– ૨૦૦ ગ્રામ કાજુનો પાઉડર

– ચાર ચમચા સાકર

– દોઢ ચમચો નવશેકું દૂધ

– થોડા તાંતણા કેસર

– પા કપ ઘી

– પાંચ ચમચી એલચીનો પાઉડર

– ૮-૧૦ પિસ્તાની કાતરી

 

* રીત :

એક નૉન સ્ટિક પૅનમાં એક કપ પાણી અને સાકર લઈ ગરમ કરો. હલાવતા રહો અને એક તારની ચાસણી બનાવો. એક બૉલમાં દૂધ લઈ એમાં કેસર ઉમેરી અલગ રાખો.

હવે ચાસણીમાં કાજુનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો. ગૅસ પરથી ઉતારી બરાબર હલાવો. હવે કેસરવાળું દૂધ ઉમેરી ફરી ગૅસ પર મૂકો. ઘી અને એલચીનો પાઉડર ઉમેરી હલાવો.

ઘી છૂટે ત્યાં સુધી ગરમ કરી ગૅસ પરથી ઉતારી લો. હવે ૨૦ મિનિટ સુધી રહેવા દો અને ઠંડું કરો. હવે હથેળીમાં થોડું ઘી લગાવી કાજુના મિશ્રણમાંથી નાના-નાના ગોળ લાડુ બનાવો. ત્યાર બાદ એને છીણેલી ચૉકલેટમાં રગદોળો. પિસ્તાની કતરણથી સજાવી પીરસો.

ટીપ્પણી